અર્વાચીન દ્વારકાની આગવી ઓળખ બનતો સુદામા સેતુ

યાત્રાધામ દ્વારકામાં ગોમતી ઘાટ અને પંચનદતીર્થ વચ્ચે બનાવવામાં આવેલા બેનમુન સુદામા સેતુને થોડો સમય પહેલા ખુલ્લો મુકાયા બાદ પ્રવાસીઓમાં તે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સહયોગમાં પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ મોડ હેઠળ તીર્થધામ દ્વારકામાં ગોમતી નદી પર તૈયાર થયેલા લક્ષ્મણ ઝુલા પ્રકારના સુદામા સેતુનું ગુજરાત રાજયના ભૂતપૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે જુન, ૨૦૧૬ના ઉદઘાટન કર્યું હતું.

અદ્યતન ડિઝાઈન અને લાઈટીંગ ડેકોરેશન સહિતની વિશેષ સુવિધાઓથી સજજ જુલતો પુલ સુદામા સેતુ પવિત્ર ગોમતી નદીથી વિશાળ અને રમણીય દરીયાઈ બીચ ધરાવતા પંચનદતીર્થ જવા માટે પ્રવાસીઓને ખુબ જ ઉપયોગી બન્યો છે. દરિયા કિનારે પંચકુઈ વિસ્તારના કુવાઓમાં પીવાલાયક પાણી મળે તે શ્રીકૃષ્ણની કૃપા જ છે.

પંચકૂઈ વિસ્તારના વિકાસ માટે ગુજરાત સરકાર અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લોકભાગીદારીથી કાર્ય હાથ ધરશે. કૃષ્ણ-સુદામાની મેંત્રી વિશે તેમજ દ્વારકાના ઈતિહાસ વિશે દ્રશ્ય-શ્રાદ્ધ પ્રદર્શની હોય તો તેનાથી આપણી આવનારી પેઢીને તેની મહતા અને મહાત્મ સમજાય તેમ હોય આ સુદામા સેતુનું નિર્માણ કરવામાં આવ્યું છે.

દ્વારકાના રાજવી દ્વારકાધીશ શ્રીકૃષ્ણ અને પોરબંદરના ગરીબ બ્રાહ્મણ સુદામાની અનોખી મૈત્રીની પ્રતિકાત્મક સ્મૃતિ સમાન ‘સુદામા સેતુ’ ગોમતી ઘાટને પંચનદતીર્થ સાથે જોડે છે. રૂ.૭.૭ કરોડના ખર્ચે તૈયાર થયેલા ૧૧૬ મીટર લાંબા તથા ૨.૪ મીટર પહોળા કેબલ સસ્પેન્શન બ્રિજના કારણે હવે યાત્રાળુઓ સુલભતાથી પંચનદ તીર્થની મુલાકાત લઈ શકે છે.

ભગવાનશ્રી કૃષ્ણના જીવનનો પરીચય

જન્માષ્ટમીના દિવસે મથુરા, વૃંદાવન કે દ્વારકા જ નહિં પરંતુ દેશનો ખુણેખુણો ભગવાન શ્રી કૃષ્ણના દર્શન માટે બેતાબ થઇ ઉઠે છે. આ દિવસે વહેલી સવારથી ધાર્મિક વાતાવરણમાં ભકતજનોની ભીડ એકઠી થવા લાગે છે. આજથી બરાબર ૫૨૪૩ વર્ષ પહેલા શ્રાવણ વદ આઠમને બુધવારથી મધરાતે બરાબર ટકોરે જયારે ચંદ્ર રોહીણી નક્ષત્રમાં હતો એ સમયે માતા દેવકીની કુખે મથુરાના કારાગારમાં ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ થયો.

પાલક માતા-પિતા પાસે રહીને ઉછરેલા આ પરાક્રમી બાળકે મોટા થઇને એની રાજધાની દ્વારકામાં સ્થાપી ત્યારથી દ્વારકાનું મહત્વ વધી ગયું છે. દેશના ચાર મુખ્ય યાત્રાધામોમાનું દ્વારકા એક ધામ ગણાવા લાગ્યું.  ભગવાન શ્રી કૃષ્ણની રાજધાનીની આ શહેરમાં દર વર્ષે બે થી ત્રણ લાખ ભાવિકો જન્માષ્ટમીના દિવસે ભગવાન શ્રી દ્વારકાધીશના વિખ્યાત જગતમંદીરના દર્શનાથે આવે છે. પાંચ હજાર વર્ષ પછી પણ જગત મંદીરનું મહત્વ એ જ રહ્યું છે.

