Abtak Media Google News

નવો રંગ, નવો સંગ, નવો ઉમંગ સાથે લઇ અને પરમ પૂજય સદ્ગુરૂ દેવ જીવરાજબાપુના નામથી શરૂ કરવામાં આવેલ શ્રી જીવરાજ શરાફી સહકારી મંડળી લી. દ્વારા નાના તેમજ મધ્યમ વર્ગના લોકો માટેની મોટી મંડળી એટલે શ્રી જીવરાજ શરાફી સહકારી મંડળી.

Advertisement

રાજકોટમાં ટુંક સમયમાં રાજકોટના હાર્દ સમા ગાયત્રીનગર મેઇન રોડ ઉપર છેલ્લા બસ સ્ટોપ પાસે, શ્રી જીવરાજ શરાફી સહકારી મંડળી લી. દ્વારા સંપૂર્ણ સુવિધાઓ સાથે, 24 કલાક સિકયોરીટી સાથે, સમાજના નાના અને મધ્યમ વર્ગના લોકોને ઉપયોગી થવાની ભાવના સાથે શ્રી જીવરાજ શરાફી સહકારી મંડળી લી. ના આયોજકો દ્વારા આ મંડળીનું આયોજન સંપૂર્ણ પણે સુરક્ષા તેમજ આ મંડળીની પારદર્શકતા સાથે વ્યવસ્થા વિશે જણાવતા તેઓ કહે છે કે ગ્રાહક પોતાના સેવીંગ એકાઉન્ટમાં પૈસા ઉપાડવા તેમજ મુકવા સુધીની તમામ વ્યવસ્થા પારદર્શક તેમજ કોમ્પ્યુટરાઇઝ સીસ્ટમથી કરવામાં આવે છે. આ મંડળીની દ્વારા સવારે 10 થી સાંજે 6 વાગ્યા સુધી આ વ્યવસ્થાઓ અવિરત પણે ચાલુ રાખવામાં આવશે.

જાહેર જીવનમાં વર્ષો થી સક્રિય ખરા અર્થમાં સેવાના ઉપાસક શ્રી આપાગીગાના ઓટલાના મહંત નરેન્દ્રબાપુ ગુરૂ જીવરાજબાપુ (નરેન્દ્રભાઇ સોલંકી)ના નેતૃત્વમાં તેમજ તેમના માર્ગદર્શન હેઠળ શ્રી જીવરાજ શરાફી સહકારી મંડળી લી.નું સંચાલન અને દેખરેખ થશે તેમજ આ મંડળીની વધુ માહીતી મેળવવા માટે આ મંડળીના કાર્યાલયે રૂબરૂમાં મળવુ અથવા તો મોબાઇલ નંબર 97373 26900 ઉપર સમય સવારે 10 થી સાંજે 6 વાગ્યા સુધી સંપર્ક સાધી શકાશે.

મંડળીના સભ્ય બનતા અને શેર મેળવવા માટે શેર દીઠ કિંમત રૂ.100 રાખવામાં આવી: મંડળીની અંદર બેંક જેવી જ આધુનીક સુવિધાઓ: સભાસદોને અપાશે આકર્ષક ભેટ

કોઇપણ વ્યકિત શેર હોલ્ડર થઇ શકશે. મંડળીના ખાતેદારને તેમના ખાતામાં પડેલી ગમે તેટલી રકમ સાંજે 6 વાગ્યા સુધીમાં ઉપાડવા તેમજ જમાં કરવામાં આવશે. ખરા અર્થમાં સમાજના દરેક લોકોને ઉપયોગી થવાની ભાવના સાથે આ મંડળીને સંપૂર્ણ પણે જીલ્લા રજીસ્ટ્રારના નિયમો અનુસાર પાલન કરાવવાની પણ બોર્ડ ઓફ ડીરેકટર્સ દ્વારા વ્યવસ્થાઓ કરવાના પુરા પ્રયત્નો કરવામાં આવશે. આ મંડળીમાં લોકર સુવિધાઓ 365 દિવસ મળી રહે તેના માટેના પણ પ્રયત્નો કરવામાં આવશે. એટલે કે શનીવાર-રવીવાર હોય કે પછી જાહેર રજાનો કોઇપણ દિવસ હોય ત્યારે લોકો પોતાના લોકર ઓપરેટ કરી શકશે શનીવાર-રવીવાર તેમજ દરેક રજાના દિવસોમાં સવારે 10 વાગ્યાથી લઇ અને બપોરે 1-30 વાગ્યા સુધી ઓપરેટ કરી શકે તેવી વ્યવસ્થા કરવાનો પણ પ્રયત્ન કરવામાં આવશે.

