Abtak Media Google News

ગેંગે 43 ગુનાને અંજામ આપ્યાની કબુલાત એલસીબીએ 9 લાખનો મુદામાલ કબ્જે કરી સાત શખ્સોની શોધખોળ હાથ ધરી

સાબરકાંઠા જિલ્લા પોલીસે આંતર રાજ્ય બાઈક ચોરી કરનારી ગેંગના ત્રણ આરોપીઓને 27 મોટરસાયકલ સાથે ઝડપી લીધા

સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા તેમજ પાટણ સહિત ગુજરાતના અન્ય જિલ્લાઓમાં બાઈક ચોરીનું પ્રમાણ અતિશય વધ્યું હતું જોકે આ મામલે સાબરકાંઠા જિલ્લા એલ.સી.બી પોલીસ તેમજ પોશીના પોલીસે બાતમીના આધારે પોશીના તાલુકાના પનારી નદી પાસે પલ્સર બાઈક ઉપર ત્રણ યુવકો પસાર થઈ રહ્યા હતા તેમની અટકાયત કરી પૂછપરછ હાથ ધરતા ં ત્રણેય યુવકો સહિત અન્ય સાત જેટલા સભ્ય ધરાવનારી આ ગેંગે એસટી બસ મારફતે રાજસ્થાનથી નજીકના  આખો દિવસ રેકી કરી શહેરની બહારના હિસ્સામાં રહેતી બાઈકોની જાણકારી મેળવી ચોરીને અંજામ આપતા હતા

સાથોસાથ એક જ શહેરમાં એક સાથે ત્રણથી ચાર જેટલી બાઈકોની ચોરી કરી રાજસ્થાન ભાગી જતા હતા ે સાબરકાંઠા જિલ્લા પોલીસના હાથે ઝડપાતા આ ત્રણેય આરોપીઓએ વધુ 15 બાઈકની ચોરી ની કબુલાત કરી છે તેમજ અન્ય સાત આરોપીઓ પણ આ ગેંગમાં સંકળાયેલા હોવાની વિગતો મેળવવામાં સાબરકાંઠા જિલ્લા પોલીસને સફળતા મળી છે જોકે એક તરફ બાઈક ચોરીની આંતર રાજ્ય ગેગને ઝડપી લેવામાં સાબરકાંઠા એલ.સી.બી પોલીસ સહિત પોશીના પોલીસને સફળતા મળી છે

ત્યારે જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ ઘરફોડ ચોરીના બનાવો વધ્યા છે ત્યારે જિલ્લા પોલીસ આ મામલે પણ ભૂમિકા ભજવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે ત્યારે જોવું એ રહે છે કે આ મામલે આગામી સમયમાં જિલ્લા પોલીસ સ્થાનીક પ્રજાજનોને કેટલી રાહત અપાવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.