Abtak Media Google News

રધુવંશમ કાવ્યમાં સીતા ત્યાગના પ્રકરણમાં ઉલ્લેખ

સીતાનું અપહરણ કોણે કર્યું હતું?, આ પ્રશ્નનો જવાબ નાના-નાના બાળકો પણ જાણતાં હોય છે. પરંતુ ગુજરાત બોર્ડની ધોરણ ૧૨ની સંસ્કૃતની ચોપડીમાં જે છાપવામાં આવ્યું છે તે રામાયણને પણ ખોટું ઠેરવે છે. ધોરણ ૧૨ની સંસ્કૃતની ચોપડીમાં છપાયું છે કે રાવણ નહીં શ્રીરામે સીતા માતાનું અપહરણ કર્યું હતું! સીતાનું અપહરણ રાવણ નહીં રામે કર્યું હતું

સંસ્કૃત પાઠ્યપુસ્તકના પાના નંબર ૧૦૬ના એક ફકરામાં લખાયું છે કે, કવિએ રામના પાત્રનું સુંદર આલેખન કર્યું છે. રામે કરેલા સીતાના અપહરણની હૃદયસ્પર્શી રજૂઆત લક્ષ્મણે રામને કરી છે. આટલું જ નહીં આ પુસ્તકમાં આ પ્રકારની અસંખ્ય ભૂલો કરાઈ છે. માત્ર અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ જ આ પ્રકારની ભૂલોના શિકાર થયા છે, કારણકે ગુજરાતી માધ્યમના પુસ્તકમાં કાલિદાસે લખેલી રઘુવંશમનો આ ફકરો સાચો છપાયો છે.

સંસ્કૃતના રિટાયર્ડ પ્રોફેસર વસંત ભટ્ટે કહ્યું કે, સૌ કોઈ જાણે છે કે સીતાનું અપહરણ રાવણે કર્યું હતું. અને રઘુવંશમમાં પણ એ જ લખાયું છે. ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ, ગાંધીનગરના કાર્યવાહક પ્રમુખ ડો. નીતિન પેથાણીએ પહેલાં તો આ છબરડા અંગે જાણ ન હોવાની વાત કરી પરંતુ બાદમાં ભૂલ સ્વીકારી. પેથાણીએ કહ્યું કે, ભાષાંતર દરમિયાન રાવણના બદલે રામ થઈ ગયું છે. પરંતુ ગુજરાતી માધ્યમના પુસ્તકમાં કોઈ ભૂલ નથી.ક

વર્ષ ૨૦૧૪માં અમારા સહયોગી ટાઈમ્સ ઓફ ઈંડિયાએ એરર ટેરર નામનું એક કેમ્પેન કર્યું હતું.

જેમાં ધોરણ ૬થી૮ના પુસ્તકોમાંથી ઉડીને આંખે વળગે તેવી ભૂલો શોધી હતી. દાખલા તરીકે, જાપાને અમેરિકા પર ન્યૂક્લિયર બોમ્બ ફેંક્યો હતો અને કૂતુબ મિનાર શહેરનું નામ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.