Abtak Media Google News
  • અંક કુંડલીમાં આવતા રીપિટ નંબરનું વ્યવહારિક જીવનમાં વિશેષ મહત્વ

ભારત માં પ્રાચીન જ્યોતિષવિજ્ઞાન એ ખૂબ પ્રખ્યાત છે જેમાં નું અંકવિજ્ઞાન એ એક એવુંવિજ્ઞાન છે જેનાથી લોકોના જીવનચરિત્ર અને જીવનશૈલીનો ખ્યાલ આવે છે. ભારતના ઘણા નામચીન લોકો અંકવિજ્ઞાન પર ખૂબ વિશ્વાસ કરે છે. એમાં જામનગર ના સુવિખ્યાત એવા એક અંકવિશેષજ્ઞ “MasterJinals” એ અબતક દ્વારા અંકકુંડળી માં રિપીટ થતા નંબરનું શું પ્રભુત્વ છે તે જણાવ્યું હતું.

“MasterJinals” એ જણાવ્યું હતું કે કોઈપણ અંકકુંડળી માં જ્યારે કોઈ અંક એકવાર આવે તો તેની કોઈ ખરાબ અસર થતી નથી પરંતુ બે વાર કોઈ અંક આવે તો તેની સારી અસર થાય છે અને જ્યારે બેથી વધુ વાર કોઈ અંક આવે ત્યારે તેની નકારાત્મક અસર થાય છે. ત્યારે અંકકુંડલી માં આવતા રીપિટ અંકો ને લીધે આવતી નેગેટિવ એનર્જી ને બેલેન્સ કરવા શું શું કરવું તે માટે ના ઉપાયો આજ ના એપિસોડના પ્રસારણ માં વિગતવાર જણાવેલ જે આજે સાંજે 7: 30 કલાકે પ્રસારિત થશે.

અંક “1” સૂર્ય નો નંબર છે. જો અંક “1” કોઈ વ્યક્તિ ની અંકકુંડલી માં 2 વાર આવે તો તેનું કોમ્યુનિકેશન સારું હોય છે પણ જો બે થી વધુ વાર આવે તો તેનું કોમ્યુનિકેશન બગડી શકે છે અને તે વધુને વધુ બોલે છે.

અંક “2” ચંદ્ર નો નંબર છે. જો અંક “2” કોઈ વ્યક્તિ ની અંકકુંડલી માં 2 વાર આવે તો એવા લોકો બીજા ને જજ સારી રીતે કરી શકતા હોય છે. 2 થી વધારે વાર આવે તો તેમનો સ્વભાવ એવો થઈ જાય છે કે એ કોઈ સાથે ભળી નથી શકતા અને એમને એકલું રહેવું ગમે તે મુજબ નો સ્વભાવ થઇ જાય છે.

અંક “3” ગુરુ નો અંક છે જે નોલેજનો અંક છે. જો અંક “3” કોઈ વ્યક્તિ ની અંકકુંડલી માં 2 વાર આવે તો તે સારા લેખક બની શકે. 2 વાર થી વધારે વાર આવે તો તેનાથી થતી વિપરીત અસર માં તે વણમાંગી સલાહ આપી શકે છે.

અંક “4” રાહુ નો નંબર છે અને તેવા વ્યક્તિ ખૂબ મહેનતી હોય છે. જો અંક “4” કોઈ વ્યક્તિ ની અંકકુંડલી માં 2 કે એથી વધારે વાર આવે તો એમને હેલ્થ ઇસ્યુ આવી શકે છે.

અંક “5” બુધ નો અંક છે. કોઈ વ્યક્તિ ની અંકકુંડલી માં “5” અંક 2 વાર આવે તો એવા લોકો વધુ સાહસી હોય છે અને 2 થી વધારે વાર આવે તો તેની વિપરીત અસર થી તે વ્યકિત ના વેણ એવા હોઈ છે કે જેથી બીજા ને દુ:ખ પહોંચી શકે છે.

અંક “6” શુક્ર નો અંક છે જે પરીવારનો અંક છે. જો અંક “6” કોઈ વ્યક્તિ ની અંકકુંડલી માં 2 વાર આવે તો તે વ્યકિત પોતાની ભયિફશિંદશિું નો ખુબ સારી રીતે ઉપયોગ કરી શકે છે અને 2 થી વધારે વાર આવે તો તેની વિપરીત અસર માં તેમને પરિવાર ની ખૂબ ચિંતા થયા કરે છે.

અંક “7” કેતુ નો અંક છે. તે હંમેશા દિલ થી વિચારે છે અને જો અંક “7” કોઈ વ્યક્તિ ની અંકકુંડલી માં 2 કે તેથી વધારે વાર આવે તો તેને જીવન માં દગો મળવાની શકયતા રહે છે.

અંક “8” શની નો અંક છે જે ન્યાયાધીશ છે. જો અંક “8” કોઈ વ્યક્તિ ની અંકકુંડલી માં 2 થી વધારે વાર આવે તો એના જીવન માં સંઘર્ષ ખૂબ વધી જતો હોય છે અને તેવા લોકો ની વિચારસરણી ભૌતિકસુખ મેળવવા તરફ ઢળતી જાય છે.

અંક “9” મંગળ નો અંક છે. જો અંક “9” કોઈ વ્યક્તિ ની અંકકુંડલી માં બે થી વધુ વાર આવે તો તેમને સ્વાસ્થ્યના પ્રોબ્લેમ રહે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.