Abtak Media Google News

જિલ્લા ભાજપ ઉપપ્રમુખ ઈન્દ્રવિજયસિંહએ એસ.પી.ને પેટ્રોલીંગ વધારવા  લેખીત રજૂઆત

ભાયાવદરમાં ભર શિયાળે મકાનોમાં ચોરીના બનાવો વધતા લોકોમાં ભયનો માહોલ ઉભો થયો છે. છેલ્લા 15 દિવસમાં  ચાર સોસાયટીમાં ચોરી થવા છતા હજુ પણ  આરોપી  પોલીસ પકડી શકી નથી જિલ્લા ભાજપના ઉપપ્રમુખ એસ.પી.ને પેટ્રોલીંગ વધારવા રજૂઆત પણ  કરેલી પરિણામ  શૂન્ય આવતા   ગઈકાલે વધુ એક  ચોરીનો બનાવ બનતા લોકોમાં  ફફડાટ વ્યાપી ગયો હતો.

Advertisement

બીન સતાવાર મળતી માહિતી  પ્રમાણે ભાયાવદર  ગામમાં છેલ્લા 15 દિવસમાં ચાર  ચોરીના બનાવ બન્યા  છતા પોલીસે  પેટ્રોલીંગ ન વધાયું અને  ચોરને પણ પકડી નહી શકતા ગઈકાલે વધુ એક બનાવ બનતા  લોકોમાં ભયનો  માહોલ ઉભો થયો છે.

આમ ભાયાવદર શહેરમાં  છેલ્લા 15 દિવસમાં 17 તોલા જેટલું  સાનું તેમજ  પોણાબે લાખ રોકડની  ચોરીના બનાવ બન્યા હોવા છતા પોલસી ચોરને પકડી શકી નથી અને ચોરીના બનાવો અટકાવી નહી શકતા શહેરીજનોમાં ભયનો માહોલ પ્રસરી ગયો છે. ચોરીના બનાવ અંગે આઠ દિવસ પહેલા જિલ્લા ભાજપના ઉપપ્રમુખ ઈન્દ્રવિજયસિંંહ ચુડાસમાએ જિલ્લા પોલીસને રજૂઆત કરતા પેટ્રોલીંગ વધારવા અને   તમામ સોસાયટીમાં પોલીસ મૂકવા માંગણીક રેલ પણ પરિણામ  નહી આવતા ગઈકાલે વધુ એક  ચોરીનો બનાવ બન્યો છે.

પાલિકાના સી.સી.કેમેરા શોભાના ગાઠીયા: વી.સી. વેગડા

આ અંગે નગરપાલીકાના વિરોધ પક્ષના નેતા વી.સી. વેગડાએ જણાવેલ કે નગરપાલીકા દ્વારા લગાવામાં આવેલ સીસી.કેમેરા છેલ્લા છ માસ થયા બંદ હાલતમાં હોય તેથી ચોરી કરનાર શખ્સો અને અસામાજીક  તત્વોને મોકળુ  મેદાન મળી રહ્યું છે.  તાત્કાલીક ધોરણે સી.સી.કેમેરા ચાલુ કરવા માંગણી કરેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.