Abtak Media Google News

સંસદમાંથી ૩.૩૦ કલાકે નો ડયુ સર્ટીફિકેટ આપ્યું તો રાઠવાએ ઉમેદવારી પત્ર સાથે ૩.૦૦ વાગ્યે ડયું સર્ટી રજૂ કર્યું: તપાસ શરૂ

આગામી ૨૩ માર્ચ યોજાનારી રાજયસભાની ચૂંટણી પૂર્વે ભાજપ દ્વારા ગુજરતાનાં કોંગ્રેસના રાજયસભાનાં ઉમેદવાર નારણ રાઠવાને બરાબરનાં ભીડવી દીધા છે, ભાજપે ચોકાવનારો ઘટસ્ફોટ કરતા જણાવ્યું હતુ કે સંસદે ૩.૩૦ કલાકે નારણ રાઠવાને નો ડયુ સર્ટીફીકેટ ઈશ્યું કર્યું હતુ પરંતુ રાઠવાએ ૩ વાગ્યે ઉમેદવારી પત્ર સાથે નોડયુ સર્ટીફીકેટ રજૂ કર્યું છે જે બોગસ હોવાનો દાવો ભાજપના મંત્રી રવિશંકર પ્રસાદે કરી આ મામલે અધ્યક્ષ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હોવાનું જણાવ્યું હતુ.

Advertisement

રાજયસભાની ચૂંટણીને લઈ ગુજરાતની બે બેઠકોને લઈ ભારે ઉત્કંઠા જાગી છે. ત્યારે રાજયસભાનાં કોંગ્રેસના ઉમેદવાર નારણ રાઠવાએ પોતાનાં ઉમેદવારી પત્ર સાથે બોગસ ડોકયુમેન્ટો જોડયા હોવાનો ઘટસ્ફોટ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ અને ગુજરાત પ્રદેશ ભાજપનાં અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ કર્યો છે. ભાજપ અગ્રણીઓનાં જણાવ્યા મુજબ નારણ રાઠવાએ પોતાના ઉમેદવારી પત્ર સાથે ૩ વાગ્યે નો ડયુ સર્ટીફીકેટ જોડલે છે હકકીતમાં આ સર્ટીફીકેટ સંસદ દ્વારા ૩.૩૦ કલાકે ઈશ્યુ કરાયુ હતુ તો ૩ વાગ્યે તેમણે ઉમેદવારી પત્ર સાથે રજૂ કરેલુ સર્ટીફિકેટ કયાંથી આવ્યું. આ ઉપરાંત દાગી નારણ રાઠવાએ પોતાના ઉમેદવારી પત્ર સાથે જોડેલા સોગંદનામામાં તેમના પર લાગેલા ગભીર આક્ષેપો પણ દર્શાવ્યા ન હોવાનો આક્ષેપ ભાજપ દ્વારા કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૧૪માં પૂર્વ કેન્દ્રીય મંત્રી નારણ રાઠવા વિરૂધ્ધ અમરેલીની રેખા વાઘેલા નામની મહિલાએ ગંભીર આક્ષેપો લગાવ્યા હતા અને નારણ રાઠવા સાથે સંબંધોથી રેખાબેન વાઘેલાને બે સંતાનો થયા હોવાનો દાવો કરી તેમના બંને સંતાનોનાં ડી.એન.એ. ટેસ્ટની માંગણી પણ કરી હતી.

આ સંજોગોમાં હાલ તૂર્તતો રાજયસભાની ચૂંટણીને લઈ કોંગ્રેસે નારણ રાઠવાને પસંદ કરી જોખમ ઉઠાવ્યું છે. અને ઉમેદવારી પત્ર સાથે બોગસ ડોકયુમેન્ટ જોડવા મામલે સંસદ દ્વારા તપાસ પણ શરૂ થઈ ગઈ હોવાનું જાણવા મળ્યું છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.