Abtak Media Google News

ચીફ જસ્ટિસની અધ્યક્ષતાવાળી પાંચ જજોની બંધારણીય પીઠે બંને પક્ષકારને રસ્તો કાઢવાની ભલામણ કરી હતી

અયોધ્યા જમીન વિવાદ કેસમાં મધ્યસ્થીના મુદ્દે આજે સુપ્રીમ કોર્ટમાં મહત્વની સુનાવણી થઈ હતી. જેમાં અયોધ્યા રામ જન્મભૂમિ, બાબરી મસ્જિદ ભૂમિ વિવાદ અંગે મધ્યસ્થતા દ્વારા સમાધાન કરી શકાય કે નહીં તે અંગે સુપ્રીમ કોર્ટે ફેંસલો અનામત રાખ્યો છે. આ પૂર્વે ૨૬ ફેબ્રુઆરીના રોજ સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, ૬ઠી માર્ચે બીજો આદેશ આપવામાં આવશે. ચિફ જસ્ટીસ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી પાંચ ન્યાયાધીશોની બંધારણીય પીઠે ભલામણ કરી હતી કે, વાતચીતનો રસ્તો કાઢવા માટે બન્ને પક્ષકારો નિર્ધાર કરે.

આજરોજ સુપ્રીમમાં ૧ કલાક સુધી દલીલો ચાલી હતી. ત્યારબાદ નિર્ણય લેવાયો કે, જમીન વિવાદ કેસનો મુદ્દો અનામત રખાયો છે. બંધારણીય બેંચે દરેક પક્ષકારને મધ્યસ્થતા પેનલ માટે બુધવારે જ નામ આપવાનું કહ્યું હતું જેથી તાત્કાલીક ધોરણે જમીન વિવાદનો ઉકેલ લાવી શકાય જો કે, ફેબ્રુઆરી દરમિયાન સુપ્રીમે મધ્યસ્થી દ્વારા સમાધાનની સહમતી વ્યકત કરી હતી. આ અંગે ન્યાયાધીશે કહ્યું હતું કે, બાબરે જે કાંઈ કર્યું તે ઈતિહાસ છે જેને કોઈ બદલી શકે નહીં પરંતુ આપણે તેનો વિવાદ ઉકેલી શકીએ. ત્યારે જસ્ટીસ ચંદ્રચુડે જણાવ્યું હતું કે, અયોધ્યા વિવાદ માત્ર બે પત્ર વચ્ચેનો નહીં પરંતુ ધાર્મિક લાગણી અને સમુદાયથી જોડાયેલો સંવેદન મુદ્દો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.