Abtak Media Google News

 

આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતની વધતી જતી ભૂમિકા અને જવાબદાર રાષ્ટ્ર તરીકેના “સ્ટેન્ડ” ભારત માટે વિશ્ર્વની મહાસત્તાઓ વચ્ચે સંબંધોનું સંતુલન રાખવું આવશ્યક

અબતક, રાજકોટ

વિશ્વ યુદ્ધ પછી રાજદ્વારી શીતકાલ પછીના સમયમાં યુનોના સલામતી સમિતિના કાયમી સભ્યો ની જેમ ભારતનું રાજદ્વારી મહત્વ પણ વધતું જાય છે, અમેરિકા રશિયા અને ચીન ના પ્રભુત્વના જંગમાં ભારત કોની તરફેણમાં છે તે આંતરરાષ્ટ્રીય મંચ પર દિવસે દિવસે વધુને વધુ મહત્વનું બનતું જાય છે ત્યારે ભારતની બદલતી જતી રાજદ્વરી ભૂમિકા વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેન્દ્ર સરકાર દ્વારા અમેરિકા- રશિયા ચીન ની સંઘર્ષની સ્થિતિમાં ભારતની ભૂમિકા ને રાષ્ટ્રહિત ને લઈને ભારે સંતુલિત રાખવાનું વલણ અપનાવવામાં આવ્યું છે

અત્યારે યુક્રેનમાં આંતરવિગ્રહ અને યુદ્ધની પરિસ્થિતિ નિર્માણ થયું છે, અમેરિકા અને રશિયા વચ્ચે ઊભા થયેલા સંઘર્ષમાં પરિસ્થિતિ ગમે ત્યારે મળશે તેવી સ્થિતિ વચ્ચે ભારતની ભૂમિકા મહત્વની બની રહી છે દરમિયાન ભારતના “યજમાનપદે” વિશ્વના અનેક દેશો માટે લોકો આ કવાયત નું યજમાનપદ ની તક મળી છે ત્યારે આ યુદ્ધ અભ્યાસ માં અમેરિકા અને રશિયા પણ જોડાશે યુક્રેનના મુદ્દે ભારત તટસ્થ વલણ અપનાવી રહ્યું છે 25 ફેબ્રુઆરીથી 4 માર્ચ સુધી 40 થી 45 એસો.ના નેવી અધિકારીઓ અને પ્રતિનિધિમંડળ ની બેઠકમાં અમેરિકા ઓસ્ટ્રેલિયા ઇંગ્લેન્ડ જાપાન દક્ષિણ કોરિયા રશિયા ઈરાન સાઉદી અરેબિયા અને સમાન માંથી 14 થી 15 દેશોએ આ યુદ્ધ અભ્યાસ માં જોડાવાની સહમત દર્શાવી દીધી છે અમેરિકા ના પોર્ટ રોયલ એન ગાઈડેડ મિસાઈલરસિયા એ પણ પોતાના સૈનિકો ને આ અભ્યાસમાં સામેલ કરવા રજામંદી આપી દીધી છે

ચીન રશિયા અને અમેરિકા ની વિવિધ રાજકીય ધરીમાં પાકિસ્તાન અને ચીન ના સંબંધો સારા ગણવામાં આવે છે ભારત માટે રશિયા અને ચીન બન્ને ના રાજદ્વારી સંબંધો ની જાળવણી આવશ્યક છે ત્યારે ભારતની આ નોસેના અભ્યાસમાં અમેરિકા રશિયા સામેલ થવાના ભયથી ભારતનું આંતરરાષ્ટ્રીય સ્તરે મહત્વ વધ્યું છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.