Abtak Media Google News

રાજકોટ જીલ્લા કલેકટર કચેરી ખાતે રેલી સ્વરુપે હજારોની સંખ્યામાં આવીને અનુ. જાતિના લોકોએ મહાપંચાયત ભરી હતી. આ વેળાએ જીલ્લા કલેકટરને આવેદન પત્ર પણ પાઠવવામાં આવ્યું હતું. જો કે ભારે ભીડ વચ્ચે એક મહીલાને ચકકર આવતા બેભાન પણ થઇ ગયા હતા.

આવેદનમાં જણાવાયું હતું કે, લેન્ડ ગ્રેબિંગ કમીટી દ્વારા અનુસુચિત જાતિનો વ્યકિત વાદી હોય અથવા પ્રતિવાદી હોય બન્ને બાબતે અન્યાય અનુસુચિત જાતિના વ્યકિતને જ કરેલ છે. જેમાં માંગ છે કે આ બાબતે તાત્કાલીક તપાસ કમીટી નિયુકત કરવામાં આવે તેમજ 1પ વર્ષથી વધુ સમયથી અનુસુચિત જાતિના વ્યકિત વસવાટ કરતા હોય તેવી જગ્યાને લેન્ડ ગ્રેબિંગ એકટમાંથી મુકિત આપવામાં આવે.

કલેકટરને પડતર પ્રશ્ર્નો મુદ્દે આવેદન, ભારે ભીડ વચ્ચે એક મહિલા બેભાન

સરકર દ્વારા અનુસુચિત જાતિના લોકોને 100 ચો.વાર ના પ્લોટો આપવામાં આવેલ છે તેમજ સાયણી ની જમીનો આપવામાં આવેલ છ. તેમાં જમીનના કબજા તેમજ સનદો તાત્કાલીક આપવામાં આવે.

રાજકોટ તાલુકાના હડાળા ગામમાં ડો. બાબાસાહેબ આંબેડકર ની પ્રતિમા ફરતે કાંટાળી તારની વાળ પ્રાંત-ર અને મામલતદાર દ્વારા કરવામાં આવેલ છે

જે તાત્કાલીક હટાવી દેવામાં આવે.પ્રેમ મંદિર પાસેના પ્લોટ ઉપર થી ઉખાડી દેવામાં આવેલ ડો. બાબાસાહેબ આંબેડકર ની પ્રતિમા પુન: સ્થાપિત કરવામાં આવે.

સરધાર ગામમાં બૌઘ્ધ વિહાર તોડનાર તત્વો સામે તાત્કાલીક કાર્યવાહી કરવામાં આવે તેમજ વર્ષોથી કાર્યરત એવા ડો. બી.આર. આંબેડકર બોઘ્ધવિહાર ને તે જમીન સોંપવામાં આવે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.