Abtak Media Google News

ઋષિકુમાર શુક્લાની નવા સીબીઆઈ ડાયેક્ટર તરીકેની નિમણૂક કરાઈ છે. તેઓ 1983 બેચનાં IPS અધિકારી છે અને મધ્યપ્રદેશનાં પોલીસ મહાનિયામક પણ રહી ચુક્યા છે.

સરકારે તેમની સીધી નિમણૂક કરી હોવાની વાતો પણ ચર્ચાઈ રહી છે, જ્યારે એક દિવસ પહેલા જ વડાપ્રધાનની આગેવાની વાળી બેઠકે બીજી વખત પણ બેઠક કરી હતી. મળતી માહિતી પ્રમાણે આ બેઠકમાં તપાસ એજન્સીનાં ડાયરેક્ટર પદ પરની નિમણૂક અંગેનો કોઈ નિર્ણય લેવામાં આવ્યો ન હતો.

ઋષિ શુક્લા મૂળ ગ્વાલિયરનાં રહેવાસી છે. શરૂઆતી તેમનું પોસ્ટિંગ CSP રાયપુર કરવામાં આવ્યુ હતુ. તેઓ દમોહ, શિવપુરી અને મંદસૌર જિલ્લામાં પણ SP રહી ચુક્યા છે. શુક્લા 2009 થી 2012 સુધી ADG ઈન્ટેલિજેન્સ પણ રહી ચુક્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.