હાલમાં આ મંડળીમાં શેર સભાસદ એટલે કે આ મંડળીના સભ્ય થવા માટે અને શેર મેળવવા માટે એક શેરની કિંમત રૂા. 100/- (સો રૂપીયા) રાખવામાં આવેલ છે. તેમજ ફરજીયાત બચતના રૂા. 1000/- (એક હજાર પાંચસો) તેમજ સભ્ય ફી રૂા.10/- (દસ રૂપીયા) આ સંસ્થાનું પોતાનું ભવિષ્યમાં બિલ્ડીંગ બનાવવા માટે રૂા. 250/- (બસો પચાસ રૂપીયા), સ્ટેશનરી ફી રૂા. 240/- (બરસો ચાલીસ રૂપીયા), જેમાં ગ્રાહકોને ચેક બુક (વિડ્રોલ ફોર્મ), પાસબુક તેમજ બાઇડીંગ સાથેની સ્લીપ બુક આપવામાં આવશે. સેવીંગ એકાઉન્ટ રૂા. 500 (પાંચસો રૂપીયા) એમ કુલ મળી રૂા. 2100/- રૂપીયા એકવીસ સૌ લેવામાં આવે છે. એટલે કે (100+1000+500) એમ કુલ મળી રૂા.1600/- ગ્રાહકના ખાતામાં જ જમાં રહે છે.

તેની સામે હાલમાં જે ગ્રાહકો થઇ રહયા છે તેમને આ મંડળીના નવા બિલ્ડીંગના શુભારંભ પ્રસંગના દિવસે જ ઉદ્ઘાટન સુધીમાં થયેલ દરેક ગ્રાહકોને આશરે રૂા.1000/- (એક હજાર) થી રૂા.1200/- (બારસો સુધી) રકમની આ મંડળીના સભાસદોને વતી ઘર વપરાશમાં આવી શકે તેવી સભાસદ ભેટ સ્વરૂપે આપવાનો પણ પ્રયત્ન કરવામાં આવશે. એટલે આમ જોતો હાલમાં થનાર દરેક સભારાદોને પોતાના પૈસાનું વળતર તેમજ વધારામાં મંડળીના શેર પણ મળશે અને સભાસદ પણ બની જશે. શ્રી જીવરાજ શરાફી સહકારી મંડળીના બોર્ડ ઓફ ડીરેકટરો દ્વારા લેવાયેલ સભાસદ સભ્યના અવેજમાં રીર્ટન આપેલ સભાસદ ગીફટનું કદમ સમગ્ર કો.ઓપરેટીવ મંડળી ના ક્ષેત્રમાં પ્રથમ પ્રકારનું પ્રથમ કાર્ય હશે. કારણ કે જીલ્લા રજીસ્ટ્રારમાં મંજુર થયેલ મંડળી દ્વારા વર્ષના અંતે નફામાંથી સભાસદ ગીફટની વહેંચણી કરતા હોય છે પરંતુ શ્રી જીવરાજ શરાફી સહકારી મંડળી લી. તો ઓપનીંગ સાથે જ આ સભાસદ ગીફટ વિતરણ કરી રહી હોય આ ગુજરાતમાં પ્રથમ વખત આવુ બનવા જઇ રહ્યું છે.

શ્રી જીવરાજ શરાફી સહકારી મંડળીના સી.ઇ.ઓ. તરીકે જવાબદારી નિભાવશે

ધ કોર્પોરેટીવ બેંક ઓફ રાજકોટ લી. (રાજબેંક) માં છેલ્લા 38 વર્ષથી સાથે જોડાયેલા તેમજ રાજબેંકના પૂર્વ એ.જી.એમ. તરીકેની જવાબદારી સંભાળેલ તેવા  જીતેન્દ્રભાઇ સોલંકી એટલે કે જીતુભાઇના હુલમણા નામથી પ્રખ્યાત એવા જીતુભાઇ ને શ્રી જીવરાજ શરાફી સહકારી મંડળીના સી.ઇ.ઓ. તરીકેની બોર્ડ ઓફ ડીરેકટર્સ દ્વારા જવાબદારીઓ સોપવામાં આવી છે. તેઓ દ્વારા પણ મંડળીના બોર્ડ ઓફ ડીરેકટર તેમજ કર્મચારીઓ દ્વારા લોકોના સેવાના ઉદેશને ધ્યાનમાં રાખી સાથો સાથ જીલ્લા રજીસ્ટ્રારના નિયમો પ્રમાણે વધારેમાં વધારે લોક

