Abtak Media Google News

આજે સવારે 10 કલાકે રાજકોટ જીલ્લા પંચાયતના સતત કાર્યશીલ પ્રમુખ ભુપતભાઇ બોદર દ્વારા ડીજીટલ ઇન્ડીયા ના ભાગરુપે રાજકોટ જીલ્લાના છેવાડાના લોકો સુધી સીધો સંવાદ સાધવા અને તેમને જોઇતી માહીતી અને પ્રશ્ર્નોના જવાબ ઘેર બેઠા જ મળી જાય, સમય અને નાણાનો ફાયદો થાય તેવા ઉમદા સેવાના હેતુથી પ્રજાના પ્રશ્ર્નો નામની મોબાઇલ એપ સ્વ. ખર્ચે બનાવવામાં આવેલ છે.

ગુજરાત રાજયમાં પહેલીવાર કોઇ જીલ્લા પંચાયત દ્વારા આવી એપ બનાવવામાં આવેલ છે અને તેનું શ્રેય કર્મવીર પ્રમુખ ભુપતભાઇ બોદરના શિરે જાય છે. રાજકોટ જીલ્લા પંચાયતન હેઠળના તમામ595 ગામોમાં આ મોબાઇલ એપનો કેવી રીતે ઉપયોગ કરવો તે પ્રત્યક્ષ સમજાવવા માટે  રાજકોટ જીલ્લા પંચાયતથી પ્રમુખ બોદરના સ્વ ખર્ચે ખાસ 11 ટેકનીકલ ટીમ 11 ગાડીઓમાં એક અઠવાડીયાના પ્રવાસ પર આજરોજ નીકળેલ છે જેને રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારીયા એ લીલી ઝંડી બતાવીને પ્રસ્થાનની શુભ શરુઆત કરાવેલ હતી.

જીલ્લા પંચાયત દ્વારા એપ બનાવવામાં આવી હોવાનો રાજયમાં પ્રથમ દાખલો બેસાડાયો

જીલ્લાના પ95 ગામોના લોકોને માહિતગાર કરવા 11 ટેકનીકલ ટીમોનો સમાવેશ

એક લાખ એપ ડાઉન લોડ કરાવવાના સંકલ્પ સાથે એક સપ્તાહનો સઘન પ્રવાસ: ભુપતભાઇ બોદર

Dsc 1017

આ ટીમ દરેક દરેક ગામમાં જશે અને ગ્રામ્ય લોકો અને તમામ આગેવાનો- અધિકારીઓની એપની ઉપયોગીતા સમજાવશે અને જણાવશે કે આ એટ દ્વારા જીલ્લા પંચાયતની રાજય સરકારની અને સેન્ટ્રલ ગવર્મેન્ટની તમામ પ્રકારની સહાય યોજનાઓ અને ગ્રાન્ટની માહીતી પણ મેળવી શકાય છે.

ગ્રામ્ય લોકો આ એપનો ઉપયોગ કરતાં શીખે અને તેનો ફાયદો મેળવે તે માટે તેમને પ્રોત્સાહીત કરવા પ્રમુખ બોદર દ્વારા સ્પર્ધા જાહેર કરવામાં આવેલ છે આ સ્પર્ધામાં જે ગામમાં સૌથી વધુ એપ ડાઉન લોડ થઇ હશે તે ગામને એટલે કે પ્રથમ નંબરે આવનાર ગામને પ્રમુખ બોદર પોતાના તરફથી રૂ. પ1 હજાર તેમજ જિલ્લા પંચાયતની એક લાખ ની સ્વભંડોળ ગ્રાન્ટ ગામના વિકાસ માટે અપાશે. બીજા નંબરે આવનાર ગામને પ્રમુખ બોદર પોતાના તરફથી એકવીસ હજાર તેમજ જીલ્લા પંચાયતના એક લાખ રૂપિયાની સ્વભંડોળ ગ્રાન્ટ અને ત્રી નંબરે આવનાર ગામને બોદર પોતાના તરફથી રૂપિયા 11 હજાર તેમજ જીલ્લા પંચાયતની એક લાખ રૂિ5યાની સ્વભંડોળ ગ્રાન્ટ ગામના વિકાસ માટે આપશે.

આ ઉપરાંત દરેક ગામના કોમ્પ્યુટર ઓપરેટરો એક એપ ડાઉન લોડ કરાવવાના પ્રોત્સાહન રૂપે એપ દીઠ પાંચ રૂપિયા પોતાના ખર્ચે આપવાનું પ્રમુખ ભુપતભાઇ બોદરે જાહેર કર્યુ છે.આ કાર્યક્રમમાં જીલ્લા પંચાયતના વિવિધ શાખાના ચેરમેન સહીતના આગેવાનો જોડાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.