Abtak Media Google News

શિવ હોસ્પિટલના સ્પાઇન સર્જન ડો. અમીષ સંઘવીએ પોતાના અનુભવના આધારે અનોખી સિધ્ધિ મેળવી છે. છેલ્લા બે માસથી પથારીવશ 92 વર્ષીય વડીલ નવીનભાઇ બાવીસીને ચાલતા કર્યા છે.

Advertisement

ઘણા વર્ષો પહેલા આ પ્રકારના દર્દી માટે મણકાનું ચીર ફાડ વાળુ ઓપરેશન કરી ફ્રેકચરને સ્ક્રુ વડે ફીટ કરવુ પડતુ હતું પરંતુ હાલમાં સ્પાઇન સર્જરી ક્ષેત્રે થયેલ અલ્ટ્રા મોર્ડન રીસર્ચ વડે હવે આ ઓપરેશન માત્ર સીમેન્ટ ઇજેકશન દ્વારા શકય બન્યુ છે જેમાં મણકાના ફ્રેકચરમાં સીમેન્ટ ભરી જામી દેવામાં આવતા ફ્રેકચરના દર્દીઓને દુ:ખાવો માટી જતો હોય છે અને ગણતરીના કલાકોમાં દર્દીને હસતો ફરતો કરી શકાતો હોય છે. ડો. અમિષ સંઘવીએ જયારે આ પધ્ધતિની ચર્ચા સગા સબંધીઓ સાથે કરી ત્યારે તેઓ પણ અચરજ પામી ગયા હતા. 92 વર્ષના દર્દીને બેભાન કરવાના જોખમને ટાળાવા માટે ડો. અમિષ સંધવી સાહેબે તેમને માત્ર ઇજેકશન જેટલો ભાગ ખોટો કરી લોકલ એનેસ્થેસીયામાં આ ઓપરેશન શકય છે તેવું સમજાવતા દર્દીઓ અને તેમના સગાઓએ રાહત અનુભવી હતી. મોટી ઉંમરે દર્દીને બેભાન કરવાના ઘણા જોખમો હોય છે જેને લીધે મોટી ઉમરના ઘણા દર્દીઓ ઓપરેશનથી ડરતા હોય છે. પરંતુ ડો. અમિષ સંઘવી સાહેબના  બહોળા અનુભવ અને સમજાવટ બાદ તેઓ ઓપરેશન માટે તૈયાર થયેલ હતા. દર્દી ઓપરેશન થીયેટરમાં જાગૃત અવસ્થામાં ડો. અમિષ સંઘવી સાથે ચાલુ ઓપરેશને વાતો કરતા હતા. માત્ર 30 મિનીટમાં સીમેન્ટ વડે વટીબ્રોપ્લાસ્ટી ઓપરેશન પાર પાડવામાં આવેલુ હતું અને જયારે બે કલાક બાદ ડો. અમિષ સંઘવી સાહેબે દર્દીને વોર્ડમાં આંટો મરાવ્યો ત્યારે તો સગાઓ માટે આ એક ચમત્કાર સમાન હતુ અને બિલકુલ દુ:ખાવા વગર દર્દી કોઇપણ ટેકા વગર ચાલતા થઇ ગયેલ હતા. સ્પાઇન સર્જરી ક્ષેત્રે થયેલ અભૂતપૂર્વ વિકાસને કારણે આ ઓપરેશન હવે રાજકોટની શિવ હોસ્પિટલમાં ડો. અમિષ સંઘવી દ્વારા શકય છે.

સંધવીએ સ્પાઇન સર્જરી ક્ષેત્રે આગવી છબી ધરાવે છે. અને ખાસ કરીને તેઓ સમગ્ર ગુજરાત રાજયમાં ડીએનબી કવોલીફાઇડ સ્પાઇન સર્જરીની ડિગ્રી ધરાવતા સૌપ્રથમ સ્પાઇન સર્જન છે. આ ઉપરાંત તેઓએ દૂરબીન વડે થતી મીનીમલી ઇન્વેસીવ સ્પાઇન સર્જરી ક્ષેત્રે જર્મની, સાઉથ કોરીયા અને ડોકનાં ઓપરેશન માટે જાપાનથી સ્પેશ્યલ ટ્રેનીંગ લીધેલ છે. તેઓએ 10 વર્ષ રાજકોટની સ્ટલિંગ હોસ્પિટલમાં સેવા આપ્યા બાદ હાલમાં શિવ હોસ્પિટલ, સેન્ટર ફોર ઓપરેશન માટે જાપાનથી સ્પેશ્યલ ટ્રેનીંગ લીધેલ છે. તેઓએ 10 વર્ષ રાજકોટની સ્ટલિંગ હોસ્5િટલમાં સેવા આપ્યા બાદ હાલમાં શિવ હોસ્પિટલ, સેન્ટર ફોર ઓર્થોપેડીક સુપર સ્પેશ્યાલીટી એન્ડ ટ્રોમા, 150 ફુટ રીંગ રોડ ખાતે પોતાની સેવા આપે છે. સ્પાઇન સર્જરી ક્ષેત્રે પ્રતિષ્ઠીત એવા આંતરરાષ્ટ્રીય પેટ્રીક કલુગર એવોર્ડ દ્વારા તેમને 2021ની ઇન્ટરનેશનલ સ્પાઇન એન્ડ સ્પાઇનલ ઇન્જરીઝ કોન્ફરન્સમાં સન્માનીત કરવામાં આવેલ છે. છેલ્લા 10 વર્ષમાં ડો. અમિષ સંઘવી 5000થી પણ વધુ મણકા અને કરોડરરજુનાં ઓપરેશન પાર પાડી ચૂકયા છે.

તેઓને અનેક રાષ્ટ્રીય કોન્ફરન્સમાં નિયમિત રીતે વકતા તરીકે આમંત્રીત કરવામાં આવતા હોય છે. જે સમગ્ર રાજકોટ માટે ખુબ ગૌરવપ્રદ છે. મણકા કે કરોડરજજુની તકલીફો જેવી કે મણકાના ફ્રેકચર તથા પેરાલીસીસ, ગાદીની તકલીફ, નસ દબાવવાની તકલીફ, ચાલવાની તકલીફ, કમર કે ડોકના દુ:ખાવા, મણકાના ટીબી, કેન્સર અને નાના બાઇકોમાં ખુંઘની તકલીફ જેવી બિમારીઓ ડો. અમિષ સંઘવીનો શિવ હોસ્પિટલ, 150 ફુટ રીંગ રોડ ખાતે સંપર્ક કરી શકાય છે.

શિવ હોસ્પિટલએ સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છમાં ઓથોપેડીક સુપર સ્પેશ્યાલીટી અને ટ્રોમા માટે સંપૂર્ણ સુવિધા ધરાવતી એક માત્ર હોસ્5િટલ છે. જેમાં 15થી પણ વધુ કુલટાઇમ ડોકટર્સ કે જેમાં સ્પાઇન સર્જરી, ઓથોપેડીક સર્જરી, ટ્રોમા સર્જરી, જોઇન્ટ રીપ્લેસમેન્ટ, ન્યુરોસર્જરી, દૂરબીન વડે થતી સાંધાની સર્જરી, પેટ આંતરડાની લેપ્રોસ્કોપીક સર્જરી, સીટી સ્કેન, આઇ.સી.યુ. તથા 24 કલાક ઇમરજન્સી સેવા ઉપલબ્ધ છે. જરૂરીયામંદ દર્દીઓને ઉપરોકત સારવાર કે વધુ માહિતી માટે 96389 01000 ઉપર સંપર્ક કરી શકશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.