Abtak Media Google News

સોશિયલ મીડિયા પરના સંદેશાઓનું આંધળુ અનુકરણ ન કરવા ચીફ જસ્ટીસ ઓફ ઈન્ડિયા દિપક મિશ્રાની લોકોને અપીલ

તાજેતરમાં ટોળા દ્વારા થતી હિંસાના કિસ્સામાં તોતીંગ વધારો નોંધાયો છે. પરિણામે ન્યાયતંત્ર અને સરકાર આવા કિસ્સા ઘટાડવા કડક ધારા-ધોરણો ઘડવાની તૈયારી કરે છે. દરમિયાન દેશના મુખ્ય ન્યાયમૂર્તિ દિપક મિશ્રાએ લોકોને અપીલ કરી છે કે, કાયદો અને વ્યવસ જાળવવા માટે સોશ્યલ મીડિયાના મેસેજનું આંધળુ અનુકરણ ન કરો.

તેમણે વધુમાં કહ્યું છે કે, સોશ્યલ મીડિયામાં વિશ્ર્વસનીયતા જાળવવા નાગરિકોએ વિગતનું પૃુકરણ જાતે જ કરવું જોઈએ. જેના કારણે સમાજમાં શાંતિ અને સંતુલન જળવાઈ રહેશે. તેમણે વધુમાં ઉમેર્યું કે, દેશમાં તાજેતરમાં બનેલા ટોળા દ્વારા હત્યાના કિસ્સા પાછળ સોશ્યલ મીડિયાના વાયરલ મેસેજ જવાબદાર છે.

અહીં ઉલ્લેખનીય છે કે, ગત અઠવાડિયા દેશની વડી અદાલતે ટોળા દ્વારા થતી હત્યાના કેસોને વખોડયા હતા અને પાર્લામેન્ટને આવા કિસ્સામાં સજા કરવા અલગી કાયદા ઘડવાનું સુચન પણ કર્યું હતું. આવા કેસમાં કડક હાથે કામગીરી કરવાની તાકીદ પણ વડી અદાલતે કરી હતી.

સોશ્યલ મીડિયાના વધતા વ્યાપ સાથે કેટલાક દૂષણો પણ બહાર આવી રહ્યાં છે. છેલ્લા છ મહિનામાં બાળકો ઉપાડી જતી ગેંગ સક્રિય હોવાની અફવાી લઈ ગૌમાસની અફવાના કારણે અનેક લોકોના જીવ ગયા છે.

સોશ્યલ મીડિયામાં વાઈરસની જેમ પ્રસરી રહેલા વાયરલને રોકવા સરકાર હજુ સક્ષમ નથી. વોટ્સએપ જેવા પ્લેટફોમે જવાબદારી સ્વીકાર કેટલાક પગલા લીધા છે પરંતુ તે પુરતા નથી.

મોબ લિંચીંગને લઇ ટાસ્ક ફોર્સની રચના

દેશમાં ટોળા દ્વારા કાયદા હામાં લેવાના અને હત્યાના બનાવો વધતા વડી અદાલતે સરકારને કડક પગલા લેવાની તાકીદ કરી હતી. જેના પરિણામ સ્વરૂપે કેન્દ્ર સરકારે દેશના તમામ રાજયોને દરેક જિલ્લામાં એસપી કક્ષાના અધિકારીની નોડલ ઓફિસર તરીકે નિમણૂંક કરવા કહ્યું છે. આ ઉપરાંત સ્પેશ્યલ ટાસ્ક ફોર્સ બનાવવાનો આદેશ પણ આપ્યો છે. આ ટાસ્ટ ફોર્સ સોશ્યલ મીડિયા પર ફરતી અફવાઓને ડામવા માટે કાર્યરત રહેશે. જો જિલ્લામાં અધિકારીઓની નિમણૂંક છતાં ટોળા દ્વારા હિંસાની ઘટના બનશે તો જે તે અધિકારીને જવાબદાર ઠેરવવામાં આવશે અને કાનૂની કાર્યવાહી થશે.

દોઢ વર્ષમાં ૭૫ ટકા ગેરકાનૂની વેબ ક્ધટેન્ટ બ્લોક કરાયા

છેલ્લા દોઢ વર્ષમાં ઈન્ટરનેટ ઉપર ફરતા ગેરકાનૂની વેબ ક્ધટેન્ટ ઉપર સરકારે તવાઈ ઉતારી છે. ઈન્ફોર્મેશન ટેકનોલોજી એકટ, ૨૦૦૦ની કલમ ૬૯-એ હેઠળ સરકારે અનેક વેબ ક્ધટેન્ટને બ્લોક કર્યા છે. રાજય કક્ષાના મંત્રી હંસરાજ ગંગારામ આહિરે આ મુદ્દે કહ્યું હતું કે, ફેસબૂક, ટવીટર, યુટયુબ અને ઈન્ટાગ્રામ સહિતના માધ્યમો પરના ૨૨૪૫ ક્ધટેન્ટને તપાસીને લોક કરવામાં આવ્યા છે. ફેસબુક ગેરકાનૂની ક્ધટેન્ટ બ્લોક કરવામાં સૌથી વધુ સક્રિય રહ્યું છે. ફેસબૂકે ૮૯ ટકા ગેરકાનૂની ફરિયાદને ધ્યાને લઈ પગલા ભર્યા છે. ત્યારબાદ યુ-ટયુબ, ઈસ્ટાગ્રામ અને ટ્વીટરનો સમાવેશ થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.