Abtak Media Google News

ભારતીય ક્રિકેટ ટીમના કોચ તરીકે કુંબલેએ રાજીનામું આપી દીધું છે. અને કેપ્ટન કોહલી અને કુંબલેના વિવાદનો અંત આવી ગયો છે. છેલ્લા કેટલાય દિવસથી કોચ કુંબલે અને કોહલી વચ્ચે વિવાદ ચાલી રહ્યો તો અને તેનું પરિણામ ભારતની ચેમ્પિયન ટ્રોફીની ફાઇનલમાં પાકિસ્તાન સામેની કારમી હારનું કારણ બની છે. ભારતીય ક્રિકેટ ટીમમાં કોચ વગર જ વેસ્ટઈન્ડિઝના પ્રવાસે ગઈ છે. કોચ અને કેપ્ટનનો વિવાદ ભારતીય ક્રિકેટમાં પહેલા પણ થઈ ગયો છે. ભારતના સફળ કેપ્ટનોમાના એક ગાંગુલીનો કોચ ગ્રેગ ચેપલ સાથેનો વિવાદ જગજાહેર છે પણ કેટલાયને નહીં ખ્યાલ હોય કે જ્યારે ભારતના માસ્ટર બ્લાસ્ટર સચિન તેંદુલકર કેપ્ટન હતો ત્યારે પણ વિવાદ થયો હતો. સચિનની કેપ્ટનશીપ હતી ત્યારે ભારતને પ્રથમ વખત વિશ્વખિતાબ અપાવનાર કપિલ દેવ ભારતીય ટીમના કોચ હતા અને ત્યારે પણ વિવાદ સર્જાયો હતો. સચિનની પુસ્તક ‘પ્લેઈંગ ઈટ માય વે’ માં તેને કપિલ દેવ સાથે તેમની નાખુસીની વાત વિષે લખ્યું છે. સચિને પુસ્તકમાં દાવો કર્યો હતો કે સાલ 2000માં ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન તે કપિલ દેવના વ્યવહારથી નિરાશ થયો હતો. સચિને લખ્યું છે કે કપિલ ક્યારેય પોતાની ટીમની રણનીતિમાં મને સામેલ કરતો ન હતા. મારી કપિલ દેવ પાસે ઘણી ઉમ્મીદ હતી. તેઓ દુનિયાના સૌથી સારા ખેલાડી હોવા ઉપરાંત સારા ઓલરાઉંડર હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.