Abtak Media Google News
  • આધ્યાત્મિક અને સંગીત ક્ષેત્રે અગ્રેસર
  • ‘અબતક’ની શુભેચ્છા મૂલાકાતમાં કલાકાર સભ્યોએ આપી માહિતી
  • સંસ્થામાં 200થી વધુ કલાકાર  મેમ્બરોમાં ડોકટરો, એન્જીનિયરો,વકીલો, અધ્યાપકો, ઉદ્યોગપતિઓ વેપારીઓનો સમાવેશ

રોયલ એકેડેમી ઈન્ડિયા ઘણા વર્ષોથી આધ્યાત્મિક અને સામાજિક એક્ટિવિટીઓ વિશાળ પ્રમાણમાં કરે છે. દર રવિવારે બપોરે આધ્યાત્મિક પ્રવચન અને જાપ થી એકેડેમી અનોખી પ્રેરણાદાયક પ્રવૃતિઓ કરે છે. સંગીત ક્ષેત્રે ઉભરતા નવા કલાકારો આગળ લઈ આવવા માટે ખૂબ જ પ્રોત્સાહિત કરીને રોયલ એકેડેમી ઈન્ડિયા અનોખી ભૂમિકા ભજવી રહ્યું છે. આગામી તા.3-3-2024 ને રવિવારે રાત્રે 8:30 કલાકે હેમુ ગઢવી હોલ,રાજકોટ ખાતે એક ભવ્ય કાર્યક્રમ યોજવા જઈ રહ્યું છે.

‘અબતક’ની શુભેચ્છા મૂલાકાતે આવેલા રોયલ એકેડેમી ઈન્ડિયાના કલાકાર સદસ્યો ડો. કિશોર રાઠોડ વોઈસ ઓફ રફી, સંજયભાઈ સંઘવી વોઈસ ઓફ કુમારસાનુ, પ્રભુદાસ રાજાણી વોઈસ ઓફ કિશોરકુમાર, વિનોદભાઈ ઠકરાર વોઈસ ઓફ મુકેશ, હેમંતકુમાર, ફાલ્ગુનીબેન મહેતા વોઈસ ઓફ આશા ભોંસલે, એંજલબેન ગાધી વોઈસ ઓફ લતા મંગેશકર, સોનલબેન ચાવડા વોઈસ ઓફ લતા મંગેશકર-આશા ભોસલે, મીતાબેન રાજાણી વોઈસ ઓફ લતા મંગેશકર, પ્રજ્ઞાબેન પીલોજપરા વોઈસ ઓફ લતાજી-આશાજી, ઉષાજી, નલિનભાઈ આહ્યા વોઈસ ઓફ હેમંતકુમાર, ચંદ્રકાંતભાઈ શેઠ વોઈસ ઓફ મુકેશ, મીતા રાજાણી અને મીના રાજાણી વોઈસ ઓફ લતાજી, હિતેષભાઈ પંડયા વોઈસ ઓફ કિશોરકુમારએ કાર્યક્રમ અંગેની વિગત આપતા જણાવ્યું હતુ કે આ સંસ્થાના બસોથી વધારે  કલાકાર મેમ્બરોમાં  ડોકટર, વકીલ, ઉદ્યોગપતિ, વેપારી વગેરે છે જે માત્રને માત્ર નિજાનંદ માટે પોતાની કલા પ્રસ્તુત કરી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરે છે.વોઈસ ઓફ મહમદ રફી ડો. કિશોર રાઠોડે એક પ્રશ્ર્નના ઉતરમાં જણાવ્યું હતુ કે, રાજકોટ  હંમેશા આધ્યાત્મિક, સામાજીક,  રાજકીય અને સંગીતના રંગમાં તરબોળ થતું આવ્યું છે. તેથી જ  કદાચ તેને રંગીલુ  રાજકોટ કહેવાતુ હશે.

Royal Academy Artists Will Perform New And Old Film Songs On Sunday
Royal Academy artists will perform new and old film songs on Sunday

રફી સાહેબના ગીતો ગાવાની પ્રેરણા કેવી રીતે  થઈ તે પ્રશ્ર્નના  જવાબમાં  તેઓએ જણાવ્યું હતુ કે આ સંગીત સંસ્થા  આધ્યાત્મિક સાથે જોડાયેલી છે. અને ઈશ્ર્વર સુધી પહોચવા સંગીત ઉતમ ટોનીક છે.  એટલે જ  કહ્યું છે કે  ‘સ્વરથી ઈશ્ર્વર’ અને ખાસ કરીને બીજાને મદદરૂપ થવાના અનેક કિસ્સાઓ રફી સાહેબના છે અને તેઓએ  અનેક ગીતો સાથે ભજનો ગાયા છે. આધ્યાત્મિકતા અને સંગીતના સમનવયની રફી સાહેબની વિચારધારા મને સ્પર્શી ગઈ.

