Abtak Media Google News

મુખ્યમંત્રી એપ્રેન્ટીસશિપ યોજનાનો લાભ લઇ રોજગારી મેળવવા માટે આધાર નંબર ફરજિયાત

સરકારી યોજનાઓનો લાભ લેવા માટે સરકારે મોટાભાગના ક્ષેત્રે આધાર ફરજીયાત બનાવ્યું છે. ત્યારે હવે ગુજરાતમાં બેકારોને રોજગારી મેળવવાનો ‘આધાર’ આધાર બન્યું છે.  ચીફ મીનીસ્ટર એપ્રેન્ટીસશીપ સ્કીમ સ્નાતક અને અનુસ્નાતક વિઘાર્થીઓને રોજગારીની સુવર્ણ તક આપશે પરંતુ આ માટે સરકારે યુઆઇડી એટલે કે આધાર ફરજીયાત બનાવ્યું છે.

તાજેતરમાં ગુજરાત યુનિવર્સિટી દ્વારા ૧૯૦૦ પોસ્ટ પર ભરતી માટેની અરજી મંગાવવામાં આવી છે. આ પોસ્ટમાં રસ ધરાવનારાઓ પાસે આધાર કાર્ડ નંબર હોવા ફરજીયાત ગણાવાયા છે. ચીફ મીનીસ્ટર એપ્રેન્ટીસશીપ હેઠળ બેકાર લોકોને રોજગારી મળશે. આ તમામ બેકારોને પણ પગારની રકમ સરકાર ચુકવશે તો પ૦ ટકા પગાર જે તે કંપની કે ફર્મ ચુકવશે.

આમ ગુજરાત સરકારની આ સ્કીમ હેઠળ લાભ લેનાર તમામ બેકારોના ખાતામાં દર મહિને રૂ ૩૦૦૦ જમા થઇ જશે ગુજરાત યુનિવસિૈટીના અધિકારીઓએ આ વિશે વધુ માહીતી આપતા જણાવ્યું કે ચીફ મીનીસ્ટરસ એપ્રેન્ટીસશીપ યોજનાનો લાભ લઇ રોજગારી મેળવવા ઇચ્છુક ઉમેદવારોએ રીઝયુમ, માર્કશીટ, પાંચ પાસપોર્ટ સાઇઝના ફોટા અને આધાર કાર્ડ ફરજીયાત પણે રજુ કરવાના રહેશે. અને આ માટે ઓનલાઇન નોંધણી શરુ થશે જેના માટે આધાર નંબર ફરજીયાત છે. અને જો ઉમેદવાર પાસે આધાર નંબર નહિ હોય  તો તેને વહેલીતકે આધાર નંબર મળી રહે તેવી સુવિધા પણ ઉ૫લબ્ધ કરાઇ છે.

આ યોજનાના હેન્ડલીંગ હેડ બી.બી. વડાલીયાએ કહ્યું કે હવે આધાર થકી નોકરી સરળતાથી મળશે અને ઉમેદવાર તેની ઇચ્છા મુજબ નોકરી છોડવા પણ સ્વતંત્ર હશે. ગુજરાત યુનિવર્સિટી દ્વારા આ યોજના હેઠળ ૧૯૦૦ પોસ્ટ પર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે જેમાં બેચલર અને માસ્ટર કોર્સ કરનારા તમામ વિઘાર્થીઓ એપ્લાઇ કરી શકશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.