Abtak Media Google News

અંબાજી સમાચાર

અંબાજી મંદિરનો પ્રસાદ બનાવવા માટે ઉતરતી કક્ષાના ઘીનો પુરવઠો પૂરો પડાતો હોવા અંગેના અહેવાલો જીસીએમએમએફ(અમુલ)ના ધ્યાનમાં આવતા હડકંપ મચી જવા પામી હતી.  જ્યારે આ પ્રકારની ગંભીર બાબત અંગે સાબરડેરી અને જીસીએમએમએફ(અમુલ) દ્વારા હાથ ધરાયેલી તપાસમાં જાણવા મળ્યું હતું કે આ ઉતરતી કક્ષાના ઘીનો પુરવઠો મોહિની કેટરર્સ દ્વારા અંબાજી મંદિરમાં પ્રસાદી માટે પૂરો પાડવામાં આવતો હતો મોહિની કેટરર્સ દ્વારા મંદિરના ટ્રસ્ટને પૂરા પાડવામાં આવતા ૧૫ કિલોના ઘીના ડબ્બા પર સાબરકાંઠા ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ મિલ્ક પ્રોડ્યુસર્સ યુનિયન (સાબર ડેરી)ના બનાવટી લેબલ લગાવાયા હતાં.

Advertisement

23

જ્યારે ફૂડ વિભાગ દ્વારા સીલ કરવામાં આવેલ ડબ્બાઓ ઉપર છાપવામાં આવેલ બેચ નંબર,ડબ્બાઓના સ્પેસિફિકેશન,ડબ્બાઓ ઉપર ચોટાડવામાં આવતા લેબલ અમૂલ ફેડરેશન દ્વારા નક્કી કરવામાં આવતા ધારા ધોરણો મુજબ નથી ઉપરોક્ત બાબતોને ધ્યાનમાં લઈને એ સાબિત થાય છે કે મોહિની કેટરર્સ દ્વારા અમૂલના માર્કા હેઠળ નકલી ઘી પેક કરીને વેચતા હોવાથી અમૂલની પ્રતિષ્ઠાને ઠેસ પહોંચાડવાનું હીન કૃત્ય કરવામાં આવ્યું છે .

ત્યારે આ સમગ્ર મામલે સાબર ડેરીએ ૩૦ સપ્ટેમ્બરના રોજ અંબાજી પોલીસ મથકે મોહિની કેટરર્સ અને અન્ય અજાણ્યા શખ્સો સામે હલકી ગુણવત્તાવાળા ઘીનો પુરવઠો પૂરો પાડવા તથા તેને અમૂલ ઘી તરીકે ખોટી રીતે રજૂ કરવાના મામલે ફરિયાદ દાખલ કરી હતી અને આ મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જ્યારે આ મામલે સાબરડેરીએ સ્પષ્ટતા કરતાં જણાવ્યું છે કે અંબાજી મંદિરને હલકી ગુણવત્તાનો ઘીનો પુરવઠો પૂરો પાડવાના મામલે જીસીએમએમએફ (અમુલ)ની કોઈ પણ પ્રકારની સંડોવણી નથી તેમ જણાવ્યું હતું.

સંજય દિક્ષિત

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.