ઉપયોગી કાર્યો થઇ શકે તેવા પ્રયત્નો કરવામાં આવશે. જીતુભાઇ સોલંકી ને છેલ્લા 38 વર્ષથી બેંકીંગ ક્ષેત્રનો અનુભવ ધરાવે છે. તેમજ ધ કોર્પોરેટીવ બેંક ઓફ રાજકોટ લી. (રાજ બેંક)ના સ્થાપક અને પ્રેરણાદાયી એવા  સ્વ.રમણીકભાઇ ધામીની સાથે માનવતા ઉપયોગી કાર્યોને ધ્યાને રાખી અને બેંકમાં કામો કરી રહયા હતા. બેંકીંગક્ષેત્રે જેમને દ્રોણાચાર્ય કહી શકાય એવા ખુબજ બહોળો અનુભવ ધરાવતા એવા સ્વ. રમણીકભાઇ ધામી દિર્ઘદ્રષ્ટી અને માર્ગદર્શન હેઠળ જીતુભાઇ સોલંકી એ એકલવ્ય અને અર્જુન બન્નેના સમન્વય સમાન ગુરૂ જ્ઞાન સ્વ.રમણીકભાઇ ધામી પાસેથી મેળવી બહોળો અનુવભ શ્રી જીવરાજ શરાફી મંડળી ને આપી સફળતાની નવી શીખરો પ્રાપ્ત કરાવશે. તેવુ બોર્ડ ઓફ ડિરેક્ટરો સુચવેલ હતુ.

ખૂબ જ ટૂંકા ગાળામાં સાડા ત્રણ કરોડની માતબર રકમ ડીપોઝીટરોએ જમા કરાવી

છેલ્લા દોઢ થી બે મહીનામાં આ મંડળી કાર્યરત થઇ રહી હોય લોકોમાં ખુબજ ઉત્સાહ અને આનંદ છવાયેલ છે. જેના સ્વરૂપે આ મંડળીમાં ખુબ જ ટુંકા ગાળામાં આશરે 350,00,000 (ત્રણસો પચાસ લાખ રૂપીયા ) જેવી રકમ ડીપોઝીટરો દ્વારા જમાં કરાવવામાં આવી છે. જે બદલ ડિપોઝીટરો અને સભાસદો સર્વેનો પણ આભાર માનવામાં આવે છે. આ મંડળીમાં

વિશ્ર્વાસના શ્ર્વાસને સાર્થક કરવા માટે અને સમાજના લોકો ના પૈસાની સંપૂર્ણ સીકયોરીટી જળવાય રહે તેમજ લોકોને વધારેમાં વધારે તેમના નાણાનું વળતર મળી રહે તેજ આ મંડળીનો મુખ્ય ઉદેશ રહેશે. આવતા દિવસોમાં આ મંડળીમાં વધારેમાં વધારે દરેક સમાજના લોકો જોડાઇ અને પોતાના નાના મોટા કાર્યોમાં આ મંડળી ઉપયોગી થાય તેમજ સેવાકીય ભાવનાઓ સાથે આ મંડળીના ડીરેકટરો તેમજ કર્મચારીઓ કામ કરશે.

લોકર પર ફક્ત ડિપોઝીટ લેવાશે: એકસ્ટ્રા ભાડું-ચાર્જ નહી લેવાય

આ લોકર ફકત અને ફકત નોર્મલ ડીપોઝીટ ઉપર આપવામાં આવશે. જેમાં ત્રણ પ્રકારના લોકરો રાખવામાં આવેલ છે. ત્રણેય પ્રકારના લોકરની અલગ અલગ ડિપોઝીટો રાખવામાં આવશે. આ લોકરો પર ફકત ડિપોઝીટ જ લેવામાં આવે છે તેના પર કોઇપણ પ્રકારનું એકસ્ટ્રા(વધારાનું) ભાડુ-ચાર્જ લેવામાં આવશે નહી. પોતાનું લોકર સંપૂર્ણ દિવસ એટલે મંડળીના સમય દરમ્યાન ગમે તેટલી વાર ઓપરેટ કરી શકશે તેનો વધારોનો કોઇપણ પ્રકારનો એકસ્ટ્રા ચાર્જ લેવામાં આવશે નહી. મંડળી તેમજ લોકરની અંદર મંડળીમાં સંપૂર્ણ સીકયોરીટી તેમજ લોકર પર પણ સ્ટ્રોંગરૂમ પર 24 કલાક ગન મેન સાથેની સીકયોરીટી પણ રાખવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.