Abtak Media Google News

રેલવે સ્ટેશનો, ટિકિટ અને વિવિધ માહિતી સાથે રેલવેના રસોઈઘરમાં બનતું ભોજન રેલદ્રષ્ટી ડેસ્કબોર્ડ પર ઓનલાઈન જોઈ શકાશે

રેલ્વેમાં મુસાફરી કરનારા લોકો માટે વધુ એક સુવિધા નરેલદ્રષ્ટીનીથ શરૂઆત કરવામાં આવી છે. હવે પેસેન્જરો રેલ્વેના રસોઈઘરમાં રંધાતુ ભોજન ઓનલાઈન જોઈ શકશે. રેલ્વેમંત્રી પિયુશ ગોયલ દ્વારા રેલદ્રષ્ટી ઓનલાઈન એપ્લીકેશનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ પોર્ટલ વિવિધ સ્ટેશનો, ટ્રેનો, વેચાયેલ ટીકીટો અને રેલ્વેને લગતી તમામ માહિતી મળી રહેશે.

પબ્લિક ફ્રેન્ડલી પોર્ટલમાં મુસાફરો આઈઆરટીસીના કિચનમાં બનતા ખોરાકની લાઈવ ફીડ જાણી શકશે. જેને જાહેરાત રેલભવન ખાતેની પ્રેસ રિલિઝમાં કરવામાં આવી હતી. આ પોર્ટલને પબ્લિક ફ્રેન્ડલી બનાવવામાં આવ્યું છે. તેથી રેલ્વેને લગતી લોકોને કોઈ સમસ્યા હોય તો તેની પણ ફરિયાદ નોંધાવી શકે છે. રેલ્વેના મુસાફરો માટે બનાવાતા ખોરાકની ગુણવતા અને વિશ્વસનીયતા જળવાય રહે તે માટેની કેળવણીના ભાગ‚પે આ પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે.

રેલદ્રષ્ટી ડેશબોર્ડ પોટલ અંતર્ગત વિવિધ ૧૫ કેટેગરીમાં સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે. તેથી ટ્રેનોનું ટ્રેકિંગ અને ૩૬૦ ડિગ્રી વર્ચ્યુઅલ ટુર, ફ્રાઈટ અર્નિંગ રેલવે દ્વારા થતા ખર્ચ સહિતની માહિતી મેળવી શકશે. પોર્ટલના માધ્યમથી રેલવેની પ્રતિદિનની આવક અને ખર્ચ પણ જાણી શકાશે. તેથી ડિજિટલ રેલવેની કલ્પનાને વેગ મળશે. રેલવેમાં પારદર્શકતા અને લોકોનો વિશ્વાસ મજબુત બનશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.