Abtak Media Google News

સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના સામરવાણી પંચાયત હોલ ખાતે ડ્રીમ વર્લ્ડ કિડ્સ એકેડેમીનો પ્રથમ વાર્ષિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું શીર્ષક ભારત કે વિવિધ રંગ છે. રાખવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે જિલ્લા પંચાયત ના સભ્ય રાજેશ પટેલ, શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્પિટલના ડોક્ટર રીતેશ પરમાર, ભાવેશ દમણિયા, તેમના પત્ની પૂજા દમણીયા તેમજ પંચાયતના સરપંચ ઉપસ્થિત રહ્યા હતા.

વિશેષ અતિથિના રૂપમાં હેમલતા દેસાઈ જે યોગા ટ્રેનર છે. આ કાર્યક્રમમાં સ્કૂલના ૧૨૫  બાળકોએ ભાગ લીધો હતો. આ બધા બાળકોએ પોતાનું હુન્નર બતાવ્યું હતું. આ અવસર પર એમના અભિભાવકો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં દેશના વિભિન્ન રાજ્યોને ઝલક જોવા મળી હતી. જેનાથી બધાને પ્રેરણા મળી છે કે અમે કેટલા પણ રંગો હોય, કેટલી પણ ભાષા હોય પરંતુ અમે બધા ભારતીય છીએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.