Abtak Media Google News
  • રહેવા-જમવા સાથે હોસ્ટેલની સુવિધા પણ નિ:શુલ્ક અપાય: તાલીમ બાદ સર્ટીફીકેટ આપી: સ્વતંત્ર વ્યવસાય શરૂ કરવા આપે છે સહયોગ
  • ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતમાં આરસેટીના સભ્યોએ આપી વિગત’

એસબીઆઇ બેંક તથા ગ્રામીણ વિકાસ મંત્રાલય ભારત સરકાર અને ગ્રામ વિકાસ એજન્સી (જીએલપીસી) ગુજરાત સરકાર તરફથી મોરબી જીલ્લાના ગામડામાં વસતા 18 થી 45 વર્ષની વય જૂથના બીપીએલ/અંત્યોદય કાર્ડ/મનરેગા જોબકાર્ડ/સખી મંડળના સભ્ય / જઊઈઈ / ઙખઅઢ યાદી સમાવિષ્ટ તમામ બેરોજગાર યુવક – યુવતીઓને ફૂલ ડે ની 60 થી વધારે પ્રકારની તાલીમ વિનામૂલ્યે આપવામાં આવે છે. હાલ સૌરાષ્ટ્ર યુનિવર્સીટી રાજકોટ, ગારર્ડી ગેટ પાસે, એ.જી. સ્ટાફ કોલોની સામે. એસ.બી.આઇ. ગ્રામીણ સ્વ-રોજગાર તાલીમ સંસ્થા(જઇઈં છજઊઝઈં)માં 30 દિવસની સ્ત્રી સિવણ કામ(ફેશન ડિઝાઇનિંગ)ની તાલીમ ચાલુ છે. આ તાલીમ આખો દિવસ સવારે 9:30 થી સાંજના 6:00 વાગ્યા સુધી શરૂ રહે છે તેમજ ઉત્તમ પ્રકારનું ચા-નાસ્તો અને જમવાનું તથા રહેવા માટે હોસ્ટેલની સુવિધા પણ નિ:શુલ્ક આપવામાં આવે છે. ઉક્ત તાલીમમાં તાલીમાર્થીઓને ઉચ્ચ કક્ષાની તાલીમ હેતુ તમામ પ્રકારનું રો-મટીરિઅલ નિ:શુલ્ક પુરૂ પાડવામાં આવે છે. સિવણ કામ(ફેશન ડિઝાઇનિંગ)ના તાલીમાર્થીઓને દરેક પ્રકારની કુર્તી, ડ્રેસ, મારવાડા, તુલીપ ધોતી, ચણીયા ચોલી, શર્ટ-પેન્ટ, કોટી, નાના બાળકો ઉનાળામાં પહેરી શકે તેવા સુતરાઉ કાપડના ડિઝાઇન કરેલ કપડા જેવા કે બેબી ફ્રોક, શદરા, ફેશન ડિઝાઇન યુક્ત લેટેસ્ટ જનરેશનને ગમે તેવા અને બાળકોના શરીર પર સુશોભિત લાગે તેવુ ડિઝાઇનર સિવણ કામ શીખવવામાં આવનાર છે, પ્રશિક્ષણ વિષય નિષ્ણાંત કિરિટભાઇ ચુડાસમા દ્વારા આપવામા આવે છે.

હાલ મોરબી જિલ્લાના હળવદ, વાંકાનેર, ટંકારા, માળીયા-મિયાણા અને મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારના બહેનો તાલીમ લઇ રહ્યા છે. તાલીમ બાદ તેમને સર્ટીફિકેટ આપવામાં આવે છે અને પોતાનો સ્વતંત્ર વ્યવસાય શરૂ કરવા સંસ્થા તરફથી એક કીટ તેમજ નાણાકીય જરૂરિયાત હોય તો લોન વિષે માહિતગાર કરવામાં આવે છે.

આ સંસ્થામાંથી અત્યાર સુધીમાં ઘણા ભાઇઓ અને બેહેનોએ તાલીમ લઇને પોતાનો સ્વતંત્ર વ્યવસાય શરૂ કરી આત્મનિર્ભર બન્યા છે.

