સાયલા: સામાન્ય બાબતે બે  જૂથ વચ્ચે ધીંગાણું, બે ઘાયલ

માથાકૂટમાં ઘર પાસે  રહેલા ઝાડ સળગાવાનો પ્રયાસ: 24 સામે નોંધાતો ગુનો

 

અબતક,સબનમ ચૌહાણ, સુરેન્દ્રનગર

સાયલા પંથકમાં શહેરી વિસ્તારમાં જ બે અલગ અલગ જૂથો વચ્ચે સામસામે મારામારી બાદ ઘરની બાજુમાં રહેલા ઝાડવાઓ બાળી દેવાનો બનાવ સામે આવ્યો છે જેને લઇને ચકચાર મચી જવા પામ્યો છે ત્યારે આ મામલે સામસામે બે જૂથો વચ્ચે હુમલાઓ કરવામાં આવ્યા હોવાનું પણ સામે આવ્યું છે ત્યારે આ મામલે હાલમાં પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ત્યારે સામેસામે હુમલા માં 2 થી વધુ લોકોને ઇજાઓ પહોંચી છે. બધા 108 મારફતે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે અને બનેં નો ઈલાજ પણ શરૂ કરાવવામાં આવ્યો છે.ત્યારે છેલ્લા ઘણા સમય થી બન્ને સમાજ ના લોકો વચ્ચે અંદરોઅંદર બોલચાલ થતી હતી એ બાબલો હવે મારામારીમાં પરિવર્તન થયો છે આ મમાલે સાયલા પોલીસે 24 લોકો સામે ગુનો દાખલ કર્યો છે.અને ઘટના ના મામલે ગામમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.