Abtak Media Google News

સૌરાષ્ટ્રમાં 222 દેશી રાજ્યો(રજવાડા) અને  બ્રિટિશ શાશનકાળમાં વહીવટી અને ન્યાયિક દ્રષ્ટિએ નિયમનને અંકુશ રાખવા માટે  કોઠી કમ્પાઉન્ડ ખાતે તે  સમયે પોલિટિકલ એજન્ટની ઓફીસ હતી. આ જ કમ્પાઉન્ડમાં  રાજસ્થાનિક કોર્ટ કાર્યરત હતી. તે સમયે બે બ્રિટીશ ન્યાયાધીશ અને એક ભારતીય ન્યાયાધીશ કાર્યરત હતા.  તે સમયે પાડોશી રાજ્યોની હદ રાજવી પરીવાર નકકી  હતા.   ન્યાયાધીશ તરીકે રાજકોટના જૂની પેઢીના સિનિયર એડવોકેટ અને સ્વ. એમ.એન.ઉદાણીના દાદા સ્વ. હાકેમચંદભાઈ કે. ઉદાણીની  નિયુક્તિ થયેલી હતી.

વકીલોએ હાઇકોર્ટ અને સુપ્રીમકોર્ટના જજ સુધી સ્થાન શોભાવ્યું: કોર્ટ કર્મચારીઓએ ડિસ્ટ્રીકટ જજ સુધી પદ સંભાળ્યું, બારના સભ્યોએ મેયર, ધારાસભ્ય,સાંસદ, કેન્દ્રિય મંત્રી રાજયપાલ અને મુખ્યમંત્રી સુધીની સફરને સફળતાપુર્વક નિભાવી

એ  સમયે “જ્યુડિશિયલ કમિશ્નર” નું કાર્યક્ષેત્ર હતું. આ જ્યુડિશિયલ કમિશ્નરનું કાર્યક્ષેત્ર હાઇકોર્ટે સમકક્ષ રહેતું હતું. તે સમયે “સર ન્યાયધીશ” કે જેઓનું કાર્યક્ષેત્ર ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ જેવું હતું.તે સમયે રાજસ્થાનિક કોર્ટ અને જ્યુડિશિયલ કોર્ટના કાર્યક્ષેત્રના ચુકાદાઓ કાઠીયાવાડ લો રિપોર્ટરમાં પ્રકાશિત થતા હતા. આ કોર્ટમાં સ્વ.એમ.એન. ઉદાણીના પિતાજી સ્વ.એન.એચ. ઉદાની સને 1922થી વકીલાત પારંભ કાર્ય બાદ સરકારી વકીલ તરીકે સને1935થી સૌરાષ્ટ્ર રાજયની રચના થઈ ત્યાં સુધી  હતા.

સૌરાષ્ટ્ર હાઇકોર્ટ  1956 થી1960 સુધી મુંબઈ હાઇકોર્ટની રાજકોટ બેચ કાર્યરત હતી.  રાજકોટમાં હાઇકોર્ટમાં પ્રેક્ટીસ કરતા એમ.પી. ઠક્કર(પૂર્વ ચીફ જસ્ટિસ ગુજરાત હાઈકોર્ટે અને પૂર્વ જજ સુપ્રીમ કોર્ટ) ટી. યુ. મહેતા (પૂર્વ એક્ટિંગ ચીફ જસ્ટિસ, હિમાચલ પ્રદેશ) આર. સી. માંકડ(પૂર્વ એક્ટીંગ ચીફ જસ્ટીસ), આર. એ. મહેતા, નિરંજન ભાઈ જે. પંડ્યા, એ.આર.બક્ષી( પૂર્વ કુલપતિ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી) ,એમ યુ.શાહ; ધીરેન્દ્ર એચ. વાઘેલા ,જયંત એમ. પટેલ;જે.સી. ઉપાધ્યાય, એસ.એન.સોની; એચ.કે. રાઠોડ જેવા વકીલો રાજકોટ ની કોર્ટમાં એપિયર થઈને ગુજરાત હાઇકોર્ટમાં અને અન્ય હાઇકોર્ટમાં ન્યાયાધીશ તરીકે જવાબદારી સંભાળી હતી. રાજકોટ ની કોર્ટમાં વકીલાત કરેલી હોય અને સીધા ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ તરીકે કાર્ય કરેલ હોય તેવા સી. ટી. પરીખ ,અમૃતલાલ બુદ્ધદેવ, આર.ડી. કોઠારી, નિરંજનભાઈ પંડ્યાઅને એ.એમ. ભીમાણી અને પ્રફુલભાઈ ગોકાની, રણજિતભાઈ પારેખ,કમલેશભાઈ શુક્લ પણ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેસન્સ જજ તરીકે જવાબદારી સંભાળી છે.  રાજકોટની કોર્ટમાં કલેરિકલ સ્ટાફમાંથી કે.કે. ધોળકિયા; કે.કે. મેરીયા; એન. ટી. સોલંકી; એમ.પી. શેઠ; વાય.ડી. ત્રિવેદી; સેસન્સ જજ તરીકે જવાબદારી સંભાળી ચૂક્યા છે.

