Abtak Media Google News

મહારાણા પ્રતાપ જયંતિ નિમિતે

ભગવો ઝંડો લગાડતા યુવકને ગાળો આપી મારી નાંખવાની ધમકી આપતા ત્રણ સામે નોંધાતો ગુનો

રાજકોટમાં અમુક અસામાજિક અવાર તત્વો દ્વારા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ડહોળવા લોકોની ધાર્મિક લાગણી દુભાઈ તેવા કૃત્ય કરવામાં આવી રહ્યા છે.ગઈકાલે જ પડધરીમાં એક શખ્સ દ્વારા હિન્દુ દેવી દેવતા પર અપમાનજનક ટીપણી કરતા આખુ પડતરી ગામ રોસે ભરાયું હતું અને હાઇવે ઉપર ચક્કાજામ કરી દેવામાં આવ્યો હતો ત્યારે રાજકોટમાં જામનગર રોડ પર ઘંટેશ્વર પરોઠા હાઉસ પાસે એક વેપારી યુવકે મહારાણા પ્રતાપ ની જયંતિ આવતી હોવાથી ભગવા કલરના ઝંડા લગાડ્યા હતા ઉતારી લેવા માટે ત્રણ અસમાનતિક તત્વો દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. જે મામલે લોકો રોસે ભરાતા ગાંધીગ્રામ પોલીસ દ્વારા ત્રણેય શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

બનાવવા અંગેની મળતી માહિતી અનુસાર ઘંટેશ્વર 25 વારીયા ફાટક પાસે રહેતા વિશાલભાઈ ઉગાભાઇ બાલાસરાએ નોંધાવેલી ફરિયાદમાં આરોપીઓમાં રહીમ,સિકંદર અનેક એક અજાણ્યા શખ્સના નામો આપ્યા હતા.જેમાં તેને જણાવ્યું હતું કે ,તેને તથા તેમના મિત્રોએ મહારાણા પ્રતાપની જયંતી આવતી હોય તે નીમીતે ભગવા કલરના ઝંડા તૈયાર કરી અને બધી જગ્યાએ શેરીમાં તથા રોડ ઉપર લગાવેલ હતા જે આ ઝંડા ઉતારી તથા તોડી નાખતા હોય તે દરમ્યા ફરીયાદી તથા તેમના સર્કલના માણસો આ જોઇ જતા તેમની ધાર્મિક લાગણી દુભાયેલ તેવુ આ લોકો કૃત્ય કરતા હોટ જેથી ફરીયાદી તથા તેમના મિત્રોએ આરોપીને આવુ ન કરવા જણાવેલ જેથી આરોપીએ તેને ગાળો આપી તથા કહેલ કે, તારા સર્કલ વાળાને કઇ દેજે જો કોઇ હવે ઝંડા લગાવશે તો તેને જાનથી મારી નાખીશ જેથી આ મામલે વિશાલભાઈએ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણેય શખ્સો સામે ગુનો નોંધ્યો છે.જ્યારે આ બનાવની તપાસ પી.એસ.આઇ વી.એચ. પરમારને સોંપવામાં આવી છે.

પડધરીમાં હિન્દુ દેવી દેવતા પર ટિપ્પણી કરાતા સજજડ ગામ બંધ રહ્યું હતુ

પડધરીમાં ગઈકાલે ફિરોજ નામના શખ્સ દ્વારા હિન્દુ દેવી-દેવતા ટિપ્પણી કરાતા આખું ગામ હાઇવે પર ઉતરી ગયું હતું અને આરોપીની ધરપકડ કરી તેના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માટેની માંગ સાથે સજજડ ગામ સાંજ સુધી બંધ રાખવામાં આવ્યું હતું. જ્યારે પોલીસે ગ્રામજનોને કડક કાર્યવાહી અંગેની બાહેધરી આપતા મામલો થાળે પડ્યો હતો.જેથી આવી જ ઘટના ફરી રાજકોટમાં બનતા પોલીસે તાત્કાલિક કડક કાર્યવાહી કરે તેવી માગ ઊઠી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.