અંતમાં તેઓએ જણાવ્યું હતુ કે રાજકોટમાં જુદા જુદા ક્ષેત્રના અનેક કલાકારો છે. માત્ર તેને પ્લેટફોર્મની જરૂર છે.

222 ઉપરાંત સિંગર્સ મેમ્બરો ધરાવતું “રોયલ એકેડેમી ઇન્ડિયા” નવા ગાયકોને પ્રોત્સાહન અને સંગીત પ્રેમીઓનું એક માત્ર નોન-કોમર્શીયલ આદર્શ ગૃપરોયલ ખાતે યોજાનાર એકેડેમી ઇન્ડિયા ના  રવિવારે હેમુ ગઢવી હોલ ખાતે યોજાનાર  લાઇવ કાર્યક્રમ માટે કાર્ડ મેળવવા નિશુલ્ક   નલીનભાઈ આહ્યા-81283-45459 અને વિનોદભાઈ ઠકરાર-98242-37719 પર સંપર્ક કરી મેળવી શકો છે. શકાશે.

Royal Academy Artists Will Perform New And Old Film Songs On Sunday
Royal Academy artists will perform new and old film songs on Sunday

રાજકોટના જાણીતા સંગીત ઇન્સ્ટીટયુટના અગ્રણીઓને આ કાર્યક્રમમાં ધારાસભ્ય દર્શિતાબેન શાહ અને મેયર નયનાબેન પેઢડીયા, વજુભાઈ વાળા, નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર તેમજ આરડીસી ગાંધીને મુખ્ય મહેમાન તરીકે આમંત્રિત કરવામાં આવ્યા છે. આ લાઇવ કાર્યક્રમમાં મેહુલભાઈ રવાનીના એન્કરીંગ સાથે   તુષારભાઈ ગોસાઈની ટીમ ઓરકેસ્ટ્રા સાથે   કલાકારોના કંઠે નવા જૂના ગીતો સાથે આ અનેરો લાઇવ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. સમગ્ર કાર્યક્રમના નિમિત બનનાર  ચંદ્રકાંત શેઠ અને સમગ્ર રોયલ એકેડેમી ઇન્ડિયા દ્વારા કલાકારો   ફાલ્ગુનીબેન મહેતા, ડો.કિંજલબેન પરમાર, સોનાબેન શાહ, માણસુરભાઈ દાવેરા, પીયુષભાઇ જેઠવા, એન્જલબેન ગાંધી, હર્ષભાઈ અઢિયા, હર્ષલભાઈ ભટ્ટ અલ્કાબેન સંધવી, મયુરભાઈ મહેતા, ભરતભાઈ તલસાણીયા, ડો.કિશોરભાઈ રાઠોડ, અંકીતભાઈ ત્રિવેદી, પ્રજ્ઞાબેન પીલોજપરા, મધુકરભાઈ મહેતા, સંજયભાઈ સંઘવી, રમેશભાઈ દૈયા, પીનાકીનભાઈ ત્રિવેદી, વિભાબેન દવે, અતુલભાઈ મહેતા, સાધનાબેન સંઘવી સંજયભાઈ પંડ્યા, સોનલબેન ચાવડા, મહેશભાઈ ચાવડા, મુન્નાભાઈ ઠકકર, નીતાબેન ઉપાધ્યાય જેવા સિંગર્સ ભાગ લેવાના છે અને નવા જુના ગીતો સાથે મોજ અને મસ્તી સાથે એક ભવ્ય કાર્યક્રમ માટે    રોયલ એકેડેમી કારોબારીની 18 ની ટીમ સુંદર આયોજન માટે કામગીરીમાં લાગેલી છે.ઊભરતા કલાકરો માટે રોયલ સંગીત એકેડેમી હોલ તેમજ ઋષભ વાટિકાની સુવિધા નિશુલ્ક પૂરી પાડવામાં આવે છે તેમ પણ જણાવ્યું હતુ.

એન્કર-સંગીત પ્રભુદાસ રાજાણીના જન્મદિને બીજી માર્ચે ફિલ્મી ગીતો ગુંજશે

રોયલ એકેડેમી ઈન્ડિયાના એન્કર અને સીંગર પ્રભુદાસભાઈ ગોંડલીયાના જન્મદિને તા.2જી માર્ચે  રાત્રે 9 કલાકે રોયલ એકેડેમી હોલ, નવકાર વર્લ્ડ ગોંડલ રોડ ખાતે જુના-નવા હિન્દી ફિલ્મ ગીતોના કરાઓકે કાર્યક્રમમાં વીસેક કલાકારોના કંઠનોનાદ ગુંજશે. આ કાર્યક્રમ પણ નિજાનંદ માટે વિનામૂલ્યે રાખવામાં આવ્યો હોવાનું જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.