Abtak Media Google News

ઘરની નજીકના મતદાન મથકે ચૂંટણી કાર્ડ નવા કઢાવવાની તથા તેમાં સુધારાવધારાની કામગીરી થશે, જેનો અચૂક પણે લાભ લેવા જિલ્લા કલેકટર પ્રભવ જોશીની અપીલ

રાજકોટ જિલ્લાની આઠ વિધાનસભા મતવિસ્તારનાં 2253 મતદાન મથકોના કુલ 22.94 લાખથી વધુ મતદારો

ઘરબેઠા વોટર હેલ્પલાઈન એપ્લીકેશનની મદદથી પણ મતદારયાદીમાં સુધારા વધારા કરી શકશે

રાજકોટ જિલ્લામાં 16 અને 23 એપ્રિલે મતદારયાદીની ખાસ ઝુંબેશ ચાલવાની છે. જેમાં ઘરની નજીકના મતદાન મથકે ચૂંટણી કાર્ડ નવા કઢાવવાની તથા તેમાં સુધારાવધારાની કામગીરી થશે, જેનો અચૂક પણે લાભ લેવા જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ અપીલ કરી છે.વધુમાં તેઓએ જણાવ્યું છે કે ઘરબેઠા વોટર હેલ્પલાઈન એપ્લીકેશનની મદદથી પણ મતદારયાદીમાં સુધારા વધારા કરી શકશે.

ભારતના ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ તા.20/04/2023 સુધી જાહે2 કરવામાં આવ્યો છે. જે અન્વયે રાજકોટના જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર પ્રભવ જોષીના માર્ગદર્શન હેઠળ કલેકટર કચેરી ખાતે અધિક જિલ્લા ચૂંટણી અધિકારી એસ.જે.ખાચર, ચૂંટણી મામલતદાર એમ.ડી.દવે તથા માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક મળી હતી. મતદારયાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત નાગરિકો મતદારયાદીમાં નવા નામોની નોંધણી કે સુધારા વધારા કરી શકે છે. ચૂંટણી પંચના નવા સુધારા મુજબ જે નાગરિક 1 લી ઓકટોબર, 2023 સુધીમાં 18 વર્ષ કે તેથી વધુ ઉંમર પૂર્ણ કરતાં હોય તો તેઓ મતદારયાદીમાં નોંઘણી માટે અરજી કરી શકે છે.

રાજકોટ જિલ્લામાં તા.01/04/2023 ના રોજ પ્રસિધ્ધ થયેલ મતદારયાદી મુજબ રાજકોટ પૂર્વમાં 269 મતદાન મથકો ઉપર 1,55,957 પુરુષ મતદાર, 1,39,972 સ્ત્રી મતદાર, 2 થર્ડ જેન્ડર મતદાર સહિત કુલ 2,95,931 મતદારો, રાજકોટ પશ્ચિમમાં 308 મતદાન મથકો ઉપર 1,79,054 પુરુષ મતદાર, 1,73,519 સ્ત્રી મતદાર, 06 થર્ડ જેન્ડર મતદાર સહિત કુલ 3,52,579 મતદારો, રાજકોટ દક્ષિણમાં 228 મતદાન મથકો ઉપર 1,32,085 પુરુષ મતદાર, 1,24,340 સ્ત્રી મતદાર, 04 થર્ડ જેન્ડર મતદાર સહિત કુલ 2,56,429 મતદારો, રાજકોટ ગ્રામ્યમાં 379 મતદાન મથકો ઉપર 1,92,302 પુરુષ મતદાર, 1,73,322 સ્ત્રી મતદાર, 08 થર્ડ જેન્ડર મતદાર સહિત કુલ 3,65,632 મતદારો, જસદણમાં 261 મતદાન મથકો ઉપર 1,33,658 પુરુષ મતદાર, 1,22,110 સ્ત્રી મતદાર સહિત કુલ 2,55,768 મતદારો, ગોંડલમાં 236 મતદાન મથકો ઉપર 1,17,859 પુરુષ મતદાર, 1,09,598 સ્ત્રી મતદાર, 08 થર્ડ જેન્ડર મતદાર સહિત કુલ 2,27,465 મતદારો, જેતપુરમાં 300 મતદાન મથકો ઉપર 1,42,897 પુરુષ મતદાર, 1,31,148 સ્ત્રી મતદાર, 04 થર્ડ જેન્ડર મતદાર સહિત કુલ 2,74,049 મતદારો, ધોરાજીમાં 272 મતદાન મથકો ઉપર 1,38,098 પુરુષ મતદાર, 1,28,864 સ્ત્રી મતદાર સહિત કુલ 2,66,962 મતદારો સહિત રાજકોટ જિલ્લાની કુલ આઠ વિધાનસભા વિસ્તારનાં 2253 મતદાન મથકો ઉપર કુલ 22,94,815 મતદારો નોંધાયેલ છે. આ મતદારોમાં 11,91,910 પુરૂષો તથા 11,02,873 સ્ત્રીઓ નોંધાયેલ છે.

રાજકોટ જિલ્લાના તમામ યુવાનો, મહિલાઓ, દિવ્યાંગો તથા જાહેરજનતાને મતદારયાદીના આ કાર્યક્રમનો મહતમ લાભ લેવા માટે રાજકોટ જિલ્લા કલેકટરશ્રી પ્રભવ જોષીએ અનુરોધ કર્યો છે. નવા મતદારોની નોંધણી માટે ફોર્મ નં. 6, ઓવરસીઝ મતદારો માટે ફોર્મ નં. 6-અ, ચૂંટણી કાર્ડ સાથે આધાર લિંક કરાવવા માટે ફોર્મ નં. 6-બ, મતદારયાદીમાં નામ કમી કરવા માટે ફોર્મ નં. 7, ચૂંટણી કાર્ડમાં નામ, જન્મ તારીખ, ફોટો, સરનામું વિગેરે સુઘારા માટે / ડુપ્લીકેટ ચૂંટણી કાર્ડ માટે / સ્થાળાંતરના કિસ્સામાં / પીડબ્લ્યુડી ફલેટ કરવા માટે ફોર્મ નં. 8 ભરવાનું રહેશે.

નાગરિકો નજીકની મામલતદારની કચેરી, નાયબ કલેકટરની કચેરી અથવા કલેકટર કચેરી ખાતે રૂબરૂ જઈને અરજી ફોર્મ મેળવી મતદારયાદીમાં સુધારા વધારા કરાવી શકે છે. ઉપરાંત આગામી તા.16/04/2023 ના રવિવારના રોજ અને 23/04/2023ના રવિવારના રોજ સવારે 10 થી સાંજના 5 વાગ્યા સુધી દરેક મતદાન મથકે બુથ લેવલ ઓફીસરશ્રી પણ હાજર રહેશે., તેમની પાસે રૂબરૂ જઈને પણ અરજી કરી શકે છે.

મતદાર યાદીમાં નામ ચકાસવા માટે તેમજ નામ દાખલ, કમી કરવા અને સુધારાની અરજી ચૂંટણી પંચની ઓફીશ્યલ વેબસાઈટ ૂૂૂ.દજ્ઞયિંતિ.યભશ.લજ્ઞદ.શક્ષ તથા ૂૂૂ.ક્ષદતા.શક્ષ ઉપર ઓનલાઈન અરજી પણ કરી શકાય છે. વોટર હેલ્પલાઇન એપ્લીકેશનની મદદથી નાગરિકો ઘરબેઠા પણ મતદારયાદીમાં સુધારા વધારા કરી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.