Abtak Media Google News

પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ અને સહકાર ક્ષેત્રમાંથી જ્યોતિન્દ્ર મહેતા તેમજ 11 ઉદ્યોગપતિઓનો સમાવેશ

સૌરાષ્ટ્ર અને કચ્છના અગ્રણી ઉદ્યોગપતિઓએ દેશ અને વિદેશમાં પોતાના ધંધા અને ઉદ્યોગ દ્વારા નામ રોશન કરેલ છે. આવા ઉદ્યોગપતિઓને સન્માનવાનો એક કાર્યક્રમ ગ્રેટર રાજકોટ ચેમ્બેર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ અને ટીએટીએ એઆઇએ લાઇફ ઇન્સ્યોરન્સના સંયુકત ઉપક્રમે આયોજન કરવામાં આવેલ છે. આવો જ એક અન્ય કાર્યક્રમ બે માસ પહેલા આયોજન કરેલ હતો. જેમાં 11 ઉદ્યોગપતિઓનું સન્માન કરવામાં આવેલ હતું. હવે આવો જ એક બીજો કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં 13 વ્યક્તિઓનું સન્માન કરવામાં આવશે અને તેઓને ગ્રેટર બિઝનેશ આઇકોન એવોર્ડથી નવાજવામાં આવશે. રાજુ ભાર્ગવ (કમિશનર ઓફ પોલીસ રાજકોટ), જ્યોતિન્દ્રભાઇ મહેતા (કો.ઓ.બેન્કોનું ફેડરેશન એવું નેશનલ ફેડરેશન ઓફ અર્બન કો-ઓ.બેન્ક અને ક્રેડીટ સોસાયટી લી.ના પ્રમુખ છે), હસમુખભાઇ ગોહીલ (તિર્થ એગ્રો ટેકનોલોજી પ્રા.લી.ના મેનેજીંગ ડાયરેક્ટર દરજ્જે છે), રાજુભાઇ પટેલ (તેઓ જયશ્રી ગ્રુપ-જેતપુરના મેનેજીંગ પાર્ટનર છે અને ટેક્ષટાઇલ્સ પ્રીન્ટીંગ ઉદ્યોગ સાથે સંકળાયેલા છે), મનેશભાઇ મડેકા (ચેરમેન તથા એમડી રોલેક્સ રીંગ્સ લી.), કમલનયન સોજીત્રા  (ફાલ્કન પંપ પ્રાઇવેટ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર છે), નિલેશભાઇ આંબલીયા (ડાયરેક્ટર મહાદેવ ફેરોકાસ્ટ પ્રાઇવેટ લિમિટેડ), રાજેશભાઇ પટેલ (કેપ્ટન ટ્રેક્ટર પ્રાઇવેટ લિમિટેડના એમડી છે), વી.આર.જૈન (ટેકનિકલ ડાયરેક્ટર, એ.વી.આર (વિક્રમ) વાલ્સ પ્રાઇવેટ લિમિટેડ), સરદારસિંહ જાડેજા (પ્રમુખ ગીતા ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ, જામનગર), ઉમેશભાઇ માલાણી તથા રાજેશભાઇ માલાણી (મેનેજીંગ પાર્ટનર્સ ઓફ માલાણી ક્ધસ્ટ્રક્શન કંપની), ધીરજલાલ એન. દુધાત (એમ.ડી.-ડી.એન.કાસ્ટ) જીતેન્દ્ર અદાણી (ડાયરેક્ટર અદાણી ફૂડ પ્રોડક્ટસ પ્રાઇવેટ લિમિટેડ અદાણી બ્રધર્સના નામથી 1980માં આ કંપનીની સ્થાપના થઇ)

આ પ્રસંગે ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ઇન્કમટેક્સ કાયદા હેઠળ સર્વે અને સર્ચની જોગવાઈ તથા બિઝનેસ ઇન્સ્યોરન્સ દ્વારા ટેક્સ પ્લાનિંગના સેમીનારનું આયોજન પણ કરવામાં આવેલ છે. આ કાર્યક્રમ તારીખ 26 નવેમ્બર શનિવારે સાંજે 4:30 કલાકે સયાજી હોટલ, કાલાવડ રોડ, રાજકોટ ખાતે યોજવામાં આવેલ છે. આ ઇન્કમટેક્ષના સેમીનારના મુખ્ય વક્તા મેહુલ ઠક્કર તથા દિનેશભાઈ મંત્રી રહેશે. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે પ્રીરજીસ્ટ્રેશન ફરજીયાત છે. મર્યાદિત સંખ્યાની વ્યવસ્થા હોવાને કારણે વહેલા તે પહેલાના ધોરણે ફોન નં. 7990209481 ઉપર ગ્રેટર રાજકોટ ચેમ્બરની ઓફીસમાં રજીસ્ટ્રેશન કરવામાં આવશે.

આમ એક અખબારી યાદીમાં ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ રાજીવભાઇ દોશી તથા ઉપપ્રમુખ ઇશ્વરભાઇ બ્રાંભોલીયા અને સહમંત્રી જગદીશભાઇ સોની અને ટીએટીએ એઆઇએ લાઇફ ઇન્યોરન્સના અનિકા સંઘવી બિઝનેશ ઇન્સ્યુરન્સ એક્ષ્પર્ટ દ્વારા જણાવવામાં આવે છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સહમંત્રી સુનીલભાઇ ચોલેરા, નિયામકો મયુરભાઇ શાહ, અંકીતભાઇ કાકડીયા વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.