Abtak Media Google News

ડો. મંદિપ ખોકકર અને તેની ટીમની મહેનત રંગ લાવી

વિનોદબા ભાવે સીવીલ હોસ્પિટલમાં સર્જરી

 

સંઘ દાદરાનગર હવેલીના સેલવાસની વિનોબા ભાવે સીવીલ હોસ્પિટલમાં મોટી સર્જરી થઇ છે. આ ઓપરેશન સફળ રહ્યું છે. અને આ ઓપરેશન ડો.મંદીપ ખોકકરે કર્યુ છે. જે મેકિસલોફેશિયલ સર્જન છે. ૬૦ વર્ષીય બાયાજી લખમાને વિનોબા ભાવે સીવીલ હોસ્પિટલમાં ગઇકાલે બેડપાના માર્ગ અકસ્માત બાદ લાવવામાં આવ્યા હતા. ચેહરા પર ગંભીર ઇજા થઇ હતી. આ દર્દીને ડો. સંદીપ ખોકકર, ડો. ચિરાગ પરમાર અને તેની ટીમે જોયું અને સ્વાસ્થ્ય વિભાગના નિર્દેશક ડો. વી.કે. દાસને આ અંગે જાણ કરવામાં આવી હતી. અને તેની સાથે ચર્ચા કરીને ચહેરાની સર્જરી કરી સુધારો કરી શકાય તે પર ચર્ચા કરવામાં આવી અને ત્યારબાદ ચહેરાનો ઇલાજ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો.

ડો.  મંદીપ ખોકકર અને ડો. ચિરાગ પરમાર અને તેની સર્જરી ટીમે આ કેસ પર ચર્ચા કરીને દર્દીનું ઓપરેશન કરવાનો નિર્ણય લીધો હતો અને બાયાજી લખમા નામની મહિલાના ચહેરાનું પુન: નિર્માણ કરવાનો નિર્માણ લેવામાં આવ્યો હતો. આ ઓપરેશન ૬ કલાક સુધી ચાલ્યું હતુ.  અને ઓપરેશન બાદ બાયાજી લખમા જે સિંહોની (બેડપા) ગામની નિવાસી છે. ઓપરેશન બાદ તેના ચહેરાનું સફળતાપૂર્વક પુન:નિર્માણ કરવામાં આવ્યું છે.

ડો. વી.કે. દાસ સ્વાસ્થ્ય નિર્દેશકે જણાવ્યું કે અમારો વિભાગ દર્દીઓને સારી સુવિધા મળે  તેના માટે હંમેશા તૈયાર છે. આ દર્દી ર૧ જાન્યુઆરીના બેડપામાં થયેલી માર્ગ દુધટનામાં થી વિનોબા ભાવે સીવીલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જેનો કેસ મારી સાથે ડો.  મંદીપ ખોકકરે ચર્ચા કરી. અમારી તરફથી એ નિર્દેશ આપવામાં આવ્યો કે સારો ઇલાજ મળે અને દર્દી સારો થઇ શકે તે માટે પુરી કોશિષ કરવાની છે. અને તરત જ દર્દીનું ઓપરેશન કરવામાં આવ્યું અમને ખુશી છે. કે આ મહિલાને ટેપોરોમાં ડૂબુલર જાઇંટ સ્કોપી દ્વારા ઇલાજ કરવામાં આવ્યો જે દેશમાં ફકત સરકારી હોસ્પિટલ દિલ્હી એમ્ઇસમાં થાય છે જ ત્યારબાદ આ તકનીકનો ઉપયોગ કરતી વિનોબા ભાવે સીવીલ હોસ્૫િટલ, સેલવસામાં  બીજી સરકારી હોસ્પિટલ બની છે. આ ઓપરેશન ૬ કલાક ચાલ્યું હતું. દર્દીના પરિવારજનો પણ આ સારવારથી સંતોષ પામ્યા છે. સ્વાસ્થ્ય વિભાગ હંમેશા દર્દીઓને સારી સુવિધા મળે તે માટે તત્પર છે. સ્વાસ્થ્ય નિર્દેશ કે ડો. મંદીપ ખોકકર અને તેની ટીમને શુભકામનાઓ આપી છે અને આ સફળ ઓપરેશન થયું તે માટે દર્દીઓના પરીવારજનોએ હોસ્પિટલનો આભાર માન્યો હતો. બેડપામાં થયેલી આ દુર્ધટનામાં પીડીત દર્દીઓની સારવાર પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત આયુષ્માન ભારતથી જઇ રહી છે. અને બધા ઓપરેશન પણ આયુષ્માન ભારત અંતર્ગત કરવામાં આવી રહ્યા છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.