Abtak Media Google News
  • રાજાણી દ્વારા કરાયેલા ગંભીર બીમારીઓના ઓપરેશનના વીડિયો પુરાવા આવ્યા સામે

મુન્નાભાઈ એમબીબીએસ ખરેખર ’18 નંબર’નો કારીગર નીકળ્યો હોય તેવા પુરાવાઓ સામે આવ્યા છે. અગાઉ બોગસ તબીબ તરીકે પોલીસ ચોપડે ચડી ચૂકેલા શ્યામ રાજાણીના અનેક કારનામાઓ તો સામે આવ્યા જ છે સાથોસાથ તેના પુરાવા પણ હાથ લાગ્યા છે. શ્યામ રાજાણીના એક બે નહિ પણ અઢારેક પ્રકરણ ધીમેધીમે સામે આવી રહ્યા છે.

Advertisement

અગાઉ શહેરના કુવાડવા રોડ પર હોસ્પિટલ ચાલુ કરીને કોઈ પણ ડિગ્રી વિના પ્રેક્ટિસ કરતો હોય ત્યારે શહેર એસઓજી દ્વારા રેઇડ કરીને શ્યામ રાજાણી વિરુદ્ધ ગુન્હો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી પણ ’વાંકી તે વાંકી’ માફક ફરીવાર શ્યામ રાજાણીએ સાત હનુમાન મંદિર પાસે સોખડા જવાનાં માર્ગે સ્વસ્તિક મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલ શરૂ કરી તબીબી પ્રેક્ટિસ શરૂ કરી હતી.

આ હોસ્પિટલ ખાતે શ્યામે અનેક દર્દીઓના ’ઑપરેશન’ કરી નાખ્યા હોય તેવા અહેવાલો વચ્ચે પુરાવાઓ પણ સામે આવ્યા છે. ’અબતક’ના હાથે લાગેલા વિડીયોમાં શ્યામ રાજાણી ગંભીર બીમારીઓના ઓપરેશન કરતો હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. હવે શ્યામે કરેલા ઓપરેશનમાં ચૂક રહી જવી તે વાત સહેજ પણ અજુગતી નથી. ડિગ્રી વિનાનો તબીબ જયારે ’અઠેગઠે’ ઓપરેશન કરે ત્યારે ખામી રહી જવાનાં બનાવો પણ બન્યા છે જે પૈકી એક દર્દીએ પણ ’અબતક’નો સંપર્ક કર્યો છે. જે દર્દીએ શ્યામ રાજાણી પાસે ઓપરેશન કરાવ્યા બાદ તેમને ગંભીર તબીબી સમસ્યા ઉદભવતા ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આ દર્દી ટૂંક સમયમાં લેખિત ફરિયાદ કરનાર છે તેવું પણ જણાવ્યું છે.

શ્યામ રાજાણીએ મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલ શરૂ કરી આવા અનેક દર્દીઓને અંધારામાં રાખી સારવાર પેટે હજારો-લાખો રૂપિયા ખંખેરી લીધાના અહેવાલ છે. ફકત કુવાડવા પાસે જ નહિ પણ ચોટીલા અને થાનમાં પણ શ્યામ રાજાણીએ હોસ્પિટલ શરૂ કરી દીધાના પણ અહેવાલ છે.

લગ્ને લગ્ને કુંવારો : બીજી પત્નીને છૂટાછેડા આપ્યા વિના જ રાજાણી ત્રીજીવાર પરણી ગયો

Shyam Rajani: The Bogus Doctor Performed An 'Operation' On Something And Left It At The Spot
Shyam Rajani: The bogus doctor performed an ‘operation’ on something and left it at the spot

શ્યામ રાજાણી ફકત બોગસ તબીબ તરીકે જ કારનામાં નથી કરતો પણ સાથોસાથ રંગીન મિજાજી પણ હોય તેવા અહેવાલો પણ સામે આવ્યા છે. રાજાણી લગ્ને લગ્ને કુંવારો રહેતો હોય તેમ પ્રથમ પત્ની સાથે છૂટાછેડા લીધા બાદ રાજાણીએ અન્ય એક યુવતી સાથે લગ્ન કરી આશરે ચાર વર્ષ સાથે રહ્યા બાદ પત્નીને તરછોડી દીધી હતી. જે બાદ બીજી પત્નીએ રાજાણી વિરુદ્ધ દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય સહીતની કલમો હેઠળ ગુનો પણ દાખલ કરાવ્યો છે. ત્યારે અહેવાલ અનુસાર શ્યામે હવે ત્રીજા લગ્ન પણ કરી લીધા છે. શ્યામના ત્રીજા લગ્ન અંગે પણ પુરાવા સામે આવ્યા છે. શ્યામે કરેલા લગ્નનું સર્ટિફિકેટ સામે આવ્યું છે.

લ્યો બોલો… ત્રંબા ગામે પ્લોટીંગ પાડી બુકીંગ એમાઉન્ટ ખંખેરી શ્યામે અનેક લોકોને ધુંબા મારી દીધા

Shyam Rajani: The Bogus Doctor Performed An 'Operation' On Something And Left It At The Spot
Shyam Rajani: The bogus doctor performed an ‘operation’ on something and left it at the spot

ત્રંબા ગામ ખાતે આર.કે. યુનિવર્સીટી પાસે કિંગ વીલા અને સુપર હાઈટ્સ નામે સાઈટ શરૂ કરી હતી. જેનું પ્લોટીંગ પાડીને શ્યામે અઢળક લોકો પાસેથી બુકીંગ પેટે લાખો રૂપિયા પડાવી લીધા બાદ સાઈટ ઓફિસને તાળું મારી દીધાનું સામે આવ્યું છે. જે પૈકી આશરે નવેક જેટલાં અરજદારોએ બી ડિવિઝન પોલીસ મથકે અરજી સ્વરૂપે ફરિયાદ કરી છે. જેમની સાથે લખો રૂપિયાણી આર્થિક છેતરપિંડી આચરી લેવામાં આવી છે. હાલ આ અરજદારો ન્યાયની માંગણી સાથે ધક્કા ખાઈ રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.