Abtak Media Google News

સિનિયર પ્રોફેસનલ દ્વારા કાયદાઓના જોગવાઇઓની ચર્ચા કરાઇ

રાજકોટ બ્રાંચ ઓફ WIRC ઓફ ICAI દ્વારા બે દિવસીય રીજીયનલ જીએસટી કોન્કલેવનું આયોજન રાજકોટના 150 ફૂટ રીંગ રોડ ઉપર આવેલ ICAI ભવન ખાતે થયું હતું.

આ કોન્કલેવનું ઉદ્વાટન આઇસીએઆઇના ચેરમેન સીએ મુર્તુઝા કાચવાલા, રાજકોટ સીએ બ્રાંચના ચેરમેન સીએ જીજ્ઞેશ રાઠોડ, જામનગર સીએ બ્રાંચના ચેરમેન સીએ દીપા ગોસ્વામી, ગાંધીધામ સીએ બ્રાંચના ચેરમેન સીએ સંજય ચોતારા, ભુજ સીએ બ્રાંચના ચેરમેન સીએ ઝાહિર મેમનના હસ્તે કરવામાં આવ્યું હતું.

જેમાં કોન્ફરન્સના પહેલા દિવસે બેંગ્લોરથી એડવોકેટ વી.રઘુરામન, નવી દિલ્હીથી સીએ અશોક બત્રા, મુંબઇથી સીએ સુનિલ ગાભાવાલા, રાજકોટથી સીએ અભિષેક દોશી, સીએ શરદ અનાડા, કલકત્તાથી એડવોકેટ વિનય શ્રાફ, નવી દિલ્હીથી સીએ અર્ચના જૈન, પુનાથી સીએ રવિ સોમાની, આ કોન્ફરન્સના વક્તા રહ્યા હતા. એડવોકેટ વી.રઘુરામનએ સીઆરપીસીની સંબંધિત જોગવાઇઓ સાથે ધરપકડ અને સમન્સની સત્તા, સીએ અશોક બત્રાએ જીએસટી વિભાગ દ્વારા રિટર્નની ચકાસણી અને ઓડિટ સીએ સુનિલ ગાભાવાલાએ શું સીમલેસ ક્રેડિટ એક દંતકથા છે કે વાસ્તવિકતા? એડવોકેટ વિનય શ્રાફએ જીએસટીને ડીકોડ કરવા માટે સંબંધિત ન્યાયશાસ્ત્ર અને સીમાચિન્હરૂપ ચુકાદો, સીએ અર્ચના જૈનએ જીએસટી હેઠળ રિફંડની જોગવાઇઓ, સીએ રવિ સોમાનીએ જીએસટી હેઠળ મુક્તિ જેવા વિષયો પર ચર્ચા કરી હતી. સીએ મેમ્બર્સને માહિતગાર કર્યા હતાં. આ બે દિવસીય કોન્કલેવમાં 120 જેટલા સીએ મેમ્બર્સએ હાજરી આપી હતી.

આ પ્રોગ્રામને સફળ બનાવવા માટે રાજકોટ બ્રાંચના ચેરમેન સીએ જીજ્ઞેશ રાઠોડ, સીએ ભાવિના દોશી, વાઇસ ચેરમેન, સીએ મૌલિક ટોલિયા-સેક્રેટરી, સીએ મિતુલ મહેતા-ટ્રેઝરર તથા કમિટી મેમ્બર સીએ સંજય લખાણી, સીએ રાજ મારવાણીયા, સીએ તેજસ દોશી ભારે જહેમત ઉઠાવી હતી.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.