મથુરા અને દ્વારકાનું લાબું અંતર જોતા બન્ને સ્થળોના અવતારો અલગ હોઇ શકે છે. મથુરામાં ગોપીઓ સાથે લીલા કરતો કાનુડો અને સાંદિપની ઋષિના આશ્રમમાં સુદામા સાથે ભણતો દ્વારિકાનો કૃષ્ણ સગા પણ હોઇ શકે. આપણા ભકત કવિઓ, સુરદાસ, મીરાબાઇ, નરસિંહ મહેતા વગેરેએ તેમના ભકિતગીતો ભજનોમાં મથુરાનો કાનુડાને કાનુડા, ગીરધર, ગોવિંદ – ગોપાલ નામે જ ઉદબોઘ્યો છે.

પાંડવપુત્ર અર્જુન પણ મહાભારતના યુઘ્ધ વખતે તેને કેશવ તરીકે સંબોધે છે. ૧૯મી સદીની આસપાસ વૈષ્ણવ સંપ્રદાયે વિષ્ણુના સત્કાયોને ઘ્યાનમાં રાખી કૃષ્ણ સ્વરુપે મંદીરમાં તેની સ્થાપના કરી હશે. શ્રી કૃષ્ણ એ શાસ્ત્રકારો અને વૈષ્ણવોના મનના સ્વપ્ન પુરુષ કલ્પીત કૃષ્ણ ભગવાન છે. આ બધા અનુમાન છે છતાં કૃષ્ણ એક ભારતીય સંસ્કૃતિ ધર્મનું સનાતન સત્ય છે.

દ્વારકામાં કોણ છે ?….. રાજા રણછોડ છે

દ્વારકાની સકડ અને ગલીઓમાંથી પસાર થતાં ભાવવિભોર ભકતવૃંદમાંથી કોઇ તાર સ્વરે સાથેનાને પૂછે છે,  ‘દ્વારકામાં કો…ણ છે ?’ અને પછી તેની સાથે નાચતું આખુંય વૃંદ લહેકા સાથે જવાબ ઉછાળે છે “રાજા રણછોડ છે ‘દ્વારકામાં કોણ છે?’ “રાજા રણછોઠડ છે!

આ જવાબનો છેલ્લો શબ્દ રોમાંચિત કરે તેવો છે. એ શબ્દ છે દ્વારકામાં કોણ છે? એ સવાલમાં જવાબમાં જ તે વખતે હયાત સંત, શાસક કે શેઠીયાનું નામ આવી શકે છે અને વખતો વખત એ નામ બદલાઇ પણ શકે પરંતુ બદલી શકે કે બદલાતું રહે તેવા નામને ભકત લોકો શાટ માટે સંભારે ? એમના દિલમાં તો ન બદલાયેલો આ જવાબ જડાઇ ગયો છે રાજા રણછોડ છે !

દ્વારકામાં કોણ છે ? એમ બોલાતી વખતે દ્વારકાનો અર્થ શ્રીકૃષ્ણ દ્વારા વસાવાયેલ કોઇ ચોકકસ નગરી ભલે થતો હોય પરંતુ ગમે તે કૃષ્ણપ્રેમીનું દિલ દ્વારકા સમાન છે. એ પણ સમજવા જવું છે. એવા દિલમાં રાજા રણછોડનુ: વસવું સહજ છે.

આમેય ભકતને આધીન રહેવાની પ્રભુ કૃષ્ણની પહેલી પસંદગી છે. ભકતના દિલની દ્વારકામાં બેઠા બેઠા એ ભકતો સહીત બ્રહ્માંડનો વ્યવહાર ચલાવે છે પોતાના નામની આગળ પાછળ રાજપદ સુચતના શબ્દોને શ્રી કૃષ્ણે નિમણુંક આપી નથી. એ તો એવા રાજા છે કે જેમનો રીતસરનો રાજયાભિષેક  થયો જ નહીં. એ તો ભાવાવિષેકથી રબાજા કહેવાતા આવ્યા છે બાકી મથુરામાં દુષષ્ટ કંસને માર્યા પછી ત્યાંના રાજા થવાની તક તો તેમની તરુણ વયે જ આવી ઉભી હતી.

આ પછી દ્વારકાની રાજગાદીએબેસતા એમને કયાં કોઇ વારે એમ હતું ? આમ છતાં તેમણે રાજય વહીવટ માટે ગણરાજય પઘ્ધતિ પસંદ કરી રાજગાદી ઉગ્રસેનને ધરી આમ દ્વારકાના રાજા તો ઉગ્રસેન પરંતુ મહતવના બધા જ નિર્ણયો માટે સૌની આંખ શ્રીકૃષ્ણ પર મંડાતી, આથી સત્રાજીત, કૃતવર્મા વગેરે કટાક્ષમાં શ્રી કૃષ્ણને દ્વારકાધીશ કહેતા વખત જતાં આ વ્યંગ વાસ્તવિક બની ગયો કાંકરીચાળો કુસુમવર્ષામાં ફેરવાઇ ગયો. શ્રીકૃષ્ણ સૌ કોઇના દિલમાં દ્વારકાધીશએ દ્વારકેશરુપે સ્થપાઇ ગયા.