આ સંસ્થા દ્વારા રાજકોટ જિલ્લાના અલગ-અલગ તાલુકામાં અથાણા પાપડ બનાવવા, અગરબતી બનાવવાની તાલિમ શરૂ છે. જેમા જસદણ તાલુકાના પ્રતાપપુર ગામે અને પડધરી તાલુકાના ઝિલરીયા ગામે અથાણા પાપડ બનાવવાની તાલિમ વિષય નિષ્ણાંત વિમળાબેન ખાખરા તેમજ નિશાબેન સોની અને ગોંડલ તાલુકાના કોલીથડ ગામે ધીરાભાઇ બારીયા દ્વારા હોમમેડ અગરબતી બનાવવાની તાલિમ આપી રહ્યા છે. વર્ષ 2024/25માં અત્યાર સુધીમા 284 જેટલા બહેનો સંસ્થામાંથી તાલિમ લઇ ચુક્યા છે અને આ વર્ષમાં સંસ્થા 1200 જેટલા બેરોજગાર ભાઇઓ-બહેનોને તાલિમબધ્ધ કરશે.

આ તાલિમ સાથેસાથે કોમ્પ્યુટરાઇઝડ ટેલી એકાઉન્ટ (12 કોમર્સ કરેલ બહેનો માટે)ની તાલિમ શરૂ કરવામાં આવનાર છે. જેમા કોઇ બહેનોને તાલિમ લેવી હોય તો જરૂરથી કોન્ટેક્ટ કરવો. સાથે સાથે 13 દિવસીય દોરીજુલાની તાલિમ શરૂ કરવામાં આવનાર છે. જેમા રાજકોટ અને મોરબી જિલ્લાના કોઇપણ બહેનો તાલિમ મેળવી શકશે. જેના માટે વહેલી તકે સંપર્ક કરવો અને જુલાઇ મહિનામા ફક્ત ભાઇઓ માટે મોબાઇલ રીપેરીંગ, ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફી એડીટીંગ, હેર સલૂન મેન પાર્લર, મેન ટેલરીંગ, તાલિમ શરૂ કરવામાં આવશે. જેમા કોઇ ભાઇઓએ તાલિમ મેળવવી હોય તો વહેલી તકે સંપર્ક કરવો.

આ પ્રકારની આર.સે.ટી. ભારતના તમામ 590 જીલ્લાઓમાં આવેલી છે. જે ગ્રામિણ વિકાસ મંત્રાલય ભારત સરકાર, જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી રાજ્ય સરકાર અને એસ.બી.આઇ. બેન્કના સહિયારા સાથથી સંચાલન થાય છે.

રાજકોટ અને મોરબી જીલ્લાના ગ્રામ્ય વિસ્તારના બેરોજગાર યુવક/યુવતીઓ સંસ્થાની મુલાકાત લઈને તાલીમ લેવા માટે આવી શકે છે. વધુ વિગત માટે ડીરેક્ટર વિજયસિંહ આર્ય મો.નં.76000 42345, ફેકલ્ટી જીગ્નેશગીરી ગોસ્વામી મો.નં.9978911008, ફેકલ્ટી સંદીપ મઢવી મો.નં.97373 97273 નો સંપર્ક કરી શકે છે.

‘અબતક’ની શુભેચ્છા મુલાકાતમાં ગુજરાત રાજ્યના સ્ટેટ ડાયરેક્ટર હરેશ જોષી, આર.સે.ટી. રાજકોટ ડાયરેક્ટર વિજયસિંહ આર્ય, ફેકલ્ટી જીગ્નેશગીરી ગોસ્વામી, ફેકલ્ટી સંદીપ મઢવી તેમજ તાલીમાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રાજ્ય સરકાર અને એસ.બી.આઇ. બેન્કના સહિયારા સાથથી સંચાલન થાય છે: વિજયસિંહ આર્ય

‘અબતક’ની શુભેચ્છા મુલાકાતમાં આરસેટી ડાયરેક્ટર વિજયસિંહ આર્યએ જણાવ્યું હતું કે આરસેટી ભારતના 590 જિલ્લાઓમાં આવેલી છે. જે ગ્રામીણ વિકાસ મંત્રાલય ભારત સરકાર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી રાજ્ય સરકાર અને એસબીઆઇ બેંકના સહિયારા સાથથી સંચાલન કરવામાં આવે છે. આ સંસ્થા 64 અલગ-અલગ 64 પ્રોગ્રામના વર્ગ ચાલી રહ્યા છે. આ સંસ્થા ખાસ કરી ગ્રામીણ વિકાસ અને ગ્રામીણ સ્વરોજગાર માટે તાલીમ આપતી સંસ્થા છે.  આ સંસ્થા યુવક અને યુવતીઓને વ્યવસાયથી અને સ્વરોજગારી આપે તેવી તાલીમ આપવાનો અને તાલીમ પછી તેમને પગભર બને ત્યાં સુધી સંભાળ લેવાનું કામ એસબીઆઇ ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા કરે છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.