જિલ્લા પોલીસ વડા દ્વારા સિનિયર સિટીઝનો સાથે થતા ફ્રોડ બાબતે જાગૃતિ લાવવા માટે પોલીસ ને આદેશ આપ્યા

તાલીમ ભવન ખાતે 12 સી – ટીમો સાથે જિલ્લા પોલીસવડાની ખાસ બેઠક

સુરેન્દ્રનગર જિલ્લાભરમાં ઓનલાઈન ફ્રોડના બનાવો સતત વધતા જઈ રહ્યા છે ત્યારે આ બનાવો અટકે અને ભોગ બનનાર પણ સતર્ક બને તેવા પ્રયાસો સુરેન્દ્રનગર જિલ્લા પોલીસે હાથ ધર્યા છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં એક જ વર્ષમાં અનેક લોકો ફ્રોડનો ભોગ બની અને ફ્રોડ કરનાર કંપનીઓએ કરોડો રૂપિયા જિલ્લા વાસીઓ પાસેથી ખંખેરી લીધા છે હવે આ મામલે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ જાગૃતિ લાવવા માટે આજથી કામે લાગી છે ત્યારે ખાસ કરીને રાજકોટ રેન્જ આઇ.જી અશોકકુમાર યાદવ ના આદેશથી આગામી સુરેન્દ્રનગર જિલ્લામાં દસ દિવસ ખાસ પ્રકારના ડ્રાઇવ નું આયોજન કરવામાં આવ્યું છે.

સુરેન્દ્રનગર જિલ્લાભરમાં આજથી દસ દિવસ માટે પોલીસની ટીમો કામે લાગી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાની સી – ટીમ દ્વારા આજથી લોકજાગૃતિના કામો શરૂ કરવામાં આવ્યા છે ખાસ કરીને જે વૃદ્ધો અને સિનિયર સિટીઝનો છે તે ઓનલાઇન ફ્રોડ અને છેતરપિંડીનો ભોગ બનતા હોય તેવા તાજેતરમાં બનાવો સામે આવ્યા છે ત્યારે સિનિયર સિટીઝનો આ મામલે જાગૃત બને તે માટે આજથી ખાસ ડ્રાઈવ જિલ્લા પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે અને વહેલી સવારથી સુરેન્દ્રનગર જિલ્લાભરની પોલીસે મામલે કામે પણ લાગી છે.

સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા સિનિયર સીટીઝન સુરક્ષા માટે સાઇબર  ક્રાઇમ જાગૃતિ અભિયાન શરૂ કરવા માં આવ્યું છે. જિલ્લા પોલીસ ની સી – ટીમ દ્વારા 10 દિવસ માં 1980 જેટલા વૃદ્ધઓ ની મુલાકાત કરશે.વૃદ્ધઓ સાથે થતી છેતરપીંડી અને ઓનલાઈન ફ્રોડ વિશે ની જાગૃતતા જિલ્લા પોલીસ લાવશે.આ ઉપરાંત જિલ્લા માં વધતા જતા ફ્રોડ ના બનાવ અટકાવવા નો પ્રયાસ જિલ્લા પોલીસ હાથ ધરશે. તેવા પ્રકારના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે ત્યારે આ કામગીરી અને ખાસ ડ્રાઇવ યોજતા પહેલા સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડાએ સુરેન્દ્રનગર શહેરના પોલીસ તાલીમ ભવન ખાતે અધિકારીઓ તથા સી ટીમ ના સભ્યો સાથે બેઠક યોજી છે.

અને આ અંગે ખાસ પ્રકારે ચર્ચા કરવામાં આવી છે સુરેન્દ્રનગર જિલ્લામાં કુલ 1,980 જેટલા વૃદ્ધો છે અને આ વૃદ્ધોની તમામ પ્રકારની જાગૃતિ માટે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસની ટીમો કામે લાગવાની છે ત્યારે આ મામલે વિવિધ પ્રકારે જિલ્લા પોલીસવડા એ ટીમો સાથે ચર્ચા કરી છે અને આગામી દસ દિવસ લોકજાગૃતિના અને સિનિયર સિટીઝનોમાં ઓનલાઇન છેતરપીરની મામલે જાગૃતિ ફેલાય તેવા પ્રયાસ પોલીસે હાથ ધરી અને આજથી ડ્રાઈવ શરૂ કરી છે.

સારી કામગીરી કરનાર ટિમોને પ્રોત્સાહન આપવામાં આવશે

આજથી દસ દિવસ માટે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા સાયબર ક્રાઇમ અને ફ્રોડ અટકાવી અને સિનિયર સિટીઝનોમાં જાગૃતતા ફેલાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે ત્યારે આજથી ખાસ સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા વૃદ્ધાશ્રમો લોક ઉપયોગી કામ કરતી સંસ્થાઓમાં કામ કરતા વૃદ્ધો સિક્યુરિટીમાં કામ કરતા વૃદ્ધો તેમજ અન્યત્ર ફરજ બજાવતા તેમજ અન્યત્ર કામ સાથે જોડાયેલા વૃદ્ધોની સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ મુલાકાત કરશે અને છેતરપિંડી અંગે વિવિધ પ્રકારની જાગૃતા લાવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવશે ત્યારે દસ દિવસ સુધી આ કામગીરી જિલ્લા પોલીસ કરવાની છે ત્યારે જિલ્લા પોલીસ વડા હરેશકુમાર દુધાત દ્વારા મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે આ ડ્રાઈવ છે તેમાં સારી કામગીરી કરનારને પ્રોત્સાહન તથા ઇનામ આપવામાં આવશે જેથી પોલીસ સારી કામગીરી કરે અને વધુને વધુ વૃદ્ધોને સિનિયર સિટીઝન પોર્ટલમાં જોડી અને ઓનલાઈન છેતરપીડીના બનાવો અંગે જાગૃતતા ફેલાવવાનો જે આ ચીલો ચાતરવામાં આવ્યો છે તે સફળ બનાવે તે પ્રકારની સૂચના આપવામાં આવી છે.

12 જેટલી સી – ટીમ આજ થી કામે લાગી ગઈ – સિનિયર સિટીઝનો સાથે થતી છેતરપિંડી અટકાવવાના પ્રયાસો

સુરેન્દ્રનગર જિલ્લામાં કુલ સિનિયર સિટીઝન પોર્ટલમાં 1980 જેટલા વૃદ્ધોની નોંધણી થઈ ચૂકી છે ત્યારે આ વૃદ્ધોમાં જાગૃતિ ફેલાય તે માટે અને ઓનલાઇન ફ્રોડ અને છેતરપિંડીનો ભોગ આ વૃદ્ધો ન બને તે માટે આજથી ખાસ ડ્રાઈવ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે ત્યારે આજે વહેલી સવારથી બહાર જેટલી અલગ અલગ ટીમો આ મામલે કામે લાગી છે જે 1980 જેટલા વૃદ્ધો છે તે તમામ વૃદ્ધોને સુરેન્દ્રનગર જિલ્લાની પોલીસ મળશે અને લોકજાગૃતિ અંગે તમામ પ્રકારની વિગતો આ સીનીયર સીટીજનોને આપશે ત્યારે આજે વહેલી સવારથી આ પ્રકારની કામગીરી પોલીસ તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી છે 12 જેટલી ટીમો સુરેન્દ્રનગર જિલ્લામાં કામે લાગી છે અને ઓનલાઈન છેતરપિંડીનો ભોગ વૃદ્ધો ન બને તેવા પ્રકારના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.