Abtak Media Google News

અંગ્રેજો દ્વારા રાખવામાં આવેલા 3 ટાપુ ના નામ સુભાષચંદ્ર બોઝ દ્વીપ,શહિદ દ્વીપ , સ્વરાજ દ્વીપ નામ દ્વારા બદલાવ્યા હતાIsland1 Kztc 621X414@Livemint 1

થોડા સમય પહેલા  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અંદમાન –નિકોબારના પ્રવાસે આવ્યા હતા ત્યારે તેમણે અંગ્રેજો દ્વારા રાખવામાં આવેલા 3 ટાપુ ના નામ સુભાષચંદ્ર બોઝ દ્વીપ,શહિદ દ્વીપ , સ્વરાજ દ્વીપ નામ દ્વારા બદલાવ્યા હતા. ત્યારે હવે IRCTC  દ્વારા બીજી અગત્ય ની જાહેરાત કરી છે કે અંદમાન-નિકોબાર સુધી રેલ મુસાફરી કરી શકાશે.

જો તમને સમુદ્રનું પાણી અને તે પાણી ઉપર ખુલ્લા આકાશને અત્યંત પસંદ કરો છો તો  તમે લોકો એ જીવનમાં એક વખત અંદમાન નિકોબાર ટાપુની ચોક્કસ મુલાકાત લેવી જોઈએ. આ એક એવું  ડેસ્ટિનેશન છે જે બહુ ખર્ચાળ નથી અને સંપુર્ણ રીતે પૈસા વસૂલ પણ છે. પરંતુ હાલ અંદમાન નિકોબાર જવા માટે પહેલા  હવાઈ મુસાફરી અને ત્યાર બાદ  દારયાઇ મુસાફરી દ્વારા  અથવા બસ મુસાફરી દ્વારા પહોચી શકાય  છે.ત્યારે હવે ભારતીય રેલવેએ આ કામ પણ સરળ કર્યું છે.

અંદમાન-નિકોબાર સુધી રેલ મુસાફરી કરી શકાશે

05C45612 C606 4914 Bac5 A14D2B2Cdea4 1

આ મુસાફરી 240 કિમીની છે જે ટ્રેન મારફત 10 કલાકમાં પૂર્ણ થઇ શકે છે. અત્યારે આ બે ટાપુઓ સુધી પહોંચવા માટે જળ માર્ગથી શિપ અથવા તો રસ્તાના માર્ગોથી તે જ પહોંચાડે છે. બસથી અંદમાન નિકોબાર પહોંચવાની મુસાફરી 14 કલાકની છે અને દરીયાઇ મુસાફરીથી લગભગ 24 કલાક જેટલો સમય લાગે છે.

પરંતુ એકવાર આ ટ્રેન જો ચાલુ થઈ જશે એટલે તમે પોર્ટ બ્લેયરથી ફક્ત 10 કલાકમાં અંદમાન નિકોબાર જેવા સુંદર ટાપુ પર પોહચી જાસો.ખુશીની વાત તો એ છે કે ટ્રેન મુસાફરી દરમ્યાન તમને માર્ગમાં ઘણા સુંદર વસ્તુઓ પણ જોવા મળે છે.

થોડા વર્ષો પહેલા પણ ભારતીય રેલવે દ્વારા આ પ્રોજેક્ટ શરૂ કરવાનું કહેવામાં આવ્યું હતું, પરંતુ તે સમયે આ ટ્રેનને હારી ઝંડી આપવામાં આવી નતી . હવે અંદમાન નિકોબારમાં વધતી જતી ટુરિઝમ બિઝનેસને ધ્યાનમાં રાખીને ફરી એકવાર આ પ્રોજેક્ટ ને ચાલુ કરવા માં આવ્યો છે.

સી ડાઇવિંગ

15059Eca 3661 4746 80Ef D77499Dc2104

આ પ્રોજેક્ટની શરૂઆત અને પૂર્ણ બનવાની સાથે અંદમાન નિકોબારનો ટુરિઝમ બિઝનેસમાં પણ વધારો થાશે . અત્યારે આ બંને ટાપુ પર જનારા લોકો માં વધારો થઈ રહ્યો છે .હનીમૂન કપલ માટે આ બેસ્ટ ડેસ્ટીનેશ બની રહ્યું છે. 

જો તમે દરિયાઇ જીવનને પાણીની અંદર થી અને એડવેંચર પસંદ કરનારા લોકો માટે પણ અંદમાનમાં   સ્કાબા ડાઇંગ માટે આ જગ્યા ફેમસ છે. દરિયાઇ જીવોને અત્યંત નજીકથી જોઈને તમારા જીવન માટે શ્રેષ્ઠ એક્સપિરીયન્સ બની શકે છે.

એડવેન્ચર

Untitled 1 Copy

વધુમાં પાણીની રમતો જેમ કે બનાના બૉટ રાઈડ, પેરા સિલીંગ, જેટ સ્કીઇંગનો શોખ, અને તે પણ સ્વચ્છ સાફ પાણીમાં  તો તમારે આ સ્થળની જરૂર મુલાકાત લેવી જોઈએ.

નાઈટ આઉટ

Fd474C9F Cc79 4851 87E5 9C8583De7D4E

એડવેંચર્સ સિવાય અંદમાન નિકોબાર હનીમુન કપલ્સ માટે શ્રેષ્ઠ રોમેન્ટિક યાત્રા ડેસ્ટિનેશન છે. અહીં તેઓ 4 થી 5 ના નાઇટ ટ્રીપ યોજના કરી શકે છે. અંદમાન નિકોબાર માં ઑક્ટોબર થી લઇને મે દરમિયાન તમે કોઈ પણ સમયે જઇ શકો છો . આ વચ્ચે અહીં તાપમાન લઘુતમ 23 ડિગ્રી સેલ્શિયસથી લઈને મહત્તમ 30 ડિગ્રી સેલ્સિયસ સુધી હોય છે. ડિસેમ્બર અને જાન્યુઆરીમાં અહિયાં વિશેષ તૌર્સિમ  ફેસ્ટિવલનું આયોજન થાય છે. તે દરમિયાન અહીં ખૂબ ભીડ થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.