રાજકોટ બાર એસોસિએશનના  સભ્યો માંથી  એન.એસ. ભટ્ટ ( પૂર્વ વાઈસ ચેરમેન બાર કાઉન્સિલ ઓફ ઈંન્ડિયા) દિલીપભાઇ પટેલ( મેમ્બર બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા) એન.એસ. દફ્તરી( પૂર્વ મેમ્બર બાર કાઉન્સિલ ઓફ ગુજરાત) બાલકૃષ્ણ ભાઈ શુક્લ( પૂર્વ  મેમ્બર બાર કાઉન્સિલ ઓફ ગુજરાત)અને પ્રભુદાસભાઈ સોનેજી(પૂર્વ મેમ્બર બાર કાઉન્સિલ ઓફ ગુજરાત)માં જવાબદારી સંભાળી છે.રાજકોટના કોર્ટના વહીવટી સ્ટાફના એ.પી. ઠાકર  કોર્ટના કલાર્કમાંથી ગુજરાત હાઇકોર્ટના જજ તરીકે કાર્યરત રહીને સેવાનિવૃત થયા છે.રાજકોટ બાર એસોસિએશન ની સ્થાપનાના સમયથી આજદિન સુધી અનેક ક્ષેત્રના સિનિયર ધારાશાસ્ત્રી ઓનું મહત્વનું યોગદાન રહ્યું છે.

રાજકોટ ના સિનિયર એડવોકેટ  ચંદુભાઈ ભીમાણી, હુલાસસભાઈ ભટ્ટ, હીરાભાઈ મહેતા, મણીભાઈ ઉદાની ,મુગટલાલ વોરા ,ચીમનભાઈ શુક્લ, બળવંતભાઈ શુક્લ,એ.યુ. અંતાણી, શરદભાઈ સોનપાલ, મધુભાઈ સોનપાલ, રાજકુમાર કૃપાલસિંહ પરમાર ,અભય ભારદ્વાજ,નિરંજનભાઈ દફ્તરી; નલિનભાઈ દવે, એન.એસ. ભટ્ટ, ગજાનંદભાઈ જોષી;મનુભાઈ શાહ; મોહનભાઇ સાયાણી ,મોહનભાઇ સીનરોજા; લલિતસિંહ શાહી, તુલસીદાસ ગોંડલિયા ,મહર્ષિ પંડ્યા ,અનિલ દેસાઈ, હેમેનભાઈ ઉદાની, હસુભાઈ દવે ,પ્રવિણભાઇ વસાવડા, ગીરીશભાઈ ભટ્ટ; બી.બી. ગોગિયા,મગનભાઈ પટેલ ,એસ.બી. ગઢિયા; વિનોદભાઈ શેઠ, એન.પી.શાહ; નાનાલાલ શેઠ,વિનોદભાઈ ગોસલીયા,જે.એમ. શાહ અને  એસ.એન.આચાર્ય  સહિત અનેક  વકીલોનું યોગદાન રહ્યું છે.

