Abtak Media Google News

સંતોષકારક જવાબ ન મળતા કોંગ્રેસના માલીકાર્જુન સભા છોડી ચાલ્યા ગયા

ફેક ન્યુઝની સમસ્યા વધી રહી છે. જેના નિયંત્રણ માટે સરકારે સોશિયલ મીડીયાને તેની જવાબદારી સોપી છે. ગૃહમંત્રી રાજનાથ સિંહે લોકસભામાં કહ્યું હતુ કે ફેંક ન્યુઝ દેશ માટે ખુબજ ગંભીર બાબત બની રહી છે. જેનું તાત્કાલીક નિવારણ કરવું જરૂરી છે. કારણ કે આ પ્રકારની અફવાઓથી લોકો ગેરમાર્ગે દોરાઈ રહ્યા છે. તાજેતરની જ બાળકોને ઉડાવી જનાર ટોળકીથી લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.

Advertisement

તેણે કે.સી. વેણુગોપાલના સવાલોનાં પણ જવાબ આપ્યા હતા. ઝારખંડના પાકુર જિલ્લાના સ્વામી અગ્નીવેશના એટેક અને વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજને ટ્રોલ કરવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી પરંતુ સંતોષકારક પ્રતિસાદ ન મળતા કોંગ્રેસ નેતા માલીકાર્જુન ખારગે બહાર ચાલ્યા ગયા હતા.

રાજયમાં ચાલી રહેલા દુષણો અંગે કેન્દ્ર ચુપ બેસી શકે નહી માટે તેની સામે એકશન લેવામાં આવશે. રાજનાથ સિંહે જણાવ્યું હતુ કે મેં ૨૦૧૬ અને ૨૦૧૮માં રાજય સરકારને સલાહ આપી હતી. આપણે સોશિયલ મીડીયાને ચેક કરવાની પરવાનગી આપવી જોઈએ અને વધતા જતા દુષણ અને ફેંક ન્યુઝ અંગે મુખ્યમંત્રીનું ધ્યાન પણ દોર્યું હતુ વેનુગોપાલે જણાવ્યું કે લોકો પર થતા હુમલાના પરિણામો ખરાબ આવી રહ્યા છે.

ત્યારે સરકારે ચુપ રહેવું યોગ્ય નથી તેણે વધુમાં કહ્યું કે યુનીયન મીનીસ્ટર જયંત સિંહાએ પણ લીચીંગમાં સંકડાયેલા લોકો અંગે કોઈ ફેંસલો લીધો ન હતો. આ ખૂબજ ગંભીર સમસ્યા છે હું સરકારને અરજી ક‚ છું કે લોકશાહીના પર્યાવરણને દુષીત થવાથી બચાવે.

નિષ્ફળ રહેલા વોટસએપ સામે સરકારનો દાવોImages 13ગુરૂવારે સરકારે વોટસએપને ફેંક ન્યુઝ રોકવામાં નિષ્ફળ જતા ચેતવણી આપી છે. કારણ કે તેનાથી લોકો ગેરમાર્ગે દોરાઈ રહી હતી ફેંક ન્યુઝની તપાસ માટે વોટસએપ આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સની મદદથી આ પ્રકારનાં દુષણોને રોકવાના પ્રયાસો કરવાનું હતુ વોટસએપની તાજેતરની ઘટના સામે આવી હતી જેમાં કર્નાટકના ૩૨ વર્ષિય સોફટવેર એન્જીનીયર મોહમ્મદ અઝામની અફવા ફેલાતા તેની હત્યા કરવામાં આવી હતી. મંત્રાલયે કહ્યું કે વોટસએપ તેની જવાબદારીથી પીછેહટ ન કરી શકે ભારતને વોટસએપ પાસેથી આશાઓ બંધાયેલી છે માટે એકાઉન્ટેબ્લીટી અને પારદર્શિતાની ખૂબજ આવશ્યકતા છે. જયારે નાના નાના ખોટા સમાચારો વિશાળ સ્વ‚પ ધારણ કરે છે. ત્યારે મહાદુષણ સર્જાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.