Abtak Media Google News
  • 7મી માર્ચ ભારત જોડો ન્યાય  યાત્રાનું ગુજરાતમાં આગમન: ત્રણ દિવસ સુધી દાહોદ, પંચમહાલ,  છોટાદેપુર, નર્મદા, ભરૂચ, સુરત અને તાપી જિલ્લામાં  ફરશે

કોંગ્રેસના પૂર્વ   રાષ્ટ્રીય અધ્યક્ષ અને યુવા નેતા રાહુલ ગાંધીની  ભારત જોડો ન્યાય  યાત્રાનું  આગામી 7મી માર્ચના રોજ ગુજરાતમાં  આગમન થશે. જોકે  સૌરાષ્ટ્ર-કચ્છમાં  આ યાત્રા આવશે નહી નબળુ સંગઠન માળખું અને સમયની  મર્યાદાના   કારણે   ગુજરાતમાં યાત્રાનો રૂટ ટુંકાવી દેવામાં આવ્યો હોવાનું  ચર્ચાય રહ્યું છે.

રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા  બીજી માર્ચે  બપોરે 2 કલાકથી  રાજસ્થાનના  ધૌલપુરમાંથી શરૂ થશે. યાત્રા મધ્ય પ્રદેશ પહોચશે આ  પુરૈના, ગ્વાલીયર, ગુના, શિવપુરી, રાજગઢ,  ઈન્દોર, શાઝાપુર, ઉજજૈન, ધાર અને  રતલામ જિલ્લામાં ફરશે.

ગુજરાતમાં  7મી માર્ચ રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય   યાત્રાનું  આગમન થશે. આ પૂર્વ વાંસવાડામાં એક જાહેર સભા યોજાશે 10મી માર્ચ સુધી  ગુજરાતનાં દાહોદ,  પંચ મહાલ, છોટા ઉદેપુર,  નર્મદા, ભરૂચ,  સુરત અને તાપી જિલ્લામાં ફરશે. યાત્રાનું  સૌરાષ્ટ્ર-કચ્છમાં  આગમન થશે નહી. 10મી માર્ચ મહારાષ્ટ્રના  નંદુરબારમાં યાત્રા પહોચશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.