Abtak Media Google News

ગગનયાનમાં કોઈ ખામી સર્જાય તો અવકાશયાત્રીને સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા લાવી શકાય

Gaganyaan Finish

Advertisement

નેશનલ ન્યૂઝ 

ISRO અવકાશી ખેતી કરવા માટે સજ્જ થઈ ગયું છે ત્યારે અનેકવિધ સફળ આયામો સર કર્યા છે. હાલ ગગનયાન પ્રોજેક્ટને યોગ્ય રીતે લોન્ચ કરવા માટે દ્વારા પરીક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું. ગગનયાન મિશનની પ્રથમ ટેસ્ટ ફ્લાઈ સફળતા પૂર્વક પરીક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું. પ્રથમ પરિક્ષણના નિર્ધારિત સમય પૂર્વજ ખરાબ મોસમ અને વાતાવરણના પગલે લોન્ચની પાંચ સેક્ધડ પૂર્વે જ પરીક્ષણ મિશનને મુલતવી રાખવામાં આવ્યું છે . પરંતુ ઈસરોએ 10 વાગ્યે ફરીથી ગગન્યાનનું સફળ પરીક્ષણ કર્યું છે અને ISROને ધારી સફળતા પણ મળી છે. ત્યારે આવનારા દિવસોમાં નવી તારીખો ISRO દ્વારા જાહેર કરવામાં આવશે. ગગનયાન મિશનની પ્રથમ ટેસ્ટ ફ્લાઈટ પછી, વધુ ત્રણ ટેસ્ટ ફ્લાઈટ્સ ઉ2, ઉ3 અને ઉ4 મોકલવામાં આવશે. આ પરીક્ષણ ઉડાન ઈસરો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે આગળની સમગ્ર યોજના તેની સફળતા પર જ નિર્ધારિત કરવામાં આવી છે. મિશન ગગન્યાન વર્ષ 2024 અથવા 2025 માં લોન્ચ કરાશે. આ પરીક્ષણ ISROના નવા આયામો સર કરવા ઉપયોગી નીવડશે. ગગનયાન મિશનની પ્રથમ પરીક્ષણ ઉડાનમાં, ઈસરો ક્રૂ મોડ્યુલને બાહ્ય અવકાશમાં મોકલશે, ત્યારબાદ તેને જમીન પર પાછું મોકલવામાં આવશે. ફ્લાઇટ દરમિયાન નેવિગેશન, સિક્વન્સિંગ, ટેલિમેટ્રી, એનર્જી વગેરેની તપાસ કરવામાં આવશે. જો આ વ્યાખ્યાને સરળ શબ્દોમાં સમજીએ તો, મિશન દરમિયાન રોકેટમાં કોઈ ખામી સર્જાય તો, અવકાશયાત્રીને સુરક્ષિત રીતે પૃથ્વી પર લાવનાર સિસ્ટમનું પરીક્ષણ કરવામાં આવશે.

ISROના આ મિશનને ગગનયાન ટેસ્ટ વ્હીકલ એબોર્ટ મિશન-1 કહેવામાં આવે છે. એબોર્ટ ટેસ્ટનો અર્થ એ છે કે જો કોઈ સમસ્યા હોય તો અવકાશયાત્રી સાથે આ મોડ્યુલ તેમને સુરક્ષિત રીતે નીચે લાવી શકે છે. આ પરીક્ષણ મિશનમાં, ફ્લાઇટના ત્રણ ભાગો હશે – એબોર્ટ મિશન માટે બનાવેલ સિંગલ સ્ટેજ લિક્વિડ રોકેટ, ક્રૂ મોડ્યુલ અને ક્રૂ એસ્કેપ સિસ્ટમ. પરીક્ષણ દરમિયાન, પ્રથમ ક્રૂ મોડ્યુલ લેવામાં આવશે. આ પછી ક્રૂ મોડ્યુલ અને ક્રૂ એસ્કેપ સિસ્ટમ અલગ થઈ જશે. ક્રૂ મોડ્યુલને અહીંથી લગભગ 2 કિમી દૂર લઈ જવામાં આવશે અને શ્રીહરિકોટાથી 10 કિમી દૂર સમુદ્રમાં ઉતારવામાં આવશે. સમુદ્રમાં ક્રૂ મોડ્યુલને સ્પ્લેશ કરતી વખતે, તેના પેરાશૂટ ખુલશે. પેરાશૂટ અવકાશયાત્રીઓના સુરક્ષિત ઉતરાણમાં મદદ કરશે. આ ક્રૂ મોડ્યુલની ઝડપ ઘટાડશે, તેમજ તેને સ્થિર રાખશે. દરમિયાન, વૈજ્ઞાનિકો પરીક્ષણ કરશે કે શું સમગ્ર કાર્યવાહી યોગ્ય રીતે કામ કરી રહ્યો છે કે નહીં.

ગગનયાનની પ્રથમ ટેસ્ટ ફ્લાઈટ શ્રીહરિકોટાથી સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવી છે. પડકારોને પાર કરીને ISROએ ગગનયાન મિશનની પ્રથમ ટેસ્ટ ફ્લાઈટ લોન્ચ કરીને ઈતિહાસ રચ્યો છે. ISROએ રવિવારે સવારે 10 વાગ્યે શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરમાંથી ગગનયાનના ક્રૂ મોડ્યુલને લોન્ચ કર્યું હતું. તેને ટેસ્ટ વ્હીકલ એબોર્ટ મિશન-1 અને ટેસ્ટ વ્હીકલ ડેવલપમેન્ટ ફ્લાયન્ટ (ટીવી-ડી1) પણ કહેવામાં આવે છે. આ ટેસ્ટ ફ્લાઇટની સફળતા ગગનયાન મિશનના આગળના તમામ આયોજનની રૂપરેખા નક્કી કરશે. આ પછી આવતા વર્ષે બીજી ટેસ્ટ ફ્લાઈટ હશે જેમાં હ્યુમનનોઈડ રોબોટ વ્યોમિત્રને મોકલવામાં આવશે. એબોર્ટ ટેસ્ટનો અર્થ એ છે કે જો કોઈ સમસ્યા હોય તો અવકાશયાત્રી સાથે આ મોડ્યુલ તેમને સુરક્ષિત રીતે નીચે લાવી શકે છે.

ક્રૂ મોડ્યુલ શું છે ?

ક્રૂ મોડ્યુલ એ એક ભાગ છે જેની અંદર અવકાશયાત્રીઓ બેસીને 400 કિલોમીટરની ઊંચાઈએ ઓછી ભ્રમણકક્ષામાં પૃથ્વીની આસપાસ ફરશે. તે એક કેબિન જેવું છે, જેમાં અવકાશયાત્રીઓ માટે ઘણી સુવિધાઓનો સમાવેશ થાય છે. ક્રૂ મોડ્યુલમાં નેવિગેશન સિસ્ટમ, ફૂડ હીટર, ફૂડ સ્ટોરેજ, હેલ્થ સિસ્ટમ અને ટોઇલેટ વગેરે સહિતની દરેક વસ્તુ હશે. તેનો આંતરિક ભાગ ઊંચા અને નીચા તાપમાનને સહન કરશે. તે અવકાશયાત્રીઓને સ્પેસ રેડિયેશનથી પણ બચાવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.