રણજી ટ્રોફી : તામિલનાડુ સામે દિલ્હીના અને અન્ડર 19 ભારતીય ટીમના સુકાની યશ ધુલે સદી ફટકારી

નર્વસ 90માં યશ ધુલને મળ્યું હતું જીવનદાન

અબતક, નવીદિલ્હી

હાલ રણજી ટ્રોફી શરૂ થઈ ચૂકી છે ત્યારે દિલ્હી અને તામિલનાડુ વચ્ચે મેચ રમાયો હતો. આ પ્રથમ ઇનિંગ માં અંડર-19 ભારતીય ટીમના સુકાની યસ ધુલે સદી ફટકારી હતી અને પોતાના કૌશલ્યનું પ્રદર્શન કર્યું હતું. સૌથી મોટી વાત એ પણ છે કે આ મેચમાં યસ ધુલેને એક નરવસ નાઇન્ટિમાં જીવનદાન મળ્યું હતું જેનો ફાયદો તેને ખૂબ સારી રીતે ઉઠાવ્યો હતો.

એક સિરીઝના બ્રેક બાદ જશે જે પોતાની આક્રમકતા દાખવી હતી તેને જોઈ ક્રિકેટમાં અનેક તર્ક-વિતર્કો થઈ રહ્યા છે. 150 બોલમાં છે 113 રન નોંધાવ્યા હતા જેમાં 18 ચોકા નો સમાવેશ થયો છે. દિલ્હીની ટીમ મજબૂત સ્થિતિમાં જોવા મળી રહી છે જેમાં લલિત યાદવ પણ પોતાની આક્રમક રમત દાખવી તામિલનાડુના બોલરો પર હાવી થઈ રહ્યો છે. સૌથી મોટી વાત એ છે કે યશ ધુલ પોતાનું ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું છે અને તેમાં જ તેને પોતાની સદી ફટકારી છે.

આઇપીએલના મેગા ઓપરેશનમાં વ્યસ્ત ઢોલ સહિત અંદરના અનેક ખેલાડીઓનું પસંદગી કરવામાં આવી છે જેનું સૌથી મોટું કારણ તે છે કે હાલના જે યુવા ખેલાડીઓ છે તેમની ટેકનીક અને તેમની જે છેલ્લી છે તે સૌથી વધુ જોવા મળી રહી છે અને આવનારા સમય માટે આ કૌશલ્ય ખૂબ જ મહત્વપૂર્ણ ટીમ માટે પણ સાબિત થશે ત્યારે આગામી મેચોમાં જો આ પ્રકારના યુવા ખેલાડીઓને તક આપવામાં આવે તો ભવિષ્યમાં ભારતીય ટીમ ખૂબ જ મજબૂત બનશે.