Abtak Media Google News

 

Advertisement

બોઈંગ ૭૭૭ને ટેકનોલોજી અને સુરક્ષા સાધનોથી સજ્જ કરવામાં આવશે

વડાપ્રધાન, રાષ્ટ્રપતિ અને ઉપ રાષ્ટ્રપતિ માટે ગમે ત્યારે ઉપયોગમાં લઈ શકાય તેવું વિમાન ૨૦૨૦ સુધીમાં અલાયદુ રાખવામાં આવશે. તાજેતરમાં એર ઈન્ડિયાએ ૭૭૭-૩૦૦ ઈઆરએસ પ્રકારના બે બોઈંગ વિમાન ખરીદ્યા હતા. જેમાં પ્રેસ કોન્ફરન્સ રૂમ, પેશન્ટ ટ્રાન્સપોર્ટ યુનિટ તેમજ મેડિકલ ઈમરજન્સી સહિતની સુવિધાઓ છે. આ વિમાનમાં વાઈફાઈ સુવિધા તેમજ મિસાઈલી પ્રોટેકશન પણ ગોઠવાશે.

અત્યાર સુધી એર ઈન્ડિયા બોઈંગ ૭૪૭નો ઉપયોગ કરતું હતું. જેની જગ્યાએ હવે ૭૭૭નો ઉપયોગ શે. ૭૪૭ વીવીઆઈપી માટે ખાસ ઉપયોગમાં લેવાતું હતું જે અમેરિકાી ભારત સુધી નોન-સ્ટોપ ઉડાન ભરી શકે છે. ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં એર ઈન્ડિયાએ હસ્તગત કરેલા બોઈંગ ૭૭૭ સરકાર ખરીદશે.

અહીં ઉલ્લેખનીય છે કે, અમેરિકા સહિતના વિકસીત દેશોમાં રાષ્ટ્રપતિ કે સર્વોચ્ચ સત્તાધીશો માટે સ્પેશ્યલ વિમાન ફાળવવામાં આવતું હોય છે. આ વિમાનો માત્ર રાષ્ટ્રપતિ જ ઉપયોગમાં લઈ શકે છે. પરિણામે સુરક્ષા અને ઈમરજન્સીમાં આ પ્રકારની સુવિધા ખૂબજ મહત્વની બની જાય છે. અત્યાર સુધી ભારતમાં વડાપ્રધાન કે, રાષ્ટ્રપતિ માટે આ પ્રકારનું અલાયદુ વિમાન ફાળવવામાં આવતું નહોતું પરંતુ ૨૦૨૦ સુધીમાં બે બોઈંગ ખરીદી તેમને ખાસ વડાપ્રધાન કે રાષ્ટ્રપતિ માટે રાખવામાં આવશે.

Pm President

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.