ગાંધીનગર, સુરેન્દ્રનગર, આણંદની જેમ તમામ જીલ્લા પીડિતાઓને સરકારનો મળશે આશ્રય

સમાજની પીડીત મહીલાઓના આશ્રય માટે કટીબઘ્ધ રાજય સરકાર દ્વારા હાલમાં ગાંધીનગર , સુરેન્દ્રનગર અને આણંદમાં શકિત સદન ચલાવવામાં આવે છે હવે તમામ જીલ્લામાં આ સુવિધા ઉભી કરાશે.

ગુજરાતમાં મહિલાઓ માટે તમામ જિલ્લાઓમાં ‘શક્તિ સદન’નું નિર્માણ થશે.જેમાં ઘરેલુ હિંસા, હ્યુમન ટ્રાફિકિંગની પીડિતા માટે દરેક જિલ્લામાં શક્તિ સદન બનશે. દેહ વ્યાપરમાંથી આવેલી બહેનોને પણ 3 વર્ષ સુધી આશ્રય અપાશે. તથા શક્તિ સદનમાં રહેઠાણ સાથે પીડિતાઓને પગભર બનાવવા સરકારનો નિર્ણય છે. 12 વર્ષ સુધીના દિકરાને સાથે રાખી શકે તેવી પણ જોગવાઈ કરવામાં આવી છે

રાજ્યના મહિલા અને બાળ કલ્યાણ વિભાગે ઘરેલું હિંસા, હ્યુમન ટ્રાફિકિંગનો ભોગ બનેલી તેમજ દેહ વ્યપારમાંથી આવેલી પિડિતાઓના આશ્રય સાથે તેમને પગભર કરીને સમાજ જીવનમાં પુન: સ્થાપિત માટે કરવા મહત્વનો નિર્ણય કર્યો છે. આવી બહેનો માટે તમામ જિલ્લાઓમાં ‘શક્તિ સદન’નું નિર્માણ થશે. જ્યાં મુશ્કેલીઓના સંજોગોમાં મહિલાઓ ત્રણ વર્ષ સુધી રહી શકશે.ગુજરાતમાં હાલમાં માત્ર ત્રણ જ જિલ્લામાં શક્તિ સદન છે. નાયબ સચિવ જયશ્રી વસાવાની સહીથી પ્રસિધ્ધ ઠરાવમાં મહત્તમ 50 મહિલાઓને રાખી શકાય તેવા સદન માટે જોગવાઈ અને માર્ગદર્શિકા જાહેર કરાઈ છે.

આ યોજના મારફતે પોલીસ, માનવ તસ્કરી વિરોધી એકમો, વુમન હેલ્પ ડેસ્ક, સખી વન સ્ટેપ સેન્ટર અને સ્વૈછિક સંસ્થાઓ, મહિલા જુથો, યુવા જુથો, પંચાયતો કે પછી હોટેલ્સ અને ટુર ઓપરેટરોના નેટવર્કના સંકલનમાંથી મળી આવતી પિડીતાને પાંચ દિવસથી લઈને જરૂરીયાતવાળી મહિલાને ત્રણ વર્ષ સુધી શક્તિ સદનમાં આશ્રય મળશે. જ્યાં આવી મહિલાઓને પાયાની જરૂરીયાતો જેવી કે ખોરાક, કપડા અને અંગત ઉપયોગની ચીજવસ્તુઓ ઉપલબ્ધ કરાવાશે. તેમજ તેમને પગભર બનાવવા વિવિધ સરકારી યોજનાઓ થકી મદદ કરાવાશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.