ઓલ ઈન્ડિયા રેન્કર્સમાં ૧૫મા ક્રમે આવતા રાજવી શાહનું બહુમાન કરી એવોર્ડ એનાયત કરાયો

તાજેતરમાં જે. કે. શાહ દ્વારા ઓલ ઇન્ડીયા રેન્કર્સ અને બીજા ૬ દેશોના રેન્કર્સ જેમાં સી.એ., સી.એસ., પ્રોફેશનલ્સોનું મુંબઇની સહારા હોટેલ ખાતે ફેલીસીટેશન યોજાય ગયુ જેમાં દેશ અને દુનિયાના રેન્કર્સોએ ભાગ લીધો હતો. જ્યાં તેમનુ જાજરમાન સન્માન જે. કે. શાહ, ઉમેશ ગાલા સહીતનાઓના હસ્તે કરવામાં આવેલ. જેમાં રાજકોટના જૈન અને ભાજપ અગ્રણી મયુરભાઇ શાહની સુપુત્રી રાજવી શાહનો પણ ગત સી.એસ. ફાઉન્ડેશનમાં ઓલ ઇન્ડીયા લેવલે ૧૫મો ક્રમ આવતા તેમનુ પણ ત્યાં બહુમાન કરી એવોર્ડ એનાયત કરવામાં આવેલ. વધુ એક યશકલગી સાથે રાજવી શાહ એ ફરી એક વાર મોદી સ્કુલ, જે. કે. શાહ કે જે દેશ વિદેશ લેવલે સી.એ., સી.એસ.અને પ્રોફેશનલ્સને  ભારતભરમાં શિક્ષણ આપવા માટે અવલ્લ નંબરે છે તેમજ શાહ પરિવારનું ગૌરવ વધારેલ છે. હાલ રાજવી શાહ સી.એસ. સાથે ભારતની ખ્યાતનામ કોલેજ ગુજરાત નેશનલ લો યુનિવર્સીટીમાં લોનો અભ્યાસ કરી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.