Abtak Media Google News

એક દિવસના વિરામ બાદ જામનગરના જામજોધપુર પંથકમાં ફરી વરસાદ જામ્યો: જામજોધપુરમાં25 મીમી, અમરેલીમાં 18 મીમી અને ગીર-સોમનાથમાં 15 મીમી વરસાદ નોંધાયો: છેલ્લા 24 કલાકમાં રાજ્યના 116 તાલુકાઓમાં મેઘમહેર, 1 થી 4 ઈંચ જેટલો વરસાદ વરસ્યો

બે દિવસના વિરામ આજે રાજકોટમાં આજે ફરી સવારથી મેઘાવી માહોલ વચ્ચે વરસાદ વરસવાનું શરૂ થયું છે. જો કે હવે, સૌરાષ્ટ્ર માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. ઓડિશા તરફથી આવતી વરસાદી સિસ્ટમ ફંટાઈ જતા હવામાન વિભાગે સૌરાષ્ટ્રમાંથી રેડ એલર્ટની આગાહી દૂર કરી છે.

અગાઉ રાજકોટ, જૂનાગઢ અને વલસાડમાં હવામાન વિભાગે અતિભારે વરસાદની શક્યતાને લઈ રેડ એલર્ટ જાહેર કર્યું હતું. જોકે આગામી ત્રણ દિવસ હજુ પણ કેટલાક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ વરસશે તેવું હવામાન વિભાગનું અનુમાન છે. હવે રાજ્યમાં માત્ર 20 ટકા જ વરસાદની ઘટ રહી છે.

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 116 તાલુકામાં 4 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. જો કે ગઈકાલે ફરી આ વચ્ચે જ એક દિવસના વિરામ બાદ જામનગરના જામજોધપુર પંથકમાં ફરી એકવાર જામ્યો છે જામજોધપુરમાં વહેલી સવારથી ફરી એકવાર ધોધમાર વરસાદ શરૂ થયો છે.

જામજોધપુરના રામખાડી, ખરાવડ, તિરૂપતિ સોસાયટી, સુભાષ ચોક, બેરિસ્ટર ચોક, લીમડા લાઈન સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદથી પાણી ભરાવવાનું શરૂ થયું છે. જામજોધપુર 1 ઈંચ જેટલો વરસાદ સવારથી નોંધાયો છે. બીજી બાજુ આજે વહેલી સવારથી સૌરાષ્ટ્રના જામજોધપુરમાં 24 મિમી, અમરેલીમાં 18 મિમી, ગીર-સોમનાથમાં 14 મિમી, રાજકોટમાં 5 મિમી અને ભેસાણમાં 5 મિમી જેટલો વરસાદ નોંધાયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.