Abtak Media Google News

કલેકટર, મ્યુનિસિપલ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ થયા રાસોત્સવમાં સામેલ

સરકારના માર્ગદર્શન હેઠળ કાર્યરત સમાજ સુરક્ષા વિભાગ દ્વારા શરદપુર્ણિમા નિમિતે માનસિક ક્ષતિવાળા બાળકોનું ગૃહ, મનોદિવ્યાંગ બહેનોનું ગૃહ, ભિક્ષુક સ્વિકાર કેન્દ્ર, ચિલ્ડ્રન હોમફોર ગર્લ્સ, તેમજ ચિલ્ડ્રન હોમફોર બોયઝ રાજકોટ અને કાઠીયાવાડ નિરાશ્રીત બાલાશ્રમ રાજકોટ ખાતે આશ્રિત બાળકો માટે શરદોત્સવ-2022 અંતર્ગત રાસ – ગરબાના કાર્યક્રમનું આયોજન જિલ્લા સમાજ સુરક્ષા વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં જૂદી જૂદી સંસ્થાઓમાંથી આશર 450 જેટલા બાળકો તથા ટ્રાન્સજેન્ડર સમુદાયના સભ્યો જોડાયા હતા. આ શરદોત્સવમા ંજોડાયેલા દરેક સંસ્થાના ખેલૈયાઓન ેશિલ્ડ એનાયત કરવામાં આવ્યા હતા.

75 2

આરાસ – ગરબા કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુ, મ્યુનિ. કમિશનર અમિત અરોરા, જુવેનાઈલ જસ્ટીસ બોર્ડના પ્રિન્સીપાલ મેજીસ્ટ્રેટ,  સી.ડબલ્યુ.સી. બોર્ડના ચેરમેન રક્ષાબેન બોળીયા, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી ડો. પ્રાર્થના શેરશીયા, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી મિત્સુબેન વ્યાસ, ચીફ ઓર્ગેનાઈઝર મેહુલગીરી ગોસ્વામી  સહીતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.