Abtak Media Google News

શિયા વકફ બોર્ડે સુપ્રીમમાં સમાધાનનો પ્રસ્તાવ રજુ કર્યો અયોઘ્યામાં રામમંદીર અને લખનઉમાં મસ્જીદ બનાવો

છેલ્લા ઘણાં વર્ષોથી રામજન્મભૂમિ અયોઘ્યામાં રામમંદીર મસ્જીદ બનાવવા મુદ્દે વિવાદ ચાલી રહ્યો હતો. ત્યારે આ વિવાદના ઉકેલ માટે શિયા વકફ બોર્ડે સુપ્રિમમાં કોર્ટમાં સમાધાનનો એક નવો પ્રસ્તાવ રજુ કર્યો છે. જેમાં જણાવાયું  હતું કે અયોઘ્યામાં રામમંદીરનું અને મસ્જીદનં લખનઉમાં નિર્માણ કરી આ વિવાદનો અંત લાવી શકાય તેમ છે. જેના પગલે હવે અયોઘ્યા નગરીમાં રામલલાને બિરાજવાનો તખ્તો તૈયાર થઇ રહ્યો છે.

સીયા વકફ બોર્ડના ચેરમેન વસીમ રીઝવીએ કહ્યું કે, રામજન્મભુમિ વિવાદ સાથે સંકળાયેલા તમામ પક્ષકારો સાથે ચર્ચા કયા બાદ જ આ ફોર્મ્યુલા રજુ કરાઇ છે. અને મસ્જીદના નિર્માણ માટે રાજય સરકારે લખનઉના હુસૈનાબાદ વિસ્તારમાં એક એકર જમીન ફાળવવી જોઇએ. આ સમગ્ર પ્રસ્તાવ શિયા વકફ બોર્ડે સુપ્રિમ સમષ મુકયો છે. વસીમ રીઝવી બાદ હવે અયોઘ્યાના કેટલાક  મહંત પણ પાંચમી ડિસેમ્બર પહેલા સુપ્રીમ આગળ સમાધાનની ફોમ્યુલર રજુ કરે તેવી સંભાવના છે.

યુપીના શીયા વકફ બોર્ડના વસીમ રીઝવીની સમાધાનની આ ફોર્મ્યુલા સામે સુન્ની સેન્ટ્રલ વકફ બોર્ડે ઘણા પ્રશ્નો ઉભા કર્યા છે. જેમાં ઇકબાલ અન્સારીએ જણાવ્યું કે, શિયા કમીટી જ વસીમ રીઝવીને માન્યતા આપતી નથી અને અમારે ત્યાં સુન્ની વકફ બોર્ડ નિર્ણય કરશે તે જ માન્ય

ગણાશે અને અમે ફકત અદાલતનો નિર્ણય માનીશું તેમ કહ્યું હતું.

જો કે, રીઝવીએ કોર્ટમાં રજુ કરેલા આ પ્રસ્તાવ સાથે રામજન્મ ભૂમિ ટ્રસ્ટના વડા મહંત નૃત્ય ગોપાલદાસ, મહંત નરેન્દ્રગીરી, રામવિલાસ વેદાંતી, સુરેશ દાસ અને ધર્મદાસ સહિતના હિંદુ પત્રકારો સહમત છે. અને આ સમાધાનથી દેશમાં ભાઇચારો અને શાંતિ સુનિશ્ર્ચિત બનશે. સુપ્રીમ સમક્ષ શિયા વકફ બોર્ડે મુકેલ સમાધાનના પ્રસ્તાવમાં જણાવાયું છે કે વિવાદીત જમીન પર સુન્ની વકફ બોર્ડનો અધિકાર નથી. આથી અયોઘ્યામાં રામમંદીર બનવું જોઇએ. અને મસ્જીદના નિમાર્ણ માટે લખનઉમાં જમીન ફાળવવી જોઇએ આ માટે સરકારે દખનઉના હુસૈનાબાદમાં નજુલની ખાલી પડેલી એક એકર જમીન મુસ્લીમોને આપવી જોઇએ. અને અહીં બનનારી મસ્જીદ એ અમન કોઇ મોગલ બાદશાહના નામે નહિ હોય

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.