હાલ બસ વાપી સુધી જશે: મહારાષ્ટ્ર આરટીઓની મંજૂરી બાદ બસ પૂના જશે

છેલ્લા કેટલાંક દિવસોથી મુસાફર જનતા જેની રાહ જોઈ રહી હતી તે એસ.ટી.ની રાજકોટથી પૂનાની બસ સર્વિસ ગઈકાલથી શરૂ કરી દેવામાં આવી છે. આ અંગે રાજકોટ એસ.ટી. વિભાગનાં જણાવ્યા મુજબ રાજકોટ થી -પૂના, માટેની વોલ્વો સ્લિપર બસ ગઈકાલથી શરૂ કરી દેવામાં આવી છે. રાજકોટથી પૂનાનું ભાડુ રૂ.૨૨૨૮ રાખવામાં આવ્યું છે અને ૨૫ ટકા, ડિસ્કાઉન્ટ પણ બુકીંગ ઉપર આપવામાં આવશે. રાજકોટથી પૂનાની બસ દૈનિક સાંજે ૪.૩૦ કલાકે ઉપડશે જે બીજા દિવસે સવારે ૮ વાગ્યે પૂના પહોચાડશે અને પૂનાથી રાજકોટની બસ બપોરે ૩ વાગ્યે ઉપડશે. રાજકોટ એસ.ટી. વિભાગનાં સુત્રોનાં જણાવ્યા મુજબ રાજકોટથી પૂનાની બસ હાલ વાપી સુધી જ જશે અને વાપીનું ભાડુ રૂ.૧૨૫૯ રાખેલ છે. મહારાષ્ટ્ર આર.ટી.ઓની મંજૂરી મળ્યા બાદ રાજકોટથી પૂના સુધી બસ મળશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.