Abtak Media Google News

જિલ્લા તેમજ તાલુકા કક્ષાએ સંકલન માટે પ્રભારી સચિવ અને પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં સમિતિનું ગઠન

સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા ભારતીય સંસ્કૃતિની ઉત્તમ દેન એવી યોગ વિદ્યાને વૈશ્વિક વિરાસતમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જે સંદર્ભમાં પ્રતિ વર્ષ ૨૧ મી જૂનને વિશ્વયોગ દિવસતરીકે ઉજવવાનું સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા જાહેર કરાયું છે. જેના ભાગરૂપે ગુજરાત સહિત સમગ્ર દેશમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી છે. રાજ્યમાં ૨૧ મી જૂન ચોા આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસની ભવ્ય ઉજવણી થાય અને તેમાં સૌ નાગરિકો જોડાય તેના સુચારૂ આયોજન માટે રાજ્ય સરકાર દ્વારા રાજ્ય કક્ષાની તેમજ જિલ્લા- તાલુકા સ્તરની સંકલન સમિતિઓની રચના કરવામાં આવી છે.

રાજ્ય કક્ષાની સમિતિમાં અધ્યક્ષ તરીકે શિક્ષણ મંત્રી  ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, સભ્ય તરીકે ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા તેમજ રમત-ગમત રાજ્ય મંત્રી ઇશ્વરસિંહ પટેલનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત જિલ્લા કક્ષાની સંકલન સમિતિમાં અધ્યક્ષ તરીકે જિલ્લા પ્રભારી સચિવ, સભ્ય તરીકે સબંધિત વિસ્તારના સંસદસભ્ય અને ધારાસભ્ય તા સહઅધ્યક્ષ તરીકે જિલ્લા કલેકટર/મ્યુનિસિપલ કમિશનર રહેશે. તાલુકા કક્ષાએ સંકલન સમિતિમાં અધ્યક્ષ તરીકે એ.ટી.વી.ટી. પ્રાંત અધિકારી તા સહઅધ્યક્ષ તરીકે તાલુકા વિકાસ અધિકારી રહેશે.

આ ઉપરાંત રાજ્ય કક્ષાની સમિતિમાં સભ્ય તરીકે મુખ્ય સચિવશ્રી તેમજ સભ્ય સચિવ તરીકે યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓના કમિશનર રહેશે. જિલ્લા સંકલન સમિતિમાં સભ્ય સચિવ તરીકે નિવાસી અધિક કલેકટર તેમજ તાલુકા સંકલન સમિતિમાં તાલુકા મામલતદાર રહેશે.

આ ઉપરાંત વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓની સભ્ય તરીકે રાજ્ય, જિલ્લા તેમજ તાલુકા કક્ષાની સંકલન સમિતિઓમાં કરવામાં આવી છે. તેમ રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ દ્વારા જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.