Abtak Media Google News

સેન્ટ્રલ બોર્ડ ઓફ એજયુકેશન દ્વારા ૮ જુલાઈએ ૯૧ શહેરોમાં ૮૪ વિષયોમાં યોજાશે યુજીસી નેટ પરિક્ષા

યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (યુજીસી) નેશનલ એલીજીબીલીટી ટેસ્ટ (નેટ)ના ફોર્મ ભરવાની ઓનલાઈન પ્રક્રિયા આજથી શરૂ થઈ ગઈ છે. આગામી ૮ જુલાઈના રોજ ૮૪ વિષયોમાં અને ૯૧ શહેરોમાં આ યુજીસી નેટ-૨૦૧૮ યોજાવાની છે.

Advertisement

જણાવી દઈએ કે, ભારતીય યુ નિવર્સિટીઓમાં જુનિયર રિસર્ચ ફેલોસીપ-જેઆરએફ અને એલીજીબીલીટ ફોર આસીસ્ટન્ટ પ્રોફેસરના એવોર્ડ માટે આ પરીક્ષા લેવાય છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેક્ધડરી એજયુકેશન-સીબીએસઈ દ્વારા યુજીસી નેટ યોજાય છે. ૮ જુલાઈના રોજ યોજાનારી આ પરિક્ષાની વિગતવાર માહિતી સીબીએસઈ ૨૩ ફેબ્રુઆરીએ રીલીઝ કરશે. હાલ તો રજીસ્ટ્રેશન માટેની ઓનલાઈન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.

જે કોઈ પણ ઉમેદવાર યુજીસી નેટ આપવા સક્ષમ હોય અને ઈચ્છતા હોય તો તેઓએ સીબીએસઈ વેબસાઈટ પર જવુ પડશે. એપ્લાય કરતા પહેલા ઉમેદવારે ફોટો સ્કેન કરી મોકલવો પડશે. ત્યારબાદ તમામ વિગતો પૂર્ણ કરી પેમેન્ટ માટેનો વિકલ્પ પસંદ કરી રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.