Abtak Media Google News
  • ગેમઝોન અગ્નિકાંડ માટે રાજકોટ મનપા કમિશનર જવાબદાર :HC
  • રાજકોટ અગ્નિકાંડ મુદ્દે હાઇકોર્ટે તંત્રની ઝાટકણી કાઢી

રાજકોટ ન્યુઝ :  રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ મામલે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. હાઇકોર્ટે ગેમઝોન અગ્નિકાંડ મામલે રાજકોટ મહાનગરપાલિકા કમિશનરને જવાબદાર ગણાવ્યા હતા.  જવાબદાર પક્ષકારોને 31 મે સુધીમાં સોગંદનામું રજૂ કરવાનો આદેશ પણ હાઇકોર્ટે આપ્યો હતો.

હાઇકોર્ટે કહ્યું હતું કે ગેમઝોન અગ્નિકાંડ માટે રાજકોટ મનપા કમિશનર જવાબદાર છે. ગેમઝોન બન્યો ત્યારથી અત્યાર સુધીના તમામ મનપા કમિશનર જવાબદાર છે. આપણે જે નિર્દોષ બાળકો ગુમાવ્યા જેની જવાબદારી પ્રશાસનની છે. RMCએ હાઈકોર્ટના હુકમોનું પાલન કર્યું નથી. આ અધિકારી સામે પગલા લઈ સરકાર સસ્પેન્ડ કરે. સંલગ્ન ચીફ ફાયર ઓફિસરને સોગંદનામા પર વિગતો રજૂ કરવા હુકમ કરવામાં આવ્યો હતો. આગની દુર્ઘટનાઓ નિર્દોષોના જીવ માટે ખલનાયક બની છે.

ગુજરાત હાઇકોર્ટે તંત્ર અને સરકારનો ઉધડો લેતા કહ્યું હતું કે, ‘અમને સરકાર અને તંત્ર પર ભરોસો નથી. કોઈ પણ મંજૂરી વિના ત્રણ વર્ષથી ગેમ ઝોન ચાલતું હતું તો RMC શું કરતું હતું?’ આટલું જ નહીં કોર્ટે કમિશનરને પણ તતડાવતા આકરા સવાલ કર્યા હતા.

સરકારની મશીનરી પર ભરોસો રહ્યો નથી.. : ગુજરાત હાઈકોર્ટ 

‘અમને સરકારની મશીનરી પર ભરોસો નથી રહ્યો, કોર્ટના નિર્દેશો છતાં આવી ઘટનાઓ બને છે. 18 મહિનાથી તમને આ ગેમ ઝોન વિશે ખબર જ નહોતી? ઉદ્ઘાટનમાં RMC કમિશનર જાય છે તો કોર્ટના નિર્દેશોનું શું કર્યું?  કોર્ટે RMCને સવાલ પૂછ્યો હતો, કે ‘આ ગેમ ઝોન ક્યારે કામ કરતો થયો? પરમિશન માગી નહીં પણ તમારી જવાબદારી તો હતી ને.’

બીજી તરફ રાજકોટ સિવિલ હોસ્પિટલ પર હોબાળો કરવામાં આવ્યો હતો. સ્વજનોની ભાળ મેળવવા રાહ જોઇ રહેલા પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો. ત્રણ દિવસ વિત્યા છતા ગુમ થયેલાઓની ભાળ ન મળતા પરિવારજનો ગુસ્સે થયા હતા. તાત્કાલિક જવાબ આપવાની પરિવારજનોએ માંગ કરી હતી. અમને ક્યારે જવાબ મળશે તેવો પરિવારજનોએ સવાલ કર્યો હતો.

મૃતકોના પરિવારજનોએ પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવ્યા હતા. મીડિયાની વાત ન માનવાની રાજકોટ પોલીસ વાતો કરી રહી છે. ઈમરજન્સી નંબર પર સંપર્ક કરવાની રાજકોટ પોલીસે અપીલ કરી હતી. પોલીસે કહ્યું કે અત્યાર સુધીમાં 27 લોકોનું મિસિંગ લિસ્ટ છે.

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.