Abtak Media Google News

કેપ્ટન તરીકે કોઈપણ ભોગે જીત હાંસલ કરવાની કોહલીની ઈચ્છાએ તેની બેટીંગને પ્રભાવિત કરી: ગાંગુલી

પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીએ જણાવ્યું હતું કે, ઓસ્ટ્રેલિયા વિરુઘ્ધની ટેસ્ટમેચમાં વિરાટની નિષ્ફળતામાં તેની લાગણીશીલતા અને ભાવાત્મક પ્રક્રિયાઓએ ભાગ ભજવ્યો છે. વિરાટ કોહલીની બેટીંગ તેની ભાવાત્મક પ્રતિક્રિયાઓથી પ્રભાવિત થઈ છે પરંતુ સૌરવ ગાંગુલીએ ઉમ્મીદ દાખવી હતી કે, ભારતીય કેપ્ટન શાંત થઈ જશે અને ફરી એક વખત જોરદાર બેટીંગ કરી બતાવશે.

Advertisement

ગાંગુલીએ વધુમાં જણાવ્યું કે, કેપ્ટનના ‚પમાં કોઈપણ કિંમતે જીત હાંસલ કરવાની કોહલીની ઈચ્છાને કારણે તેઓએ આવી પ્રતિક્રિયા આપી છે. ગાંગુલીએ આઈસીસીની વેબસાઈટ માટે વિશેષ કોલમમાં લખયું કે, ઓસ્ટ્રેલિયાની વિરુઘ્ધ કેપ્ટન તરીકે જીત મેળવવા કોહલી એટલો આતુર હતો કે તેણે તેની ભાવનાઓને બેટીંગને પ્રભાવિત કરવા દીધી.

ભારત ઘરેલુ સિરિઝમાં ઓસ્ટ્રેલિયાને ૨-૧ થી હરાવ્યું તો હાલના સમયની સૌથી કડક અને વિવાદોથી ભરેલી સીરીઝ હતી. સીરીઝ દરમિયાન કેપ્ટન કોહલી અને સ્ટીવ સ્મિથ લગાતાર વિવાદોમાં રહ્યા હતા. સીરીઝ પહેલા કોહલી સારા એવા ફોમમાં હતા અને તે સતત ચાર સીરીઝોમાં બીજી સેન્ચ્યુરી હાંસલ કરનાર પ્રથમ ખેલાડી છે. બેટીંગ કરનારે હાલ સત્રના ૧૩ મેચોમાં ૧૪૫૭ રન બનાવ્યા.પરંતુ ઓસ્ટ્રેલિયાની વિરુઘ્ધ તેઓ નિષ્ફળ રહ્યા અને ત્રણ મેચોની પાંચ ઈનીંગ્સમાં ૦,૧૩,૧૨,૧૫ અને ૬ રનન સ્કોર સાથે માત્ર ૪૬ રન જ બનાવી શકયો. આમ, વિરાટ કોહલીની અતિશય લાગણીશીલતાએ તેમની નિષ્ફળતામાં ભાગ ભજવ્યો છે. વિરાટ કોહલી આમ જોઈએ તો લગભગના પસંદગીના બેટસમેન અને કેપ્ટન છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.