Abtak Media Google News

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મહાત્મા ગાંધી મ્યુઝીયમ ખાતે તા.૨૬ જાન્યુઆરી ૭૦મા પ્રજાસતાક પર્વની ઉજવણી પ્રસંગે રાષ્ટ્ર ધ્વજ સલામી સમારોહમાં માન.મેયરશ્રી બિનાબેન આચાર્યએ ત્રિરંગો લહેરાવી, રાષ્ટ્રગીતના ગાન સાથે રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. અને સુરક્ષા વિભાગના અને ફાયર & ઇમરજન્સી સર્વિસીઝ વિભાગના જવાનો દ્વારા પરેડ યોજવામાં આવેલ હતી.

આ પ્રસંગે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી, ડે.મેયર અશ્વિનભાઈ મોલીયા, સ્ટે.કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, શાસક પક્ષ દંડક અજયભાઈ પરમાર, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર, મ્યુનિસિપલ કમિશનરશ્રી બંછાનિધિ પાની, ડે.મ્યુનિસિપલ કમિશનર ડી.જે.જાડેજા, સી.કે.નંદાણી, પૂર્વ ડે.મેયર ડૉ.દર્શિતાબેન શાહ, પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન આશીષભાઈ વાગડિયા, બાંધકામ સમિતિ ચેરમેન મનીષભાઈ રાડીયા, સેનિટેશન સમિતિ ચેરમેન અશ્વિનભાઈ ભોરણીયા, આરોગ્ય સમિતિ ચેરમેન જયમીનભાઈ ઠાકર, વોટર વર્કસ સમિતિ ચેરમેન બાબુભાઈ આહીર, કાયદો અને નિયમોની સમિતિ ચેરમેન શિલ્પાબેન જાવિયા, બાગ બગીચા સમિતિ ચેરમેન વિજયાબેન વાછાણી, શિશુ કલ્યાણ ખાસ ગ્રાંટ સંચાલિત યોજનાઓ સમિતિ ચેરમેન રૂપાબેન શીલુ, એસ્ટેટ મેનેજમેન્ટ સમિતિ ચેરમેન પ્રીતિબેન પનારા, રાજકોટ શહેર ભાજપ મંત્રી વિક્રમભાઈ પુજારા, કોષાધ્યક્ષ અનિલભાઈ પારેખ, કોર્પોરેટર મીનાબેન પારેખ, રાજુભાઈ અઘેરા, વર્ષાબેન રાણપરા, શિક્ષણ સમિતિના સદસ્ય, મુકેશ મહેતા, તેમજ મહાનગરપાલિકાના અધિકારીઓ મ્યુનિસિપલ સેક્રેટરી હરીશ રૂપારેલીઆ, સિટી એન્જીનીયર અલ્પનાબેન મિત્રા, આસી.કમિશનર હરેશ કગથરા, સમીર ધડુક, જસ્મીન રાઠોડ, રવિન્દ્રસિંહ ચુડાસમા, ડે.સેક્રેટરી કે.એચ.હિંડોચા, સી.એન.રાણપરા, ચીફ ફાયર ઓફિસર ઠેબા, ડી.વાય.એસ.પી.ઝાલા, ગાર્ડન ડાયરેક્ટર ડૉ. હાપલીયા, પર્યાવરણ ઈજનેર નિલેશ પરમાર, નાયબ ઇજનેર જીવાણી, પી.એ.ટુ કમિશનર રૈયાણી, નાયબ પર્યાવરણ ઈજનેર પ્રજેશ સોલંકી, આસી.મેનેજર અમિત ચોલેરા, કાથરોટીયા, ઉનાવા, લખતરીયા, ઘોણીયા, ઝૂ સુપ્રીન્ટેન્ડેન્ટ ડૉ. હિરપરા, ડૉ. જાકાસણીયા તેમજ આ વિસ્તારના ભાઈઓ/બહેનો, સ્કુલના બાળકો, વિગેરે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે માન.મેયર બિનાબેન આચાર્યએ પોતાના સંદેશમાં શહેરના નગરજનો જોગ શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે સર્વપ્રથમ તો હું આજે ૭૦માં પ્રજાસતાક પર્વ નિમિતે સૌ નગરજનોને હાર્દિક શુભેચ્છા પાઠવું છું અને ભારતની આઝાદીના સંગ્રામમાં સર્વોચ્ચ બલિદાન આપી ચિરંજીવી બની ચુકેલા તમામ શહીદો, ઉપરાંત દેશ માટે સર્વસ્વ ન્યોછાવર કરી, સ્વતંત્રતાની લડાઈ લડનાર તમામ નામી અનામી દેશભક્ત સૈનિકો અને આઝાદ ભારતના બંધારણના ઘડવૈયાઓને નમન કરું છું.

અંગ્રેજોની ગુલામીમાંથી ભારતને ૧૫ મી ઓગસ્ટ-૧૯૪૭ના રોજ સ્વતંત્રતા પ્રાપ્ત થયા બાદ લોખંડી પુરૂષ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલે ૫૬૦થી વધુ દેશી રજવાડાઓનું દેશમાં વિલિનીકરણ કર્યું હતું. ત્યારબાદ ૨૬મી જાન્યુઆરી-૧૯૫૦ ના રોજ ભારતને પોતાનું બંધારણ મળ્યું હતું અને ત્યારથી આ દિવસને આપણું રાષ્ટ્ર પ્રજાસતાક પર્વ કે “ગણતંત્ર દિવસ” તરીકે ઉજવે છે. બાબા સાહેબ ડૉ. ભીમરાવ આંબેડકરના વડપણ હેઠળની બંધારણ સભાએ દેશના બંધારણની રચના કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.