Abtak Media Google News

યુકે સરકારે પ્રાયોરિટી અને સુપર પ્રાયોરિટી વિઝા અમલી બનાવ્યા

હાલ આંતરરાષ્ટ્રીય સ્તરે વિઝાની પ્રોસેસ ખૂબ જટિલ બની ગઈ છે એટલું જ નહીં વિદેશ અભ્યાસ અર્થે જનાર વિદ્યાર્થીઓને વિઝાને લઈ ઘણી તકલીફનો સામનો પણ કરવો પડી રહ્યો છે બીજી તરફ તેઓના અભ્યાસને પણ ઘણી ખરી અસર પણ પહોંચી રહી છે ત્યારે વિવિધ દેશોની સરકાર પોતાની વિઝા પોલિસીને સરળ બનાવવાનો પ્રયત્ન હાથ ધર્યો છે. યુનાઇટેડ કિંગડમ દ્વારા જે વિદ્યાર્થીઓ વિદેશી અભ્યાસ કરશે આવી રહ્યા હોય તેમના માટે વિઝા પોલિસીને ખૂબ જ સરળ બનાવી છે અને તેમાં બે સ્કીમની પણ અમલવારી કરી છે.

હવે જે વિદ્યાર્થીઓ યુનાઇટેડ કિંગડમ એટલે કે યુકેમાં અભ્યાસ અર્થે જવા માંગતા હોય તેઓને પ્રાયોરિટી વિઝા અને સુપર પ્રાયોરિટી વિઝા ની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે પ્રાયોરિટી વિઝા લેનાર વિદ્યાર્થીને માત્ર પાંચ દિવસમાં જ સ્ટુડન્ટ વિઝા મળી જશે અને સુપર પ્રાયોરિટી વિઝા લેનાર વિદ્યાર્થીને એક જ દિવસમાં સ્ટુડન્ટ વિઝા મળી જશે જેના માટે તેઓએ નિર્ધારિત કરેલી રકમ આપવાની રહેશે અને તેમના વિઝા અંગેની માહિતી પણ યુકે ગવર્મેન્ટની વેબસાઈટ ઉપર ઉપલબ્ધ કરાવી દેવામાં આવશે.

તરફ જે વિદ્યાર્થીઓ રેગ્યુલર સ્ટુડન્ટ વિઝા માટે અરજી કરેલી હોય તેઓને પણ 15 દિવસમાં વિઝા મળી જાય તે માટેની યોગ્ય વ્યવસ્થા પણ સરકાર દ્વારા ગોઠવવામાં આવેલી છે કારણ કે અત્યારે ખૂબ મોટી સંખ્યામાં યુકેમાં અભ્યાસ અર્થે જનાર વિદ્યાર્થીઓએ વિઝા માટે રાહ જોવી પડી રહી છે. એ વિઝાની અરજીઓ નો પણ ભરાવો સતત વધુ જોવા મળી રહ્યો છે. તરફ યુકે ગવર્મેન્ટ એ એ વાત ઉપર ધ્યાન કેન્દ્રિત કરતા જણાવ્યું છે કે જે વિદ્યાર્થીઓ વિઝા માટે એપ્લાય થઈ રહ્યા છે તેઓએ યોગ્ય દસ્તાવેજો આપવા એટલા જ જરૂરી છે. યુનાઇટેડ કિંગડમ ના સરકાર દ્વારા જે આંકડા જાહેર કરવામાં આવ્યા છે તેમાં એ વાતની સ્પષ્ટતા કરાઈ છે કે જૂન 2022 માં એક લાખથી વધુ ભારતીય વિદ્યાર્થીઓને સ્ટુડન્ટ વિઝા આપવામાં આવ્યા છે અને ગત વર્ષની સરખામણીમાં આશરે 90% નો વધારો જોવા મળ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.