Abtak Media Google News

ભારતીય ક્રિકેટ બોર્ડે સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ત્રણેય ફોર્મેટની ટીમોની જાહેરાત કરી છે. સૂર્યકુમારને ટી20 અને કે.એલ રાહુલને વનડે ટીમમાં કેપ્ટન તરીકે પસંદ કરવામાં આવ્યો છે, જ્યારે રોહિત શર્મા ટેસ્ટ ટીમમાં કમાન સંભાળશે. રોહિત શર્મા અને વિરાટ કોહલીને વ્હાઇટ બોલ સિરીઝ માટે આરામ આપવામાં આવ્યો છે. અનુભવી બોલર જસપ્રીત બુમરાહને પણ આ બંને સીરીઝમાં સામેલ કરવામાં આવ્યો નથી. આ ઉપરાંત મોહમ્મદ શમી પણ ફિટનેસને આધીન હોવાનું કહેવાય છે. તેનો અર્થ એ છે કે તે હાલમાં તબીબી સારવાર હેઠળ છે અને ટેસ્ટ સીરીઝમાં ભાગ લેવા માટે ફિટ થશે.

ભારતીય ટીમની જાહેરાત : ટી20માં સૂર્યકુમાર યાદવને ટીમની જવાબદારી સોંપાઈ

બીસીસીઆઈએ એક મીડિયા રીલીઝ જારી કરીને ટીમની જાહેરાત કરી છે. જેમાં બોર્ડે જણાવ્યું છે કે રોહિત શર્મા અને વિરાટ કોહલીએ સાઉથ આફ્રિકાના પ્રવાસ પર રમાનાર સીમિત ઓવરોની સીરીઝ માટે બ્રેકની માંગ કરી હતી. બીસીસીઆઈએ ટ્વીટ કરીને લખ્યું કે રોહિત શર્મા અને વિરાટ કોહલીએ બોર્ડને સાઉથ આફ્રિકા પ્રવાસના સફેદ બોલ તબક્કામાંથી આરામ માટે વિનંતી કરી હતી. મોહમ્મદ શમી હાલમાં તબીબી સારવાર હેઠળ છે અને તેની ઉપલબ્ધતા ફિટનેસ પર નિર્ભર રહેશે. જણાવી દઈએ કે જસપ્રીત બુમરાહને વનડે અને ટી20 ટીમમાં શા માટે જગ્યા નથી મળી તે અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી.

ટી20 વર્લ્ડ કપ 2024ને ધ્યાનમાં રાખીને રોહિત શર્મા અને વિરાટ કોહલીને આ પ્રવાસ માટે ટી-20 ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે તેવી અટકળો ચાલી રહી હતી, પરંતુ બોર્ડે માત્ર યુવા ખેલાડીઓ પર જ વિશ્વાસ રાખ્યો હતો. બીસીસીઆઈ વિરાટ કોહલી અને રોહિત શર્માને ટી20 અને વન્ડેમાં  આરામ આપવાનો નિર્ણય કર્યો છે. રોહિત અને વિરાટ વનડે વર્લ્ડ કપની ફાઈનલ બાદ આરામ પર છે. હવે આ બંને મહાન ખેલાડીઓ સાઉથ આફ્રિકા સામેની 2 ટેસ્ટ મેચની શ્રેણીમાં ભાગ લેશે. બંને ખેલાડીઓએ તેમની છેલ્લી ટી20 મેચ ગયા વર્ષે ટી20 વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડ સામે સેમિફાઈનલમાં રમી હતી. જે બાદ વનડે વર્લ્ડ કપની તૈયારી કરી રહેલા આ બંને બેટ્સમેનોની ટી-20 ટીમમાં પસંદગી કરવામાં આવી ન હતી.

– ટી20 માટે ભારતીય ટીમ

યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, રૂતુરાજ ગાયકવાડ, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ (કે), રિંકુ સિંહ, શ્રેયસ અય્યર, ઈશાન કિશન (વિકેટકીપર), જીતેશ શર્મા (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા (ઉપસુકાની), વૉશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, કુલદીપ યાદવ , અર્શદીપ સિંહ, મોહમ્મદ સિરાજ, મુકેશ કુમાર, દીપક ચહર.

– વનડે સિરીઝ માટે ભારતીય ટીમ

રુતુરાજ ગાયકવાડ, સાંઈ સુદર્શન, તિલક વર્મા, રજત પાટીદાર, રિંકુ સિંહ, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (કેપ્ટન), સંજુ સેમસન (વિકેટકીપર), અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, મુકેશ કુમાર, અવેશ ખાન , અર્શદીપ સિંહ, દીપક ચહર.

– ટેસ્ટ સિરીઝ માટે ભારતીય ટીમ

રોહિત શર્મા (સુકાની), શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, રુતુરાજ ગાયકવાડ, ઈશાન કિશન (કિપર), KL રાહુલ (કીપર), રવિચંદ્રન અશ્વિન, રવીન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ સિરાજ, મુકેશ કુમાર, મોહમ્મદ. શમી*, જસપ્રીત બુમરાહ (ઉપસુકાની), પ્રસિદ્ધ કૃષ્ણા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.