Abtak Media Google News

આજે સવારે ૯:30 કલાકે શ્રી રામજી મંદિર ,વલારડી ખાતે થી દેવી ભાગવત ની પોથીયાત્રા શાસ્ત્રી શ્રી કૌશિકભાઈ ભટ્ટ ના હસ્તે રાજુભાઇ વઘાસિયા અને તેમના ધર્મ પત્ની જલ્પાબેન દ્વારા પોથી લઇને કરવામાં આવી હતી .પોથીયાત્રામાં સાંમૈયા લીધેલ બાળાઓ,ભજન-મંડળી,ડીજે,બેન્ડપાર્ટી,અશ્વ સવારી,બળદ ગાડાંઓ,શણગારે ટ્રેકટર રથ જેમાં માતાજીના દર્શન વગેરે આકર્ષકનું કેંદ્ર બનેલ હતું.આ પોથીયાત્રા વલારડી ગામ ખાતેથી નીકળી સભા સ્થળ સુધી ભવ્ય રીતે યોજાઈ હતી.જેમાં દસહજાર થી વધુ પરિવારજનો તેમજ આજુબાજુ ગ્રામજનો હાજર રહ્યા હતા .

Img 0629આ પોથીયાત્રા જ્યારે સભા ખંડ ખાતે પરિવારના ભાઈ-બહેનો દ્વારા દરેક આવનાર પરિવારજનો ને લલાટે કંકુ-ચોખ્ખા ના ચાંદલા કરી ને આવકારીયા હતા. પોથીયાત્રા સભા સ્થળના મધ્યમાં પહોંચતા શાસ્ત્રી શ્રી કૌશિકભાઈ ભટ્ટ,રાજુભાઇ વઘાસિયા,મનશુખભાઈ વઘાસિયા (ડેની) ,દિનેશભાઈ વઘાસિયા તેમજ હરેશભાઇ વઘાસિયા દ્વારા ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. આ જ્ઞાન યજ્ઞ નો શુભારંભ કરવામાં આવ્યો હતો.

Img 0631આ દિવસે શાસ્ત્રી શ્રી કૌશિકભાઈ ભટ્ટ એ વ્યાસ પીઠ પરથી પોતાની રશાળ શૈલીમાં લોકોના મંદિર નિર્માણ માટે કથા જરૂરી છે તેમજ દેવી ભાગવતનું મહત્વ સમજાવ્યું હતું. જેમાં શાસ્ત્રી એ આ દેવી ભાગવત બિનસાંપ્રદાયિક છે.આ કથામાં બધા ભગવાનની કથાને આવરી લેવામાં આવે છે.

Img 0641આ કથા માં દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ  મનશુખભાઈ વઘાસિયા (ડેની ) હાલ મુંબઇ, ગોપાલભાઇ વસ્તાપરા (ચમારડી), વશરામભાઈ (અમરેલી),રસિકભાઈ (અમદાવાદ વઘાસિયા પરિવાર પ્રમુખશ્રી),સુનિલભાઈ ,મનશુખભાઈ (વીરપુર જલારામ ),જેન્તીભાઈ (કૈલાશ મંડપ ,રાજકોટ ),વિપુલભાઈ વગેરે મહાનુભાવો હાજર રહ્યા હતા. અને રાત્રે વઘાસિયા પરિવાર ના સુરાપુરા પાતાદાદા ની ભવ્ય શૂરવીર ગાથા નાટક સ્વરૂપે ભજવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.