સૌરાષ્ટ્ર રાજયવેળાએ રાજકોટ ખાતે હાઇકોર્ટ બેસતી

સૌરાષ્ટ્ર રાજયની રચના બાદ  રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર હાઇકોર્ટની રચના કરવામાં આવી હતી.  સૌરાષ્ટ્ર હાઇકોર્ટમાં પ્રથમ જજ તરીકે મુંબઈ હાઇકોર્ટના ન્યાયધીશ સ્વ. એમ.સી. શાહ નિયુક્તિ કરવામા આવી હતી.બાદ સ્વ. શાહ સૌરાષ્ટ્ર હાઇકોર્ટ ના ચીફ જસ્ટિસ તરીકે નિયુક્તિ કરવામાં આવી હતી. સ્વ. પી.એલ. ચુડાગર,

બેરિસ્ટર શાંતિલાલ શ્રોફ સૌરાષ્ટ્ર હાઇકોર્ટે માં ન્યાયાધીશ તરીકે નિયુક્તિ કરવામાં આવી હતી. તેઓની નિવૃત્તિ બાદ એસ. જે. છાંટપાર અને જે.એ. બક્ષીની નિયુક્તિ કરવામાં આવી હતી. સિનિયર એડવોકેટ જે. એમ. પંડ્યા સૌરાષ્ટ્ર હાઇકોર્ટના રજિસ્ટ્રાર તરીકે નિયુક્તિ કરવામાં આવી હતી. ચીમનલાલ નાગરદાસ શાહ અને અનંતપ્રસાદ બક્ષીની સૌરાષ્ટ્ર હાઇકોર્ટમાં એડવોકેટ જનરલ તરીકે નિયુક્તિ કરવામાં આવી હતી. બક્ષીની ગુજરાત હાઇકોર્ટમાં ન્યાયધીશ તરીકે નિયુક્તિ થયા હતા.

બારમાં 4 વકીલો બેરીસ્ટર રહ્યા

આઝાદી પહેલા રાજકોટમાં  વકીલાત ના વ્યવસાય માં  એ સમયે સીતારામ પંડિત; મસરૂકર; એચ. બી. શુકલા; પી.એલ.ચુડાગર; શાંતિલાલ શ્રોફ જેવા બેરિસ્ટરનો અભ્યાસ કરેલ હતો. જયારે  આઝાદી બાદ સી.એલ. મહેતા, મુગટલાલ વોરા,રતિલાલ તન્ના અને મનોહરસિંહજી જાડેજા હતા.

બાર એસો.ના સભ્યોએ જાહેરજીવનમાં મોભી તરીકે સ્થાન શોભાવ્યું

મનોહરસિંહજી જાડેજા (રાજકોટના રાજવી, પૂર્વ નાણા પ્રધાન ગુજરાત)

વજુભાઇ વાળા(પૂર્વ રાજ્યપાલ કર્ણાટક)

જયસુખભાઈ હાથી ( પૂર્વ રાજ્યપાલ પંજાબ; પૂર્વ કેન્દ્રીયમંત્રી)

ઉમેશભાઈ રાજ્યગુરુ (પૂર્વ  પ્રધાન ગુજરાત સરકાર)

ચીમનભાઈ શુક્લ( પૂર્વ સાંસદ),

અભયભાઇ ભારદ્વાજ( પૂર્વ સાંસદ),

રામજીભાઈ માવાણી((પૂર્વ સાંસદ)

,રમાબેન માવાણી( પૂર્વ સાંસદ), ગજાનંદભાઈ જોષી (પૂર્વ ધારાસભ્ય),બાલકૃષ્ણભાઈ શુક્લ( પૂર્વ ધારાસભ્ય), અરવિંદભાઈ મણીયાર(પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ મેયર),વિનોદભાઇ શેઠ ( પૂર્વ મેયર),હરકાંતભાઈ માણેક( પૂર્વ પ્રમુખ નગરપાલિકા), ભાવનાબેન જોશીપુરા( પ્રથમ મહિલા મેયર રાજકોટ મહાનગરપાલિકા), કમલેશભાઈ જોશીપુરા( પૂર્વ કુલપતિ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી);કલ્પકભાઈ ત્રિવેદી(પૂર્વ કુલનાયક સૌરાષ્ટ્ર યુનિવર્સિટી),હસુભાઇ દવે(પૂર્વ ચેરમેન કેન્દ્રીય શ્રમિક શિક્ષા બોર્ડ અને પૂર્વ

રાષ્ટ્રીય અધ્યક્ષ ભારતીય મજદૂર સંઘ) પ્રવિણભાઇ મણીયાર( પૂર્વ  સિન્ડિકેટ સભ્ય, અશોકભાઈ ડાંગર( પૂર્વ મેયર  મહાનગરપાલિકા) અને રમેશભાઇ રૂપાપરા(પૂર્વ ધારાસભ્ય)નો સમાવેશ થાય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.